________________
જિનતુતયા ]
स्तुतिचतुर्विंशतिका જાતિભવ્ય મેક્ષે કેમ ન જાય એ અત્ર પ્રશ્ન રજુ કરનારાએ એ ધ્યાનમાં રાખવું કે જેમ સમસ્ત મૃત્તિકા ઘટ બનવાને લાયક હોવા છતાં પણ તે તમામ મૃત્તિકા ઘટરૂપે કદાપિ પરિણમતી નથી, તેમ મેક્ષ મેળવવાને લાયક એવા સર્વ પ્રાણીઓ મેક્ષ-નિર્વાણ પામતા નથી. ભવ્યની સંખ્યા
આ જગતમાં અભવ્ય છે કરતાં ભવ્ય ની સંખ્યા વિશેષ છે એટલું જ નહિ, પરંતુ તે અનન્તર છે, એ વાત ભૂલવા જેવી નથી. કેમકે અનન્ત કાલ થયાં સંસારમાંથી પ્રતિસમય
જો નિવણ-પદને પ્રાપ્ત કરી રહ્યા છે, આમ હેવા છતાં પણ કઈ પણ કાલે સંસારમાં ભવ્ય-જીવ રહેશે જ નહિ એવું બનનાર નથી; અર્થાત્ અનંત કાલ વીતી જાય તો પણ આ સંસાર ભવ્ય-જીવ-રહિત બનશે નહિ 9 9 % 8-
. . . . અભવ્યને પ્રતિબંધિત નહિ કરી શકવાનું કારણ– - હવે આ શ્લોકમાં ઋષભ પ્રભુને સૂર્યની ઉપમા આપી છે તે યથાર્થ છે. કેમકે જેમ સૂર્ય પિતાનાં કિરણે વડે અંધકારને નાશ કરી, સૂર્ય-કમલને વિકસ્વર કરે છે, તેમ આ પ્રભુ પણ પિતાની અમૃતમય દેશના વડે ભવ્ય જીના મિથ્યાત્વ–અજ્ઞાનરૂપી અંધકારને અંત લાવી, તે જીને પ્રતિબંધ પમાડે છે. પરંતુ અત્રે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે પ્રભુને ભવ્યજીવરૂપી– જ કમલના પ્રતિબંધક તરીકે કેમ ઓળખાવ્યા છે? શું તેમનામાં સર્વ જીને પ્રતિબંધિત કરવાની શક્તિ નથી વારૂ ? અને તેમ હોય તે એથી કરીને તેમની અસમર્થતા પ્રકટ થતી નથી કે? આના સમાધાનમાં સમજવું કે પ્રભુ અભવ્ય પ્રાણીઓને પ્રતિબંધિત કરી શકતા નથી, તેથી તેઓ અસમર્થ છે, એમ માનવું યુક્તિ-યુક્ત નથી. કારણકે સમસ્ત જગતને પ્રકાશિત કરવામાં સમર્થ એ સૂર્ય પણ ઘુવડને વિષે પ્રકાશ પાડી શકતા નથી, પરંતુ તેથી શું તે દેષ–પાત્ર ઠરે છે ખરો કે નહિ જ. વળી સૂર્ય પણ સૂર્ય-કમલને જ વિકાસ કરી શકે છે અને નહિ કે ચન્દ્ર-કમલને. જ્યારે વસ્તુ-સ્થિતિ આમ છે, તે પછી ઉપદેશરૂપી અમૃતનું પાન કરાવીને ભવ્ય જીવને જન્મમરણની શંખલાથી વિમુક્ત બનાવી તેમને મુક્તિ-રમણીને સંગમ કરાવી આપનારા પ્રભુ પણ અત્યંત મલિન કર્મથી બદ્ધ એવા અભાના ઉપર અસર કરી શકે નહિ, તે તેથી તેમનું અસામર્થ્ય સિદ્ધ થાય છે ખરું કે? ઉલટું એમ માનવું જોઈએ કે આ તે એવા જીનું દુર્ભાગ્ય સૂચવે છે. વળી ઊષર ક્ષેત્રમાં થયેલી જલની વૃષ્ટિ ત્યાં તૃણદિક ઉત્પન્ન કરી શકતી નથી અને તેમ છતાં પણ તે લેકને વિષે નિન્ય ગણતી નથી, પરંતુ ઉલ ક્ષેત્રને વાંક કાઢવામાં આવે છે. આવી
૧ માટી.
૨ જેનો કદાપિ અંત ન આવી શકે, તે અનંત” કહેવાય છે. અનંત” શબ્દને આ સામાન્ય અર્થ સમજવા ઉપરાંત જૈન શાસ્ત્રમાં બતાવેલ વિશેષ અર્થ સમજવાની જરૂર છે. તેને સારૂ તે જુઓ વિનયવિજયજીત દ્રવ્ય-ક-પ્રકાશ, સર્ગ ૧ લે, તથા અનુગદ્વાર. અત્ર તે એટલું જ કહેવું બસ થશે કે અનુક્રમે સંખ્યા કરવા જતાં ચારે ગતિમાંથી કેઈપણ છવથી જેને અંત ન લાવી શકાય તે “અનંત' કહેવાય છે. ૩ ભવ્ય, અભવ્યાદિકની વિશેષ માહિતી સારૂ જુઓ પ્રવચનસારે દ્વાર, જીવકુલક.
.