________________
પ્ર. ૬: હિંદુ તીર્થો અને દર્શનીય સ્થાને ૮૧ (૬) અચલેશ્વર મહાદેવનું મંદિર-૪૫
અચલગઢની નીચે તળેટીમાં અચલેશ્વર મહાદેવનું સાવ સાદું પણ પ્રાચીન મંદિર છે. આ મંદિર એક વિશાળ કમ્પાઉન્ડમાં આવેલું છે. આ કમ્પાઉન્ડમાં તથા તેની આસપાસ બીજાં નાનાં નાનાં મંદિર, વાવ અને મંદાકિની કુંડ વગેરે છે. હિંદુ લકે અચલેશ્વર મહાદેવને આબુના અધિછાયક દેવ માને છે. પહેલાં આબુના પરમાર રાજાઓના અને જ્યારથી આબુ ઉપર ચૈહાણ રાજાઓનું રાજ્ય થયું ત્યારથી તે ચિહાણ રાજાઓના પણ અચલેશ્વર મહાદેવ કુલદેવ મનાય છે. *
અચલેશ્વર મહાદેવનું મંદિર મૂળ ગભારે, સભામંડપ, તેની આગળ એક ચકી અને નીચા ઘાટના શિખરવાળું બનેલું છે. સભામંડપમાં ઉત્તર તરફ એક દરવાજો છે, તેને ધર્મદરવાજે કહે છે. કેઈમોટું પુણ્ય કામ કરે ત્યારે જ તેને ઉઘાડવામાં આવે છે. મંદિર પશ્ચિમ સન્મુખ બનેલું છે. મૂળ મંદિર હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે બહુ પ્રાચીન છે, અને ઘણી વાર તેના જીર્ણોદ્ધાર થયા છે. આમાં શિવલિંગ
૪૫. ગુજરાતી સાહિત્ય પરિષદના સભ્ય રા. રા. દુર્ગાશંકર કેવલરામ શાસ્ત્રી “ગુજરાત' માસિકના પુસ્તક બારમાના બીજ અંકમાં પ્રગટ થયેલ “આબુ-અબુદગિરિ” નામના પિતાના લેખમાં લખે છે કે “(અચલગઢ નીચે) અચલેશ્વર મહાદેવનું મેટું દેવાલય છે. આ મૂળ જૈન મંદિર હતું, એમ અનુમાન થાય છે.”
૪૬. ચંદ્રાવતીના ચૌહાણ મહારાવ લુંભાએ વિ. સં. ૧૩૭૭ માં અથવા તેની આસપાસમાં શ્રીઅચલેશ્વર મહાદેવના મંદિરના મંડપને જીર્ણોદ્ધાર કરાવ્યું, અને તે મંદિરમાં પોતાની તથા પિતાની