________________
અ અ લ ગ . સોલંકી બીજા ભીમદેવને સામંત પરમાર ધારાવર્ષ આબુને - રાજા હતું. આ મંદિરની નજીકમાં બીજી ત્રણ જૂની અને
જીર્ણ થયેલી દેરીઓ છે. તેમાંની બે નાની દેરીઓમાંના 'શિવલિંગો એક મેટી દેરીમાં લાવીને મૂકેલાં જણાય છે. (૧૩) ભીમગુફા -
કનખલેશ્વર શિવાલયથી લગભગ ૨૫ કદમ દૂર એક મોટા વડલાની સઘન છાયામાં એક નાની ગુફા છે, તેને આગળને ભાગ ચણેલે છે. તેને લેકે “ભીમગુફાના નામથી એાળખાવે છે. (૧૪) સક્કર કુંડ –
ભીમગુફાથી લગભગ પંદર કદમ દૂર, જરા નીચાણમાં એક નાને કુ (કુઈ) આવે છે. તેને આગળનો ભાગ કુદરતી પથ્થરને છે. પાછળને છેડે ભાગ બાંધેલો છે. માણસ એક-બે પગણિયાં નીચે ઊતરીને હાથથી પણ પાછું લઈ શકે છે. તેમાં બારે માસ પાણું રહે છે. તેનું પાણી સાકરના જેવું મીઠું છે, તેથી લોકે તેને “સક્કરકુંડ” ના નામથી ઓળખાવે છે. (૧૫) ગુરુશિખર –
ઓરિયાથી વાયવ્ય ખૂણા તરફ લગભગ રા માઈલ દૂર “ગુરુશિખર” નામનું આબુનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે.૫૨ એરિયાથી લગભગ અધો માઈલ દૂર જતાં
- પર. ગુરુશિખર, રાજપૂતાના હોટલથી લગભગ છ માઈલ અને દેલવાડાથી ૬ માઈલ થાય છે. ગુરુશિખર સમુદ્રની સપાટીથી પ૬પ૦ ફીટ ઊંચું છે.