________________
તુતિથતુર્વિશતિકા
[ ૧ શ્રીનાથજરતની અનેક યુક્તિઓ રજુ કરી શકાય તેમ છે. તે પછી પ્રભુને દેષિત ગણવા એ ક્યાંને ન્યાય વાર? વિશેષમાં જે વસ્તુ સર્વા, સર્વથા અશક્ય હોય તેને શક્ય નહિ બનાવી શકનારને જે તહેશે અસમર્થ ગણવામાં કે કહેવામાં આવે, તે તેવું અસામર્થ્ય પણ પ્રભુમાં ઈષ્ટ છે, એમ જૈન શાસન ખુલ્લી રીતે સ્વીકારે છે. વળી આ વાત અંગીકાર નહિ કરવાથી તે સર્વથા સમર્થ અર્થાત ખરેખરા અશક્યને-નહિ કે નામધારી અશકયને પણ શક્ય કરી શકવાને દા કરનારાના ભગવાન્ આજ દિન સુધી સંસારમાં દુઃખથી પીડિત થતા જીને ઉદ્ધાર કરી શક્યા નહિ તેમજ હજી પણ તે તરફ પ્રવૃત્ત થતા નથી, તેનું શું કારણ એ જાણવું બાકી રહે છે.
કર્મ? એ જૈન શાસ્ત્રને પારિભાષિક શબ્દ છે. જેમ અન્ય દર્શનકારાએ, દાખલા તરીકે સાંપે પ્રકૃતિનીર, તે નૈયાયિક–વૈશેષિકે અદષ્ટની, તે અદ્વૈતવાદીએ માયા કે અવિદ્યાની, તે કેઈકે પ્રારબ્ધ કે સંચિતની સત્તા સ્વીકારી છે, તેમ જૈન દર્શનકારે કર્મની સત્તા સ્વીકારેલી છે. એ તે સહુ કઈ જાણે છે કે જગતમાં જીવ અને અજીવ એ સિવાય અન્ય કોઈ ત્રીજે પદાર્થ નથી; આખી આલમના સમસ્ત પદાર્થોને આ બે કટિમાં અંતભવ થાય છે, કર્મ નામને પદાર્થ અજીવની કટિમાં આવી જાય છે. વધારે સ્પષ્ટ શબ્દમાં કહીએ તે ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય અને કાલ” એવા અજીવ પદાર્થના પાંચ પેટા-વિભાગમાંના પગલાસ્તિકાય યાને પુગલનામક વિભાગમાં કર્મને સમાવેશ થાય છે.
૧ સરખા
ક્ષીરસમાન જલથી પરિપૂર્ણ એવા ક્ષીર-સમુદ્રમાં પણ નાંખેલે ફૂટેલો ઘડે ભરાતો નથી, તે તેમાં શું સમુદ્રને દોષ ખરે કે વસંત ઋતુમાં સમસ્ત વનસ્પતિ પલ્લવિત થાય છે, તેને પત્ર, પુષ્પ, આવે છે, જ્યારે કરીર વૃક્ષ (કેરડાનું ઝાડ) કોરું રહી જાય છે તેમાં દેષ કોને વારૂ
૨ સત્વ, રજસ્ અને તમન્ એ ત્રણ ગુણની સામ્યવસ્થાને “પ્રકૃતિ ” કહેવામાં આવે છે. ૩ વૈશેષિક અષ્ટને આત્માને ગુણ માને છે, અર્થાત્ તેઓ તેને અપગલિક, અરૂપી માને છે.
૪માયા સપ પણ નથી તેમજ અલ્પ પણ નથી; કિન્તુ એ અનિર્વચનીય છે, અને આ જગન્ના પ્રપંચનું કારણ છે, એમ અદ્વૈતવાદીઓ માને છે.
૫ જીવના સ્વરૂપ સંબંધી જૈન માન્યતા અન્ય દર્શનકારની માન્યતાથી જૂદી છે તેમજ જાણવા લાયક છે. શ્રીવાદિદેવસૂરિએ પતે રચેલા પ્રમાણ-નય-તત્ત્વાલકાલંકારનામક ગ્રંથના સપ્તમ પરિચ્છેદના પ૬ માં સૂત્રમાં આ જૈન માન્યતાને આબેહુબ ચિતાર આપતાં તે મહર્ષિએ ત્યાં એમ કહ્યું છે કે
" चैतन्यस्वरूपः परिणामी का साक्षाद् भोक्ता देहपरिमाणः प्रतिक्षेत्र भिन्नः पौद्गलिकादृष्टवांश्वायम्."
૬-૧૦ ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાયને બદલે ધર્મ, અધમ, આકાશ, પદગલ અને જીવ એવા શબ્દને પણ પ્રયોગ કરવામાં આવે છે. પરંતુ તેમ થતાં લણી વખત અન્ય વિદ્વાને તે ધર્મ અને અધર્મને “પુણ્ય” અને “પાપ” તરીકે સમજવાની ગંભીર ભૂલ કરે છે. ધર્મ અને અષમ નામના બે પદાર્થો આખા લોકમાં આકાશની માફક વ્યાપક અને અરૂપી છે; અને જેમ આકાશ અન્ય પદાર્થોને અવકાશ આપવામાં નિમિત્ત કારણ છે, તેમ આ બે પદાર્થો પણ જીવ અને પુદગલને ગતિ અને સ્થિતિ કરવામાં સહાયા છે, એમ જૈન શાસનું માનવું છે,