________________
પ્ર. ૬ : હિંદુ તીર્થો અને દર્શનીય સ્થાનો
૯૧
રાત્રિનિવાસ પણ કરી શકાય છે. આ સ્થાન જરા નીચાણમાં છે, ને આસપાસ ઝાડી, જંગલ તથા નજીકમાં જલાશય છે તેથી, હિંસક પ્રાણુઓના ભયના લીધે, સંધ્યા સમય પછી મકાનથી બહાર નીકળવું ન જોઈએ, તેમજ મકાન કે ઝૂંપડાનું બારણું પણ ઉઘાડું રાખવું ન જોઈએ. રેવતીકુંડ થી અહીં આવતાં માર્ગમાં અને અહીં પણ ઝાડી વગેરેનું દશ્ય રમણુય લાગે છેસાથે ભેમિયો લઈને જવું. પાછા વળતાં સીધે રસ્તે ભર્તૃહરિની ગુફાની પાછળ થઈને અચલગઢ અવાય છે.
(ઓરિયા અને તેની આસપાસમાં) (૧૨) કેટેશ્વર (કનખલેશ્વર શિવાલય)–
એરિયા ગામની બહાર દક્ષિણ દિશામાં, શ્રી મહાવીર સ્વામી ભગવાનના મંદિરથી લગભગ ૨ ફર્લોગ દૂર, કેટેશ્વર (કનખલેશ્વર) મહાદેવનું એક નાનું પણ પ્રાચીન મંદિર છે. આ મંદિર જીર્ણ થઈ ગયેલું છે. મૂળ ગભારે અને તેની આગળ બે ચેકીઓ બનેલી સાબુત છે, બાકીનું કમ્પાઉન્ડ, વગેરે નષ્ટ થઈ ગયું છે. આમાં વચ્ચે શિવલિંગ અને પાર્વતીની તથા બહારના ગોખલામાં ગણપતિ વગેરેની મૂર્તિઓ છે. બીજી ચેકીમાં શિવલિંગ અને શિવની મૂર્તિ વગેરે છે.
હિંદુઓનું આ કનખલ નામનું તીર્થ છે. અહીં વિ. સં. ૧૨૬૫ના વૈશાખ શુદિ ૧૫ને એક લેખ છે. તે ઉપરથી જણાય છે કે આ મંદિરને વિ. સં. ૧ર૬પમાં દુર્વાસા. શશિના (ઋષિના) શિષ્ય કેદારરાશિ (ત્રાષિ) નામના સાધુએ જીર્ણોદ્ધાર કરાવ્યા હતા, અને તે વખતે ગુજરાતના મહારાજા