SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. સ્તુતિચતુર્વિશતિકા [૧ શ્રી ઋષભઅથાંત અરિહંત તીર્થકરો) અર્થ કહે છે અને તે અર્થ રૂપી ઉપદેશનું શ્રવણ કર્યા બાદ ગણુધરે તે તે અર્થને સૂત્રરૂપે ગુંથે છે. અહિં એ નિવેદન કરવું અસ્થાને નહિ ગણાય કે દ્વાદશાંગીની રચના બધા ગણધરે મળીને કરતા નથી, પરંતુ દરેક ગણધર-તીર્થંકરના જેટલા ગણધરે હોય તે પૈકી દરેક, પિતાપિતાના શિષ્ય-સમુદાયને માટે દ્વાદશાંગી રચે છે. આ પ્રમાણે દ્વાદશાંગીની સંખ્યા ગણધરના જેટલી છે. પરંતુ એ વાત ભૂલવા જેવી નથી કે આ બધી દ્વાદશાંગીઓ શબ્દતઃ જૂદી જૂદી હોવા છતાં પણ અર્થતઃ તે એકજ છે. વિશેષમાં તીર્થંકરના નિર્વાણ પછી જે ગણધરને તેમણે પિતાની હૈયાતીમાં પિતાના શાસનપ્રવર્તક તરીકે અનુજ્ઞા આપી હોય તે નાયક ગણાય છે અને તેની દ્વાદશાંગી ચાલુ રહે છે, અર્થાત્ બીજા ગણધરો વિદ્યમાન હોય તે પણ તેમના શિષ્ય આ દ્વાદશાંગીને અનુસરે છે. કંદર્પનું સ્વરૂપ હિંદુ શાસ્ત્રોમાં કં૫ને રતિના પતિ તરીકે ઓળખાવવામાં આવ્યું છે. આથી લઈને તે એને “રતિ–પતિ” કહેવામાં આવે છે. વિશેષમાં એનાં બાણે અને ધનુષ્ય પુષ્પનાં બનેલાં છે એવું ત્યાં કથન છે. આ કારણને લીધે તે “પુષ્પ–ધન્વા” પણ કહેવાય છે. વળી એની પાસે પાંચ બાણે હેવાને લીધે એને “પંચબાણ” પણ કહેવામાં આવે છે. એના મિત્રનું નામ વસંત છે. આથી એ “વસંત-સુહત ” કહેવાય છે. શંવર અને શૂર્પક એ એના શત્રુઓનાં નામ છે. આથી કરીને તે “શવરારિ', “શૂર્પકારિ” નામથી ઓળખાય છે. વિશેષમાં મકર એ એના દવજનું ચિહ્ન હોવાથી એ “મકર-વજ” પણ કહેવાય છે. એમ કહેવામાં આવે છે કે એક વખત મહાદેવ તપમાં લીન થયા હતા તે સમયે તેને ચલિત કરવાને આ કંદ પિતાનું સમસ્ત શૂરાતન વાપર્યું હતું અને તેથી કરીને મહાદેવ કે પાયમાન થયા અને તેમણે તૃતીય લેશન દ્વારા અગ્નિની વૃષ્ટિ કરી તેને બાળીને ભસ્મીભૂત કર્યો હતે, છતાં તે મરીન ગયે; પરંતુ દેહ-રહિત બને. (આથી તે તેને અનંગ' તરીકે ઓળખાવવામાં આવે છે.) ૧ અરિહંત કહે કે તીર્થકર કહે એ બધું એકજ છે. રાગ-દ્વેષાદિ શત્રુઓને સંહાર કરનારા અરિહંત કહેવાય છે. પંચપરમેષ્ટિમાં અહિત પ્રથમ પદ ભોગવે છે અને તે આઠ પ્રાતિહાર્ય અને ચાર અતિશય એમ બાર ગુણે કરીને સંપન્ન હોય છે. ૨ આ શિષ્ય-સમદાયને “ગણ” એવા નામથી ઓળખાવવામાં આવે છે અને તેથી તે આ શિષ્યોના ગુરૂને ગણધર' તરીકે ઓળખવા ન્યાયે સમજાય છે. ૩ અત્રે એ ઉમેરવું વધારે પડતું નહિ ગણાય કે દીર્ધાયુષી ગણધર મહારાજને ગણની અનુજ્ઞા હોય છે. તેથી કરીને બાકીના અ૫-જીવી ગણધર પિતાને શિષ્ય-સમુદાય તેમને અર્પણ કરીને જ મેક્ષે જાય છે એટલે સમસ્ત સાધુ-સમુદાય એકજ દ્વાદશાંગીને અનુસરનારો રહે છે. ૪ સરખા– "अरविन्दमशोकं च, चूतं च नवमल्लिका। नीलोत्पलं च पञ्चैते, पञ्चबाणस्य सायकाः ॥" અથત – અરવિન્દ, અશેક, આમ્ર, નવલિકા અને નીલ કમલ એ પંચબાણ (કંદ)ના પાંચ શરે (બાણે) છે
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy