________________
જ
અ ય લ ગ ૮ (૨) સિઘી ગ્રંથમાલાથી પ્રકાશિત “પુરાતનપ્રબંધસંગ્રહમાંના ‘વસ્તુપાલ-તેજપાલ પ્રબંધ (પૃ. ૫૩)માં લખ્યું છે કે-“અબુદગિરિ પરના અચલેશ્વર મહાદેવના મંદિરના, પહેલાં અગ્નિએ બાળી નાંખેલ નાલિમંડપ (સભામંડપ?) ને સારા ચારિત્રવાળા આ બંને મંત્રીઓએ ન કરાવ્યું.”
(૩) તેમજ રાજશેખરસૂરિકૃત “પ્રબંધકેષના પ્રથમ પરિશિષ્ટમાં મંત્રી વસ્તુપાલકૃત સુકૃતસૂચિ પ્રકટ થઈ છે, તેમાં લખ્યું છે કે “ઉકત બને મંત્રીઓએ પોતાના સ્વર્ગવાસી વૃદ્ધ લેકના પુણ્યાર્થે અચલેશ્વર મહાદેવના મંદિરમાં એક લાખ દ્રવ્ય આપ્યું.” - આ ઉપરથી, મહામંત્રી વસ્તુપાલ-તેજપાલે અચલેશ્વર મહાદેવના મૂલ ગભારાની આગળને સભામંડપ વિ. સં. ૧૨૯૦ની આસપાસમાં ન કરાવ્યું હોય તેમ જણાય છે.૪૭
આ મંદિરની પાસેના મઠમાં એક મોટી શિલા ઉપર મેવાડના મહારાવલ સમરસિંહને વિ. સં. ૧૩૪૮ને લેખ છે. આ લેખથી જણાય છે કે –સમરસિંહ અહીંના મઠાધિપતિ ભાવશંકર (કે જે મેટા તપસ્વી હતા) ની આજ્ઞાથી આ મઠને જીર્ણોદ્ધાર કરાવ્યું, અચલેશ્વર મહાદેવના મંદિર ઉપર સોનાને ધજાદંડ ચઢાવ્યા, અને અહીં રહેનારા તપસ્વીઓના ભજનની વ્યવસ્થા કરી. ત્રીજો લેખ ચૌહાણ - ૪૭. મહામંત્રી વસ્તુપાલ-તેજપાલ દઢ જૈન હોવા છતાં . તેમણે ઘણું શિવાલયે અને મસ્જિદો વગેરે નવાં કરાવ્યાં તથા સમરાવ્યાં હતાં, તેનાં આ સિવાય બીજા પણ ઘણાં પ્રમાણ મળે છે. તે તેમની તથા જૈનધર્મની ઉદારતાની ખાતરી આપી રહ્યાં છે,