SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ જિનસ્તુતયા ] स्तुतिचतुर्विंशतिका શિષ્યમાંના મુખ્ય શિષ્ય તેમના ઉપદેશાનુસાર શાસ્ત્રની રચના કરે છે કે જે બાર વિભાગોમાં વિભક્ત હોય છે. આ બારે વિભાગના-અંગોના સમૂહને દ્વાદશાંગી કહેવામાં આવે છે. અત્રે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જ્યારે સિદ્ધાન્તની રચના તે ગણધર કરે છે, ત્યારે આ લેકમાં જિનેશ્વરને સિદ્ધાન્તના રચનારા તરીકે ઓળખાવવામાં આવ્યા છે, તે કેવી રીતે ઘટી શકે છે વારૂ? આ પ્રશ્નના સમાધાનમાં સમજવું કે-જે કે ખરેખર ગણધરો દ્વાદશાંગી રચે છે, છતાં પણ એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે તેઓ આવી રચના તીર્થંકરની પાસેથી “૩પ વા વિડુિં વા ધુરૃ વા”૪ અર્થાત્ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપી ત્રિપદી પ્રાપ્ત કર્યા બાદ જ કરે છે. આ પ્રમાણે વસ્તુ-સ્થિતિ હોવા છતાં અર્થાત્ દ્વાદશાંગીની રચના કરવાનું સામર્થ્ય તીર્થંકરદ્વારાજ ગણધરેએ પ્રાપ્ત કરેલું હોવા છતાં પણ, તીર્થકરને સિદ્ધાન્તની રચના કરનારા કેઈ પણ રીતે નજ ગણવા એ ન્યાય ગણાય ખરું કે ? વળી શાસ્ત્રકાર પણ કહે છે કે “ अत्थं भासइ अरहा सुत्तं गंथंति गणहरा निउणं" ५ ૧ તીર્થંકરના મુખ્ય શિષ્ય ગણધર ” કહેવાય છે. ૨ દ્વાદશાંગીને “તીર્થ” પણ કહેવામાં આવે છે અને તીર્થંકર આ “તીર્થના કરનારા હોવાથી તેમનું “તીર્થંકર નામ” ચરિતાર્થ થાય છે. ૩ જેઓને તીર્થકર “ગણધર' પદવી આપે છે, તે છે કેઈક વખત પ્રથમ તે તીર્થંકરની સાથે વાદવિવાદ કરી તેને પરાસ્ત કરવાની બાથ ભીડે છે. પરંતુ અંતમાં જ્યારે તીર્થકર અજેય ઠરે છે અને પોતાના મનોગત સંદેહનું પણ તે નિરાકરણ કરે છે. ત્યારે તેઓ તીર્થકરની પાસે દીક્ષા-ગ્રહણ કરે છે. આ ઉપરથી જોઈ શકાય છે કે જૈનેતર શાસ્ત્રોમાં અતિપ્રવીણ, કુશાગ્ર બુદ્ધિવાળા પુરૂષે તીર્થંકરની પાસેથી થોડોક ખુલાસો મેળવી જૈન બને છે એટલું જ નહિ પણ તેમના મુખ્ય શિષ્યો થઈ બેસે છે. ઉપર્યુકત વાદ-વિવાદની રૂપરેખા વિશેષાવશ્યકમાંના ગણધરવાદમાંથી મળી શકશે તેમજ “ગણધરનું વિશિષ્ટ સ્વરૂપ આવશ્યક (બાવીસ હજારી)માંથી મળશે. ૪ કહેવાનું તાત્પર્ય એ છે કે દરેક વસ્તુ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે ધર્મોથી યુક્ત છે. જેમકે ધારો કે સુવર્ણનું ‘કટક” (કડું) ભાંગીને “કુડલ બનાવ્યું. આ કટકમાંનું સંપૂર્ણ સુવર્ણ કુણ્ડલમાં હૈયાત છે. આથી કુણ્ડલ સર્વથા નવીનજ ઉત્પન્ન થયેલી વસ્તુ છે એમ કહી શકાય નહિ. તેમજ કટકને સર્વથા નાશ થયો એમ પણ કહેવું વ્યાજબી નથી; કારણકે સુવર્ણ તે જેવું ને તેવું કાયમ છે. આ ઉપરથી કટકને નાશ “વ્યય' તે તેની આકતિના નાશ પૂરતે સમજ અને કુણ્ડલની ઉત્પત્તિ ( ઉત્પાદ) તે તેને આકાર ઉત્પન્ન થયે તેટલાજ પૂરતી જાણવી. આ ઉપરથી સમજી શકાય છે કે સર્વથા ઉત્પાદ કે સર્વથા વ્યય જૈન દષ્ટિએ-અરે ન્યાયષ્ટિએ ઘટતે. નથી. કેમકે નહિ તે તે શૂન્યમાંથી ઉત્પત્તિ માનવાને અને કઈ પણ વસ્તુ શૂન્યરૂપ બની જાય એમ સ્વીકાર - વાને અતિ–પ્રસંગ પ્રાપ્ત થાય છે. આ ઉપરથી તાત્પર્ય એ નીકળે છે કે કટકને ભાંગીને બનાવેલા કડલમાં કટકરૂપે નાશ, કડલરૂપે ઉત્પત્તિ અને સુવર્ણની સ્થિતિરૂપી ધ્રૌવ્ય અર્થાત વ્યય, ઉન્માદ અને ધ્રૌવ્ય એમ ત્રણે ધર્મો બરાબર રહેલા છે. આ પ્રમાણે ગેરસ પ્રમુખ પદાર્થને પણ વિચાર કરી શકાય છે. આ સંબંધમાં ઘણું કહેવા જેવું છે, પરંતુ અત્ર તે એ વાતને જિજ્ઞાસુઓને તત્વાર્થસૂત્રના પંચમ અધ્યાય ઉપરનાં ભાષ્ય અને ટીકા જેવા ભલામણ કરી વિરમવામાં આવે છે. ૫ “અત્યં મા અ.”—એ ગાથા આવશ્યક-નિયુક્તિમાં ષ્ટિગોચર થાય છે.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy