________________
-૧
જિનરતુતઃ ]
स्तुतिचतुर्विंशतिका વ્યવહાર
આ નયની દષ્ટિએ દરેક વસ્તુ વિશેષાત્મક છે. સંગ્રહ નય દ્વારા ગ્રહણ કરેલ વસ્તુના વિભાગ પાડવામાં તત્પર એવા અધ્યવસાયને વ્યવહાર નય કહેવામાં આવે છે. લેક-વ્યવહાર તરફ આ નયની પ્રવૃત્તિ છે. ઘડો કરે છે, પર્વત બળે છે, ઈત્યાદિ ઔપચારિક કથનને પણ આ નયમાં અંતભવ થાય છે. રાજુસૂત્ર
અતીત અને અનાગત કાલ સાથે સંબંધ નહિ ધરાવનારે પરંતુ મુખ્યત્વેન વર્તમાન કાલ સાથે સંબંધ ધરાવનારે નય રજુસૂત્ર નય કહેવાય છે. આ નય વસ્તુનાં થતાં નવાં રૂપાન્તરો(પ ) તરફ વિશેષ ધ્યાન આપે છે. ટૂંકમાં આ નય વર્તમાનકાલિક દ્રવ્યના પર્યાયની ગવેષણ કરે છે. શબ્દ–
શબ્દના પયાની ભિન્નતાથી તેના અર્થમાં ભિન્નતા નહિ સ્વીકારનારે પરંતુ તેના લિંગાદિકમાં ફેર પડતાં તેને ભિન્ન અર્થ કરનારે નય શબ્દ નય છે. કહેવાની મતલબ એ છે કે શબ્દોની વ્યુત્પત્તિ ભિન્ન હોવા છતાં તે શબ્દોને એક વસ્તુના વાચક તરીકે આ નથ સ્વીકારે છે. દાખલા તરીકે, કુમ્ભ, કલશ, ઘટ, ઈત્યાદિ શબ્દની વ્યુત્પત્તિ કરતાં તેને અર્થે જૂદા જૂદે ભાસે છે, છતાં પણ આ નય તે તે બધાને એકાથંકજ માને છે. આ નયને પણ વર્તમાનકાલિકજ ધર્મ ઈષ્ટ છે. સમભિરૂઢ
પર્યાય શબ્દોના ભેદથી તેના અર્થમાં પણ ભિન્નતા માનવી તે સમભિરૂઢ નયનું કર્તવ્ય છે. અર્થાત્ આ નયની અપેક્ષાએ કુમ્ભ, કલશ, ઈત્યાદિ શબ્દો ભિન્ન અર્થવાળા છે. ' શબ્દ અને સમભિરૂઢ એ બે નેમાં શું તફાવત છે તે સ્પષ્ટ સમજાય તેટલા માટે સુરપતિ શબ્દના પર્યાયે ઈન્દ્ર, પુરંદર, વિગેરેને વિચાર કરીએ. શબ્દ નય પ્રમાણે તે ઈન્દ્ર કહો કે પુરંદર કહો તેમાં કઈ ફેર નથી. પરંતુ સમભિરૂઢ નય પ્રમાણે તે ઐશ્વર્ય-સમૃદ્ધિ યુક્ત હોય તે “ઈન્દ્ર' કહેવાય અને પુર (નગર) નું વિદારણ કરનાર તે “પુરંદર' કહેવાય. એવંભૂત
સ્વકીય કાર્ય કરનારી વસ્તુને જ વસ્તુરૂપે માનનારે નય એવભૂતને નામે ઓળખાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે કઈ પણ શબ્દ તેના અર્થને વાચક તે ત્યારે જ ગણાય કે, જ્યારે તે શબ્દસૂચિત પદાર્થ તે શબ્દની વ્યુત્પત્તિમાંથી નીકળતા ભાવને અનુસરતે હેય. અર્થાત
૧ શબ્દમાં લિંગ, વચન, કાલ, ઈત્યાદિ પ્રકારનો ફેર થતાં તે શબ્દને ભિન્નરૂપે શબ્દ ન સ્વીકારે છે. ૨ સરખાવે–
જીવ, આત્મા, પ્રાણુ એ બધા ચેતનના પર્યાયો છે. આ દરેકને વ્યુત્પત્તિ-અર્થ જુદા જૂદ છે, છતાં આ શબ્દોને એકર્થિક માનવા એ આ નયનું કાર્ય છે.