________________
૨૦. હતુતિચતુર્વિશતિકા
[૧ શ્રીનષભતેમજ વિશેષ ધર્મો ઉપર પ્રકાશ પાડે છે. આમાંથી સામાન્યને ગ્રહણ કરનારા “નૈગમ-નયરને
સર્વપરિક્ષેપિ-નૈગમ-નય” તરીકે અને વિશેષને ગ્રહણ કરનારા “નૈગમ–નયમને “દેશપરિક્ષેપિનૈગમનય” તરીકે ઓળખાવવામાં આવે છે. અર્થાત આ નગમ નયના સર્વપરિક્ષેપી અને દેશપરિક્ષેપી એમ બે પ્રકારે પડે છે.
વળી આ નયના અન્ય અપેક્ષાએ (૧) ભૂત-નૈગમ, (૨) વર્તમાન બૈગમ અને (૩) ભવિષ્યનૈગમ એમ ત્રણ ભેદે પણ પડે છે. (૧) ભૂત કાલને વર્તમાનમાં ઉપચાર કરે એટલે કે થઈ ગયેલી વસ્તુને વર્તમાન તરીકે સ્વીકારવી-ઓળખાવવી, તે ભૂત-નૈગમ છે. દાખલા તરીકે, આ દિવાળીને દિવસ છે કે જે દિવસે વીર પ્રભુ નિર્વાણપદને પામ્યા હતા. (૨) ભવિષ્યકાલને–અનાગત કાલને વર્તમાનમાં ઉપચાર કરે અર્થાત્ જે ક્રિયા વર્તમાનમાં શરૂ થઈ નથી, તેને વર્તમાનરૂપે વર્ણવવી તે “વર્તમાન-નૈગમ” છે. જેવી રીતે કે કેઈ સ્ત્રી ચોખા રાંધવાને માટે બળતણ, જલ, વિગેરેની તૈયારી કરતી હોય અને તેને કઈ પૂછે કે આ શું કરે છે?” તે તે જરૂરજ કહેશે કે “હું ચેખા રાંધું છું.” હજી ચેખા રાંધવા માંડ્યા નથી–તે ક્રિયા શરૂ થઈ નથી છતાં પણ તે થઈ છે એમ આ દષ્ટાન્તમાં કહેવામાં આવ્યું છે, તે વર્તમાન-નૈગમ છે. (૩) ભવિધ્ય-કાલનો ભૂત તરીકેને ઉપચાર કરે એટલે કે થનારી વસ્તુને થઈ કહેવી તે “ભવિષ્યદ્ –નગમ” છે. જેમકે, તીર્થકર મોક્ષે ન ગયા હેય તે પૂર્વે તેઓ મુક્ત થયા એમ કહેવું.
વળી, આ નૈગમ નયના બીજી રીતે પણ ત્રણ પ્રકાર પડે છે –
(૧) એક ગુણથી બીજા ગુણને પૃથક માન. જેમકે “તમનિ” અર્થાત્ આત્મામાં સત્તા અને ચૈતન્ય છે. આમાં ચૈતન્યથી સત્તાને પૃથક્ માનવામાં આવી છે, અર્થાત્ ચૈતન્ય વિશેષ ધર્મ છે અને સત્તા એ સામાન્ય ધર્મ છે.
(૨) વસ્તુ અને તેના પર્યાય વચ્ચે ભિન્નતા માનવી. જેવી રીતે કે “કસ્તુપચવ ક્ય' અર્થાત્ દ્રવ્ય વસ્તુ અને પર્યાયથી યુક્ત છે; પદાર્થને બેધ વસ્તુ અને પર્યાય દ્વારા થાય છે. અત્ર વસ્તુ અને તેના પર્યાયને ભિન્ન ગણવામાં આવ્યાં છે.'
(૩) ગુણ અને ગુણને ભિન્ન માનવા. દાખલા તરીકે, “ક્ષળવદ સુણી વિજાણો બીવા” એટલે કે વિષયાસક્ત જીવ એક ક્ષણ સુખી છે. અત્ર સુખી જીવ અને તેના સુખ વચ્ચે ભિન્નતા દર્શાવવામાં આવી છે.' સંગ્રહ
વસ્તુઓમાં રહેલી વિશેષતા તરફ ઉદાસીન રહીને, તગત સમાનતાને જ દયાનમાં લેનારે નય સંગ્રહ નય છે, દાખલા તરીકે, બધા આત્માઓમાં રહેલી સમાન જાતિને લક્ષ્યમાં રાખીને એમ કહી શકાય કે સર્વે શરીરમાં એકજ આત્મા છે. સત્તારૂપી પર સામાન્યને ગ્રહણ કરનારે સંગ્રહ નય પર-સંગ્રહ’ કહેવાય છે, જ્યારે દ્રવ્યત્યાદિક અપર (અવાંતર) સામાન્યને ઉદ્દેશીને કથન નરનારે નય “અપર–સંગ્રહ” કહેવાય છે.
૧ આરો૫. ૨ જુઓ શ્રીદેવચકત “આગમચાર” રૂપ જુઓ શ્રીવાદિદેવસૂરિકૃતિ પ્રમાણનયતત્ત્વાલકાલંકારના સાતમા પરિછેદના ૮-૧૦ સ.