________________
પ્ર. ૬ : હિંદુ તીર્થો અને દર્શનીય સ્થાને મહારાવ લુંભાને વિ. સં. ૧૩૭૭ને મંદિરની બહાર એક ખિલામાં લાગે છે. તેમાં ચૌહાણેની વંશાવલી તથા મહારાવ લુંભાજીએ આબુને પ્રદેશ તથા ચંદ્રાવતીને જીતી લીધાને ઉલ્લેખ છે.
અચલેશ્વરના મંદિરની પાછળ એક જૂની, ઊંડી, ચાલુ -વાવડી છે. તેમાં મહારાવ તેજસિંહને વિ. સં. ૧૩૮૭માં માહ શુદ ૩ ને લેખ છે. આ વાવડી તેણે બંધાવી હોય એમ લાગે છે. વાવડીનું પાછું મીઠું છે.
મંદિરની સામે જ પિત્તળને બનેલો એક મટે નદિ (પિઠિયો) છે. તેની ગાદી ઉપર વિ. સં. ૧૪૬૪ના ચિત્ર શુદિ ૮ને લેખ છે. પિઠિયાની પાસે જ પ્રસિદ્ધ ચારણ કવિ દુરાસા આઢાની પિત્તળની, તેણે પિતે જ કરાવેલી મૂર્તિ છે. તેના ઉપર વિ. સં૧૬૯૬ના વૈશાખ સુદિ પને લેખ છે. પિઠિયાની દેરીની બહાર લેઢાનું બનેલું એક મોટું ત્રિશૂલ - છે, તેના ઉપર વિ. સં. ૧૮૬૮ના ફાગણ શુદિ ૧૫ને લેખ છે. આ ત્રિશૂલ રાણુ લાખા, ઠાકેર માંડણ તથા કુંવર ભાદાએ ઘાણેરાવ ગામમાં બનાવરાવીને અચલેશ્વરજીને અર્પણ કર્યું છે. આટલું મોટું ત્રિશુલ બીજે ઠેકાણે જોવામાં આવ્યું નથી.
અચલેશ્વર મહાદેવના મંદિરની આસપાસમાં એટલે અચલગઢની તલેટીમાં દર વરસે (ગુજરાતી) ફાગણ વદ ૦)) ને દિવસે મેળો ભરાય છે. આ મેળામાં તમામ વર્ણના લોકે આવે છે. અને ઉચ્ચ વર્ણનાં લેકે બધાંય મંદિરનાં દર્શન કરે છે. તે ઉપરાંત દર વરસે હળીમાં આઠ દિવસ સુધી -આબુ ઉપરનાં જુદાં જુદાં સ્થાનેમાં હિંદુઓના મેળા ભરાય છે.