________________
પ્ર. ૬ : હિંદુ તીર્થો અને દર્શનીય સ્થાને
ગુફાને પાકા મકાનના રૂપમાં બાંધી લેવામાં આવી છે. - લગભગ ૨૫ વર્ષ પહેલાં સાધુ અવધૂતાનંદે ગુફા પાસે નાનાં પણ પાકાં મકાને અને શિવાલય વગેરે બંધાવીને મઠ સ્થાપે હતો. તેમાં સાધુ–સતે રહેતા હતા. પણ રાજ્યની સાથે અણબનાવ થવાથી મકાને અત્યારે ઉજજડ જેવાં થઈ ગયાં છે. કેટલાક ઓરડા અને મંદિર અખંડ છે, - જ્યારે કેટલેક ભાગ પડવા લાગે છે. (૧૦) રેવતીકુડ–
અચલેશ્વર મહાદેવના મંદિરથી લગભગ બે ફલાંગ (ા માઈલ) અને મંદાકિની કુંડના પૂર્વ તરફના કિનારાની પાછળ થોડે દૂર રેવતીકુંડ” નામને એક નાનો કુંડ છે. તેમાં બારે માસ પાણી રહે છે. પાણું ઘણું મીઠું છે. કુંડ પ્રાચીન હોય એમ જણાય છે. તેની બે બાજુએ ઘાટ-. પગથિયાં બાંધેલાં છે, અને બે બાજુએ કુદરતી પથ્થર આવવાથી સામાન્ય દીવાલ બાંધી લીધી છે. બાંધકામ ઘણું જીર્ણ થઈ ગયું છે. આસપાસ થેડી ઝાડી વગેરે છે. (૧૧) ભૂથઆશ્રમ (અ) –
રેવતીકુંડથી આશરે અરધે માઈલ દૂર પૂર્વ દિશામાં “ભૃગુ આશ્રમ” છે. ત્યાં જરા નીચાણવાળા ભાગમાં વચ્ચે એક - નાનું પણ શિખરબંધી અને ભમતીની દીવાલયુક્ત દેરી જેવું શિવાલય છે. તેમાં મહાદેવનું લિંગ અને સામે ખલામાં પાર્વતીની મૂર્તિ છે. તેની પાસે એક નાની વાવડી અને પાસે જ નાને કુંડ છે. તેમાં એક ગૌમુખ બનેલું છે.