________________
જિનસ્તુતા: }
स्तुतिचतुर्विंशतिका
આ ઉપરથી સમજી શકાય છે કે કમ એ પુદ્ગલ-વિશેષ છે અને કેટલાક અન્ય દર્શનકાર માને છે તેમ તે કાલ્પનિક વસ્તુ નથી, પરંતુ ખરેખરી વસ્તુ છે. કષાયને વશીભૂત થયેલ આત્મા કર્મ-વગ ણા-ચાગ્ય પુદ્ગલાને ગ્રહણ કરી તેને પોતાની સાથે ક્ષીરર અને નીરની માફક મેળવી દે છે. વળી કમ અને આત્માના સબધ અનાદિ કાલના છે; પર`તુ કોઈ પણ કમ –વ્યક્તિ આત્માની સાથે હંમેશને માટે રહી શકતી નથી, અર્થાત્ તે અનાદિ નથી. આ કર્મના આઠ મુખ્ય ભેદો છે અને તે તેની પ્રકૃતિને અગે પાડવામાં આવેલા છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મહનીય, આયુષ્ય, નામ, ગેાત્ર, અને અન્તરાય એ ઉપર્યુક્ત આઠ ભેદો છે.પ (૧) આમાં જ્ઞાનાવરણીય કર્મ આત્માની નૈસગિક જ્ઞાનશક્તિને આચ્છાદિત કરે છે; અને આ આવરણના સ'પૂર્ણ વિલય થતાં આત્મા સર્વજ્ઞ બને છે—તે કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. ( ૨ ) દર્શન એ એક પ્રકારનું સામાન્ય જ્ઞાન છે; અને આ દર્શન-શક્તિને દબાવવાનું કાર્ય દર્શનાવરણીય કમ કરે છે. (૩) સુખ-દુઃખના અનુભવ કરાવવાનું કામ વેદનીય કર્મનું છે. ( ૪ ) આત્માની અધોગતિ કરવામાં અગ્ર ભાગ ભજવનારૂં માહનીય કર્મ આત્માને યથા શ્રદ્ધા તેમજ સયમ સપાદન કરવામાં વિઘ્નરૂપ છે. ( ૫ ) આયુષ્ય કર્મ કાઇપણ પ્રાણી તે ભવમાં ક્યાં સુધી જીવનાર છે, તે નક્કી કરે છે અને આ આયુષ્ય કમ ના સવ થા ક્ષય થતાં આત્મા શાશ્વત ગતિના ભાજન અર્થાત્ મુક્તિ-મુન્દરીને સ્વામી બને છે. ( ૬ ) નામ કમ શુભ-અશુભ શરીર, રૂપ, યશ, ઈત્યાદિનું કારણ છે. ( ૭ ) આ ઊંચ છે, આ નીચ છે, ઇત્યાદિ વ્યવહારનું કારણ ગાત્ર કમ છે. ( ૮ ) અ`તરાય કર્મનું કાર્ય તે તેના નામ ઉપરથી જોવાય છે તેમ વિઘ્ન નાંખવાનુ` છે; કરવા લાયક કાર્ય પણ ઈચ્છા હોવા છતાં પણ ન કરવા દેવુ' એમાંજ એની બહાદુરી સમાયલી છે. આ અન્તરાય ક રૂપી શત્રુના ઉપર વિજય મેળવવાથી આત્મા અનન્ત વીર્યરૂપ ગુણ અનુભવે છે.
ی
આકાશ અને કાલના સંબંધમાં કંઈ ખાસ કહેવા જેવું નથી. પરંતુ કમ જ્યારે પુદ્ગલાત્મક છે, તે પછી ‘પુદ્ગલ’ શબ્દથી શું સમજવાનું છે તે જાણવું આવશ્યક છે. રૂપ, રસ, ગન્ધ અને સ્પથી જે યુક્ત હાય તે ‘પુદ્દગલ’ કહેવાય છે. જે જે વસ્તુએ આ દુનિયામાં આપણી દૃષ્ટિ-ગેાચર થાય છે, તે બધી પુદ્ગલાત્મક છે, એમ કહેવું ખાટું નથી; કેમકે રૂપી પાનુંજ આપણને અવલાકન થઈ શકે તેમ છે. વિશેષમાં શબ્દ, છાયા, ધકાર, ઇત્યાદિ પદાર્થે જૈન દૃષ્ટિએ પુદ્ગલ છે. આ બધાના યત્કિંચિત્ સ્વરૂપ સારૂ જીએ મુનિશ્રી ન્યાયવિજયજીકૃત ન્યાયકુસુમાંજલિ ઉપરનું મારૂં વિવેચન (પૃ. ૨૨૦-૨૨૪) અને સવિસ્તર માહિતીને સારૂ તે જુ વાચકર્યશ્રી ઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થાધિગમસૂત્રના પાંચમા અધ્યાય.
6
૧ ધ, માન, માયા અને લાભ એ ‘ કષાય ' કહેવાય છે. કષાય ' ( કષ+આય ) એટલે સંસારને લાભ ’; જે દ્વારા સંસારમાં રખડપટ્ટી કર્યાં કરવી પડે તે ‘ કષાય ’ છે.
૨૧. ૐ જય.
૪ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એમ ચાર અપેક્ષાપૂર્વક કર્યાંના ભેદો પડી શકે છે. તેમાં પ્રકૃતિ=સ્વભાવ; સ્થિતિ=ટકી રહેવું; રસ=ચિકાસ; અને પ્રદેશ=(કમના) પરમાણુઓ.
૫ આ પ્રમાણે કમેર્યાંના ક્રમ આપવામાં પણ રહસ્ય સમાયલું છે અને તે જાણવું હાય તેા પ્રજ્ઞાપના સૂત્રના પૃ૦ ૪૫૪ તરફ દૃષ્ટિ-પાત કરો.
૬ કર્મ'નું સ્થૂલ સ્વરૂપ ન્યાયસુમાંજલિમાં પૃ૦ ૩૪, ૩૩૦-૩૩૩ ઉપર આપ્યું છે, ત્યાં જોવાથી મામ પડશે. વિશેષ માહિતીને સારૂ તે શિવશર્મકૃત કમ્મપયડી (કર્મપ્રકૃતિ ) દેવેન્દ્રસૂરિચિત કર્મગ્રથ, ચન્દ્રાર્થિપ્રણીત પ‘ચસ ગ્રહુ વિગેરે અનેક ગ્રંથો જેવા લાયક છે.