________________
અ ય લ ગ «
- આ કુંડના ઉત્તર તરફના કાંઠાના એક ખૂણા ઉપર મહારાણું કુંભકરણે (કુંભાજીએ) બંધાવેલું કુંભસ્વામીનું એક મંદિર છે, જે હાલ જીર્ણ થઈ ગયું છે. (૮) સારણેશ્વરજી –
આ મંદાકિની કુંડના પશ્ચિમ તરફના કિનારા પાસે સિદેહીના મહારાવ માનસિંહના સ્મરણ માટે બંધાવેલું શ્રીસારણેશ્વર મહાદેવનું એક મંદિર છે. (મહારાવ માનસિંહ આબુ ઉપર એક પરમાર રજપૂતના હાથે વિશ્વાસઘાતથી મરાયે હતું, અને તેને એ મંદિરવાળા
સ્થાન ઉપર અગ્નિસંસ્કાર થયે હતે.) આ શિવમંદિર તેની માતા ધારબાઈએ વિ. સં. ૧૯૩૪માં બંધાવ્યું હતું. મંદિરમાં વચ્ચે શિવલિંગ છે, સામી ભીંત વચ્ચે પાર્વતીની મૂર્તિ છે, તેની એક બાજુએ માનસિંહ અને તેની પાંચ રાણુઓની તથા બીજી બાજુએ એક સ્ત્રીપુરુષના યુગલની આરસની મૂર્તિઓ શિવજીની આરાધના કરતી હાથ જોડીને ઊભી છે. આ પાંચે રાણીએ તેની સાથે સતી થઈ હશે એમ લાગે છે. મંડપમાં આરસને પિઠિયે છે નાના કમ્પાઉન્ડમાં નાના શિખરવાળું આ શિવાલય છે.પ૧ (૯) ભહરિ–ગુફા
મંદાકિની કુંડના ઉત્તર તરફના કિનારાથી થોડે દૂર એક ગુફા છે, તેને લોકો ભર્તુહરિની ગુફા કહે છે. આ
૫૧. અચલેશ્વર મહાદેવ અને બીજાં હિંદુ મંદિરોના મળીને લગભગ ૩૦ લેખે ઉપલબ્ધ થાય છે. તેમાં સૌથી જૂનામાં જૂના વિ. સં. ૧૧૮૬ને લેખ છે. બીજા લેખે ત્યારપછીના છે. (જુઓ પ્રા. જે. લે. સં. ભાગ બીજાનું અવલોકન, પૃ. ૧૪૦.)