________________
અ ય લ સ હ નહિ પણ શિવજીના પગને અંગૂઠો પૂજાય છે. મૂળ ગભારાની વચ્ચેના ભાગમાં શિવજીના પગનો અંગૂઠો અથવા અંગૂઠાનું ચિહ્ન છે, સામેની દીવાલમાં વચ્ચે પાર્વતીજીની મૂર્તિ અને તેની આજુબાજુમાં એક વ્યષિ અને બે રાજા અથવા કઈ પણ બે ગૃહસ્થ સેવકેની મૂર્તિઓ છે.
આ મંદિરના ગૂઢમંડપ (મૂળ ગભારાની બહારના મંડપ)માં જમણા હાથ તરફ આરસને અષ્ટોત્તરશત શિવલિંગને એક પટ્ટ છે. તેમાં ૧૦૮નાનાં નાનાં શિવલિંગ બનાવેલાં છે. આ સિવાય ગૂઢમંડળમાં બીજાં દેવ-દેવીઓની મૂર્તિઓ વગેરે છે. મંદિરની અંદર અને બહારની ચેકીમાં શિવભક્ત રાજાઓ તથા ગૃહસ્થની કેટલીક મૂર્તિઓ છે. તેમાંથી કેટલીક મૂર્તિઓ પર તેરમીથી અઢારમી શતાબ્દિ સુધીના લેખે છે.
મંદિરના કમ્પાઉન્ડમાં એક લક્ષ્મીનારાયણનું મંદિર અને એક ચામુંડા દેવીની દેરી છે, તે સિવાય નાની-મેટી ૧૦ દેરીઓ અને ૭ ચબૂતરા (તરા) બનેલા છે. તેમાં વિશેષે કરીને શિવલિંગો, ગણપતિ, પાર્વતી વગેરેની મૂર્તિઓ છે. * લક્ષમીનારાયણના મંદિરમાં દશાવતારની મૂર્તિઓ, રાણીની મૂર્તિઓ સ્થાપન કરી તેમજ હેજી ગામ (કે જે આબુ ઉપર આવેલું છે.) અચલેશ્વરના મંદિરને અર્પણ કર્યું. ઉપર્યુક્ત મહારાવ લુંભાના પુત્ર મહારાવ તેજસિંહના પુત્ર મહારાવ કાન્હડદેવની પથ્થરમાં બનેલી સુંદર મૂર્તિ અચલેશ્વરજીના સભામંડપમાં છે, તેના ઉપર વિ. સં. ૧૪૦૦નો લેખ છે.