________________
જિનસ્તુતય: ]
स्तुतिचतुर्विंशतिका
તીર્થંકર અને સામાન્ય–કેવલિમાં રહેલા તફાવત—
જો કે તીર્થંકર અને સામાન્ય-કેવલિ એ બંને સર્વજ્ઞ છે-મન્નેએ કેવલજ્ઞાન (સંપૂર્ણ જ્ઞાન) સંપાદન કર્યું છે-એ એમાંથી કેાઈ પણ એક ખીજાથી જ્ઞાનમાં ઉતરે કે ચડે તેમ નથી, છતાં પણુ એકને તીર્થંકર અને ખીજાને સામાન્ય-કેવલિ કહેવામાં આવે છે એટલુંજ નહિ પરંતુ તીર્થંકરને સામાન્ય–કેવલિ કરતાં ઉંચા દરજ્જાવાળા પણ ગણવામાં આવે છે તેનું શું કારણ છે તે તરફ નજર કરીએ.
૧૫
આ બન્નેમાં આવા પ્રકારના ભેદ-ભાવ રાખવાનું કારણ એ છે કે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘરૂપી તીર્થની સ્થાપના તીર્થંકરદ્વારાજ થાય છે. તેમજ વળી પુણ્ય-પ્રકૃતિમાં તીર્થંકર સામાન્ય-કૅવલિથી ચડિયાતા છે અને એથી કરીને તે તે અલૈકિક સૌભાગ્યના સ્વામી છે. પરંતુ એ ધ્યાનમાં રાખવું કે તીર્થંકર અને સામાન્ય-કેવલિ એ બંને તેજ ભવમાં મેક્ષે જાય છે અને આ પ્રમાણે મુક્તિ-રમણીને એક વખત વર્યાં પછી તેઓ વચ્ચે આવે ભેદ–ભાવ રહેતા નથી; અર્થાત્ તીર્થંકરત્વને અંગે રહેલા ભેદભાવ નષ્ટ પામતાં–નિર્વાંગુ પદને પ્રાપ્ત કર્યાં બાદ તેઓ બન્ને સમાન અને છે.
મન્દાર-કુસુમ
સન્તાર એ કલ્પવૃક્ષનું એક નામ છે. આનાં પુષ્પા અતિ ઉત્તમ છે, છતાં પણ એ ધ્યાનમાં રાખવું કે શ્રીજિનેશ્વરની આગળ દેવતાઓ જે પુષ્પાની વૃષ્ટિ કરે છે, તેની સાથે ટક્કર ઝીલવા આ સમર્થ નથી.
૧ સામાન્ય—કેવલિમાંના ‘સામાન્ય’ શબ્દ ઉપરથી એવા ધ્વનિ નીકળે છે કે કેલિએના પણ પ્રકાર હોવા જેઈએ અને વસ્તુ-સ્થિતિ પણ તેવીજ છે. અર્થાત્ કેવલ-જ્ઞાનિના સામાન્ય કેવલિ, મૂક-કેવલ, અંતકૃત્–કેવિલ, અશ્રુત્વા–કેવલિ, સ્વયંબુદ્ધ, પ્રત્યેકબુદ્ધ, બુદ્ધ, આદિ અનેક પ્રકારે છે. આ બધાનું સ્વરૂપ શ્રીભગવતી ( શ૦ ૯, ઉ૦ ૩૧ )માં તેમજ ચેાગબિન્દુ પ્રમુખ ગ્રન્થામાંથી મળી શકશે.
'
૨ સાધુપ્રમુખ ચતુર્વિધ સં‰રૂપી તીર્થ તે અતિપૂજનીય છે અને એને તેા તીર્થંકર પશુ ૮ નો તિથલ્સ ' એવા શબ્દોચ્ચારપૂર્વક નમસ્કાર કરે છે. ‘તીર્થ ’ શબ્દના અર્થ 'દ્વાદશાંગી ' યાને આર અંગાના સમૂહ ’ પણ થાય છે. ( અંગ શબ્દની માહિતી સારૂ જુએ તતીય લેાકનું સ્પષ્ટીકરણુ, ) વળી * સીયતેનેનેતિ સાથૅક્ ’ અર્થાત્ જેના વડે સંસાર-સાગર તરી શકાય તે તીર્થં છે, એવા ‘ તીર્થ ’ શબ્દના વ્યુત્પત્તિઅર્થ કરતાં એમ જોઈ શકાય છે કે તીર્થંકરને પણુ ‘તીર્થ ’ શબ્દથી સંખેાધી શકાય,
'
વિશેષમાં તીર્થ શબ્દના ચતુર્વિધ સંધ અને દ્વાદશાંગી એ બે અર્થોં ઉપરાંત પ્રથમ ગણધર એવા પણુ અર્થ શાસ્ત્રમાં કરવામાં આવ્યા છે. આ વાત શ્રીભગવતીસૂત્રમાં આપેલા ‘તિષં મંતે ! તિત્ય તિસ્થળો તિર્થં ? નોયમા ! અરિહા તાવ નિયમા તિથો, તિરૂં પુળ ચાલવળાફળો સંઘો વમળો વા 'પાઠ ઉપરથી જોઈ શકાય છે.
અત્ર એ નિવેદન કરવું વધારે પડતું નહિ ગણાય કે · તીર્થ ’ શબ્દથી ચતુર્વિધ સંત્ર એવેા અર્થ કરતી વેળાએ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાની અર્થાત્ એ પ્રત્યેકની એક એક સંખ્યા હોય, તે પણ તેના સમુદાયને ‘સંધ’ તરીકે ઓળખાવી શકાય છે. આવી વાત આ પંચમ કાલના અંતમાં બનનાર પણ છે; અર્થાત્ આ શ્માની આખરે એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા એટલાજ સમુદાય તીર્થ ' તરીકે ઓળખાશે; ત્યાર પછી તીર્થના ઉચ્છેદ થશે અને અધર્મ પ્રવર્તશે.
"