________________
મ. ૬ : હિંદુ તીથી અને દર્શનીય સ્થાને
43
જાવાઈ નામનું નાનું ગામ આવે છે, ત્યાં રજપૂતાનાં આશરે ૨૦ ઘર છે. અહીંથી ગુરુશિખર લગભગ બે માઈલ થાય છે. જાવાઈથી ચઢાવ શરૂ થાય છે. રસ્તા ઘણા જ વિકટ અને ઘણા ચઢાવવાળા છે. ઘણું ઊંચે ચઢયા ખાદ્ય નાનું શિવનાળુ, શિવાલય, કમંડલકુંડ અને ગૌશાળા આવે છે. ગોશાળાની નીચે નાના બગીચા છે. ત્યાંથી આગળ ચાલતાં એક ઊંચા ખડક ઉપર નાની દેરીમાં ગુરુ દત્તાત્રેયનાં પગલાં છે, કે જેને લેાકેા વિષ્ણુના અવતાર માને છે. તેમનાં દર્શન માટે અહી દર વર્ષે ઘણા યાત્રાળુઓ આવે છે. અહી એક મોટો ઘટ લટકે છે. આ ઘટના અવાજ બહુ દૂર સુધી સંભળાય છે. આ નવા ઘંટ હાલમાં ઘેાડાં વર્ષો પહેલાં જ અહીં લટકાવવામાં આવ્યા છે. પણ એ ઠેકાણે એક જૂના ઘંટ પહેલાં લટકતા હતા. તે ઘટ ઉપર વિ. સ. ૧૪૬૮ના લેખ છે. તે ફૂટી જવાથી તેને ઉતારીને તેને બદલે નાના ઘંટ લટકાવવામાં આવ્યા છે. સાંભળવા પ્રમાણે આ જૂના ઘટ ત્યાંના મહંત પાસે હજી પણ મેાજૂદ છે.
ગુરુ દત્તાત્રેયના મંદિરથી ઉત્તર-પશ્ચિમ ( વાયવ્ય ખૂણા) તરફ ગુરુ દત્તાત્રેયની માતાની એક રમણીય ટેકરી છે. આની ઉપર અનસૂયા દેવીનું નાનું મંદિર છે.
.
ગુરુશિખર પર ધર્મશાળા માટે એ એરડા છે, ત્યાં યાત્રાળુઓ ઊતરી શકે છે, અને રાત પણ રહી શકે છે. ત્યાં નાની નાની ગુફાઓ છે, તેમાં મહંત અને સાધુ-સંતા રહે છે. યાત્રાળુઓ-મુસાફ઼ાને પાગરણુ, વાસણુ, સીધુ–સામાનવગેરે અહીના મહંત પાસેથી મળી શકે છે. એ જ મહેતના