SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ તુતિચતુર્વિશતિકા [૧ શ્રી ઋષભનાભિ-નરેશ નાભિ નરેશના પિતાનું નામ મરૂદેવ અને તેમની માતાનું નામ શ્રીકાંતા હતું. તેઓ આ અવસર્પિણી કાલના ત્રીજા આરામાં જન્મ્યા હતા. તેમની સાથે મરૂદેવાને પણ જન્મ થયું હતું અને યુગલિક ધર્મ પ્રમાણે તેમણે તેની સાથે પાણિગ્રહણ કર્યું હતું. તેમનું શરીર સવા પાંચશે ધનુષ્ય પ્રમાણ ઊંચું હતું અને તેઓ સુવર્ણના જેવી કાંતિવાળા હતા. તેઓ હાકાર, માકાર અને ધિક્કાર એ ત્રણ પ્રકારની નીતિપૂર્વક યુગ્મધર્મી મનુષ્યને શિક્ષા આપતા હતા. - ૧-૨ જેમ હિંદુ શાસ્ત્રમાં કાલના કત', દ્વાપર', ત્રેતા” અને “કલિ” એમ ચાર યુગરૂપી વિભાગો પાડવામાં આવ્યા છે, તેવી રીતે જૈન શાસ્ત્રમાં છ છ પેટા-વિભાગવાળા “ઉત્સર્પિણી” અને “અવસર્પિણી” એમ કાલના બે મુખ્ય વિભાગો પાડવામાં આવ્યા છે. આ દરેક વિભાગના છ પેટા-વિભાગોને આરા (સર) કહેવામાં આવે છે. આરા તે ચક્રને હોય છે, તે શું ત્યારે ચક્ર જેવી કંઈ કલ્પના આ સંબંધમાં કરવામાં આવી છે કે કેમ તેવો પ્રશ્ન સહજ ઉદભવે છે. આ પ્રશ્નના ખુલાસામાં સમજવાનું કે એક ઉત્સર્પિણીરૂપી કાલ-વિભાગ અને તે પૂરો થતાં તરતજ શરૂ થતે અવસર્પિણીરૂપી કાલ-વિભાગ મળીને એક “કાલ-ચક્ર બને છે. અત્યાર સુધીમાં તે એવાં અનંત કાલચકે વ્યતીત થઈ ગયાં છે, અને હવે પછી પણ એવાં અનંત કાલ-ચક્રો પસાર થનારાં છે. કે ઉત્સર્પિણી અને અવસર્પિણી એ બંને કાલ-વિભાગે વર્ષોમાં–સમયમાં સરખા છે, છતાં પણ એકને ઉત્સર્પિણી” અને બીજાને “અવસર્પિણી” કહેવાનું કારણ એ છે કે ઉત્સર્પિણ-કાલ-વિભાગ રૂપ, રસ, ગંધ, શરીર, આયુષ્ય, બલ, ઈત્યાદિમાં ચઢતે છે, જ્યારે અવસર્પિણીના સંબંધમાં એથી વિપરીત હકીકત છે. વિશેષમાં, દરેક ઉત્સર્પિણી તેમજ અવસર્પિણના ત્રીજા-ચોથા આરામાં ભારત અને ઐરાવત ક્ષેત્રમાં રોવીસ ચોવીસ તીર્થકરે થાય છે. અત્યારે અવસર્પિણી કાલનો પાંચમો આરો યાને પંચમ કાલ પ્રવર્તે છે. તેના ૨૪૫૦ વર્ષો વ્યતીત થયા છે. એકંદર રીતે પાંચમો આર ૨૧૦૦૦ વર્ષ છે અને ત્યારબાદ તેટલાજ વર્ષને અતિશય દુઃખદાયી છઠ્ઠો આરે પ્રવર્તશે; અને ત્યાર પછી ઉત્સર્પિણીના પ્રતિમાનુક્રમે છ આરાઓ ચાલશે અને પછી પાછો અવસર્પિણી એમ અનેક કાલ–ચકે ચાલ્યા જ કરશે. ૩ માતાની કુક્ષિમાં પુત્ર અને પુત્રી રૂપે જે સાથે ઉત્પન્ન થાય તે દરેકને “યુગલ” કહેવામાં આવે છે. અત્ર યુગલિક શબ્દ આવા પ્રત્યેક જીવોને આશ્રીને વાપરવામાં આવ્યો છે. અર્થાત કાલ-બલે બાલક અને બાલિકા સાથેજ ઉત્પન્ન થાય; કોઈપણ બે પુરૂષ કે બે સ્ત્રી અથવા એકલે પુરૂષ કે એકલી સ્ત્રી ઉત્પન્ન ન થાય; અને આવી રીતે સાથે ઉત્પન્ન થયેલાં બાલક-બાલિકાનો પુરૂષ-સ્ત્રી તરીકેનો સંબંધ તીવ્ર પ્રેમ વિના તેમજ વિવાહ વિના પણ કુદરતી રીતે ટકી રહે તે “યુગલિક ધર્મ કહેવાય. વિશેષમાં યુગલિક શબ્દ “પંકજ' શબ્દની માફક યોગરૂઢ છે, તેથી કરીને કૃષિ આદિ કર્મથી રહિત અને કલ્પવૃક્ષથી નિર્વાહ કરનારાં સાથે જન્મેલાં સ્ત્રી પુરૂષને તે વાચક છે. આ યુગલિકના વિશિષ્ટ સ્વરૂપે સારૂ જાઓ શ્રીજમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ, દ્વિતીય વક્ષસ્કાર, ૨૧ મું સૂત્ર. ૪ આડા જવ, અંગુલ આદિ ગણતરીથી જે હાથને હિસાબ કરાય છે તેવા ચાર હાથનું માપ ધનુષ્ય કહેવાય છે. ૫-૬-૭ ઈપણ મનુષ્ય દુરાચરણ કર્યું હોય, તે તેને હા, તેં દુષ્કૃત્ય કર્યું એમ કહેવું એટલીજ શિક્ષા કરવી તેપણ તેને સારુ બસ હતી, એ પણ એક જમાન હતું. આ નીતિને “હાકારનીતિ કહેવામાં આવે છે, અને તે આ અવસર્પિણી કાલના ત્રીજા આરા પર્યત યુગલિક જ પરત્વે પ્રચલિત હતી. જ્યારે આ નીતિને પ્રભાવ કમી થયે, ત્યારે આની સાથે સાથ “માકાર'નીતિ દાખલ કરવામાં આવી; અને અંતમાં “ધિકાર'નીતિ પણ પ્રચલિત થઈ. “માકાર'નીતિને એ અર્થ છે કે કોઈએ “હાકાર” નીતિનું ઉલંધન કરીને ભારે અપરાધ કર્યો હોય. તે તેને કહેવું કે “આવું કાર્ય ફરીથી કરીશ મા, તે “માકારનીતિ છે. આટલેથી પણ જેને અકલ નહિ આવે એવા મહાનુ અપરાધીને તિરસ્કાર કરવો-તેને ધિક્કાર, તે ધિક્કારનીતિ છે. આ હકારાદિક નીતિનું સ્વરૂપ આવશ્યક-નિયુક્તિમાં આપ્યું છે.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy