________________
અ
ય
લ
ગ
છે
અચલેશ્વરથી દક્ષિણ તરફ તેના મહંતનું એક નાનકડા રાજમહેલ જેવું મકાન આવેલું છે. તેમાં મહંત અને સાધુસંતા રહેતા હતા, પરંતુ રાજ્યની સાથે અણબનાવ થવાથી, અથવા ગમે તે કારણે, રાજ્ય તેમને રજા આપી બધાં મકાન કબજે કરી લીધાં છે. અત્યારે તેમાંના કેટલાક એરડાઓ અખંડ છે, કેટલાક ઉપરથી છાપરાં ઉપાડી લીધાં છે, તેથી કેટલોક ભાગ પડવા લાગ્યા છે. મકાને અત્યારે ઉજજડ જેવા થઈ ગયાં છે. તેમાંના એક ઓરડામાં ત્રિશૂળની સ્થાપના. છે. તે ચામુંડાદેવીના નામથી પૂજાય છે.
અચલેશ્વર મહાદેવના મંદિરના કંપાઉન્ડના મુખ્ય દરવાજાની સામે-રસ્તાની બીજી તરફ–મહાદેવનું એક નાનું જીર્ણ મંદિર છે. આ મંદિરને દરવાજે કેઈ જેન મંદિરમાંથી લાવીને અહીં લગાવેલો છે. આ શિવાલયમાં શિવલિંગ, પાર્વતી, ગણપતિ અને પિઠિયો, એ બધું આરસનું છે. મંદિર જીર્ણ થઈ ગયેલું છે. આની સન્મુખ--દરવાજાની સામે–જૂની– જીર્ણ અને સૂકાઈ ગયેલી એક નાની વાવડી છે. (૭) મંદાકિનીકુડ–
અચલેશ્વરના મંદિરની બાજુમાં, ઉત્તર તરફ મંદકિની નામને એક મેટે પ્રાચીન કુંડ છે,૮ જેની લંબાઈ
૪૮. ચિત્તોડના કીર્તિ-સ્તંભની પ્રશસ્તિમાં મહારાણુ કુંભાએ આબુ ઉપર કુંભસ્વામીનું મંદિર અને તેની પાસે એક કુંડ બનાવ“રાવ્યાનું લખ્યું છે. કુંભસ્વામીના મંદિરની પાસે આ મંદાકિની. કુદ જ છે, તેથી સંભવ છે કે–મહારાણુ કુભાએ આ કુંડને. જીર્ણોદ્ધાર કરાવ્યો હોય.
–( શિરોહી રાજા તિરૂાસ, પૃ. )