________________
ર
સ્તુતિચતુર્વિંશતિકા
[ ૧ શ્રીઋષભ
આ નય પ્રમાણે ગમે તે ગાયને ‘ગા ’ એવી સંજ્ઞા આપી શકાય નહિ; કેમકે “ ગઇતીતિ નૌઃ ’ અર્થાત્ ‘ગમન કરે તે ગા'. આથી જે ગાય બેઠી કે સૂતી હોય પર`તુ ગમન–ક્રિયા ન કરતી હાય, તે તેવે સમયે તેને ગે ’કહી શકાય નહિ, એમ આ નય માને છે.
અંગ—
:
‘ અંગ’ એ જૈનાને પારિભાષિક શબ્દ છે અને જૈન સિદ્ધાન્તના પાડેલા ખાર વિભાગાવાળા એ એક શાસ્ત્ર-સમૂહ છે. ( તેના પ્રત્યેક વિભાગને પણ ‘અંગ ’ તરીકે ઓળખાવાય. ) અર્થાત ‘ અંગ ’ એ આ પ્રત્યેક માર વિભાગોના સૂત્ર–સમૂહનું પારિભાષિક નામ છે. બધા મળીને અંગે ખાર છે. જેમકે (૧) આચાર, ( ૨ ) સૂત્રકૃત, ( ૩ ) સ્થાન, ( ૪ ) સમવાય, ( ૫ ) ભગવતી`, ( ૬ ) જ્ઞાત ધર્મકથા, (૭) ઉપાસકદશા, (૮) અન્તકૃશા, (૯) અનુત્તરાપપાતિદશા, ( ૧૦ ) પ્રશ્નવ્યાકરણ, ( ૧૧ ) વિપાક અને ( ૧૨ ) દષ્ટિવાદ,પ સિદ્ધાન્ત-રચના—
કેવલ–જ્ઞાન સંપાદન કર્યાં બાદજ અને તેવું જ્ઞાન સંપાદન કર્યાં પછી પ્રથમજ કાર્ય તરીકે તીર્થંકર ભગવાન્ જન–સમાજને દેવ-રચિત સમવસરણમાં સિંહાસન ઉપર બેસીને ઉપદેશ આપે છે. તીર્થંકરની દેશના અમાઘ ફળવાળી હોવાને લીધે આ ઉપદેશની એવી અનુપમ અસર થાય છે કે શ્રોતૃ-વર્ગમાંથી કેટલાક મનુષ્યા તે વૈરાગ્ય-રંગથી રંગાઈને તેમની પાસે તરતજ દીક્ષા ગ્રહણ કરે છે, અર્થાત્ તેઓ નિ:સંગ-વ્રત લે છે. આ પ્રમાણે દીક્ષા લીધેલા તેમના
૧ આ નયાનું સ્વરૂપ ઘણીજ મનેામેહક રીતે રત્નાકરાવતારિકાના સપ્તમાદિ પરિચ્છેદમાં આપેલું છે. આ ઉપરાંત એના સવિસ્તર વર્ષોંનને સારૂ નય-ચક્ર, નય–પ્રદીપ, નય-રહસ્ય, નાપદેશ, પ્રવચનસારાદ્વાર, વિશેષાવશ્યક પ્રમુખ ગ્રન્થા જોવા લાયક છે.
૨ આને વિવાહ-પ્રજ્ઞપ્તિ, વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિ, ઈત્યાદિ નામોથી પણ ઓળખવામાં આવે છે, ૩ આનું પ્રચલિત નામ જ્ઞાતાધમકથા છે.
૪ આમાં ચૌદ પૂર્વી આવી જાય છે. અત્યારે આ પૂર્વીનું જ્ઞાન લુપ્ત થઈ ગયું છે. એક પૂર્વ જેટલું જ્ઞાન દેવદ્ધિ ગણિજીના સમય સુધી હતું. અર્થાત્ મહાવીર સ્વામીના નિર્વાણ પછી આશરે ૧૦૦૦ વર્ષ વીત્યા બાદ એ જ્ઞાન જતું રહ્યું.
૫ આ ખારે અગામાં કયા કયા વિષય ઉપર વિવેચન કરવામાં આવ્યું છે તેની માહિતી માટે તેમજ તેના શ્રુતસ્કંધ અધ્યયન, ઉદ્દેશાદિક વિભાગા માટે શ્રીસમવાયાંગસૂત્ર તથા શ્રીન'દીસૂત્ર જેવાં.
હું અત્ર એ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે કોઈક વખતે, જવલ્લેજ તીર્થંકરની દેશના ખાલી જાય છે; અર્થાત્ તીર્થંકરે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યાં પછી તરતજ આપેલા ઉપદેશનું એવું પરિણામ ભાગ્યેજ આવે કે કોઇ પણ મનુષ્ય દીક્ષા અંગીકાર ન કરે. આ પ્રમાણેની હકીકત આ અવસર્પિણી કાલમાં થઈ ગયેલા જૈનેાના છેલ્લા ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીના સંબંધમાં બન્યાનું કહેવામાં આવે છે. પરંતુ આ ધટના તે એક આશ્ચર્યરૂપ છે અને તેમ હાવાથી તે અત્ર ૮ પ્રાયઃ? શબ્દના પ્રયોગ કર્યાં નથી.