________________
પ્ર. ૬ : હિંદુ તીર્થો અને દર્શનીય સ્થાને શેષશાયી નારાયણની મૂર્તિ તથા બીજી પણ ઘણું મૂર્તિઓ છે. દશાવતારમાં બુદ્ધાવતાર પણ છે. ચેકમાં એક ચેતરા ઉપર મેટે દરવાજે છે. તેને લેકે રત્નમાળ કહે છે.
અચલેશ્વર મહાદેવના મંદિરની બહારના ભાગની જમણા હાથ તરફની દીવાલમાં, વિ. સં. ૧૨૯૪થી કંઈક પહેલાંને મહામાત્ય વસ્તુપાલ-તેજપાલને આરસની મેટી શિલામાં કતરેલો એક મેટે શિલાલેખ લગાવેલો છે. તે શિલાલેખ ખુલ્લામાં હોવાથી તેના ઉપર હમેશાં તડકે, પવન, વરસાદનું પાણી વગેરે પડવાને લીધે ખરાબ થઈ ગ છે, ઘણે ભાગ ખવાઈ ગયો છે, છતાં તેમાંથી આબુના પરમાર રાજાઓનું, ગુજરાતના સોલંકી રાજાઓનું અને મંત્રી વસ્તુપાલ-તેજપાલના વંશનું વિસ્તૃત વર્ણન વાંચી શકાય છે. બાકીને ભાગ ખવાઈ ગયો હોવાથી મહામંત્રી વસ્તુપાલ-તેજપાલે આ મંદિરમાં શું કરાવ્યું ?–તે આ શિલાલેખ પરથી જાણી શકાતું નથી. પણ આ લેખના પ્રારંભમાં અચલેશ્વર મહાદેવને નમસ્કાર કરે છે, તેથી આ લેખ આ મંદિરને માટે જ બન્યું છે, એમ ચેકકસ માની શકાય તેવું છે. .
ત્યારે મહામંત્રી વસ્તુપાલ-તેજપાલે આ મંદિરમાં શું કરાવ્યું–તે જાણવા માટે હવે આપણે પ્રાચીન ગ્રંથ પર દષ્ટિ નાખવી જોઈએ :–
(૧) શ્રીજિનહર્ષગણિવિરચિત “વસ્તુપાલચરિત્ર” ' (સર્ગ ૮, . ૧૭)માં લખ્યું છે કે-“ચંડપના વંશમાં થયેલા મહામાત્ય વસ્તુપાલ-તેજપાલે આબુ ઉપરના અચલેશ્વર મહાદેવના મંદિરને સભામંડપ કરાવ્યો.