SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ તુતિચતુર્વિશતિકા [૧ શ્રી ઋષભઅgવામ!= સુવર્ણના જેવી કાંતિવાળા! | નાગુ (મૂહગાણુ)=અસુરે દેવ-વિશેષ)ના સમૂહ વડે | ગge (મૂળ ગર)=અસુરે વડે. બ્લેકાર્થ શ્રીગડવભજિનેશ્વરની સ્તુતિ– “હે ભવ્ય(જીવ)રૂપી કમલને વિકાસ કરનારા અદ્વિતીય સૂર્ય ! હે વિરતીર્ણ (જ્ઞાનાવરણીયાદિક) કર્મોની શ્રેણિરૂપી કદલીનું મર્દન કરનારા) ગજ (રાજ ) ! જેનાથી અથવા જેની નષ્ટ થઈ છે મોટી મોટી આપત્તિઓ એવા હે (નાથ)! (કાન્તિ-સમૂહ વડે) સમન્વતઃ દેદીપ્યમાન એવા અસુરના સમુદાયે ભક્તિપૂર્વક વન્દન કર્યું છે જેનાં ચરણકમલને એવા હે (વીતરાગ) ! સર્વથા ત્યજી દીધા છે. આરબ્બો જેણે એવા હે (પરમેશ્વર ) ! હે રોગરહિત (પ્રમો). હે મનુષ્યને આનંદ પમાડનારા (પ્રથમ જિનેશ્વર) ! હે સુવર્ણના જેવી સમગ્ર પ્રભાવાળા (ગીશ્વર) ! હે નાભિ( નરેશ)ના નન્દન (ઋષભદેવ) ! (મેટી આપત્તિઓ નષ્ટ થઈ છે જેની એ) તું પણ્ડિતેને ઉત્સવ સંપાદન કરાવ.”—૧ સ્પષ્ટીકરણ ભવ્યાદિક વિભાગ જૈન શાસકારે સમસ્ત સંસારી જીના “ભવ્ય, “જાતિભવ્ય” અને “અભવ્ય” એવા ત્રણ વર્ગો પાડે છે. જે જીવે વહેલા કે મોડા પણ અંતે ખશ્ચિત મોક્ષે જવાનાજ છે–મુક્તિપુરીના વાસી બનવાના જ છે, તેઓ “ભવ્ય” કહેવાય છે, જે છ મોક્ષે જવાને અર્થાત્ સંસારપરિભ્રમણથી મુક્ત થવાને લાયક હોવા છતાં–તે પ્રકારનું તેમનામાં સામર્થ્ય હોવા છતાં પણ, તદનુકૂલ સામગ્રી નહિ પ્રાપ્ત કરી શકવાને લીધે કદાપિ કાલે મેક્ષે જશે નહિ-નિર્વાણ પામશે નહિ તે જેને “જાતિ-ભવ્ય” કહેવામાં આવે છે, અને જે જીવો મોક્ષે જવાને માટે કઈ પણ જાતની લાયકાત નહિ ધરાવતા હોવાને લીધેજ હમેશને માટે સંસારરૂપી કેદખાનામાં સંડ્યાજ કરે છે અને કરશે, તે જીવેને “અભવ્ય” સંબોધવામાં આવે છે. ૧ આ જીવને જૈન શાસ્ત્રમાં “સૂક્ષ્મ-નિગોદ” તરીકે ઓળખાવવામાં આવ્યા છે. અર્થાત્ સમસ્ત સંસારી જીવન એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી એમ જે પાંચ વિભાગો પાડવામાં આવ્યા છે, તેમાંના એકેન્દ્રિયના પૃથ્વી-કાય, જલ-કાય, અગ્નિ-કાય, વાયુ-કાય અને વનસ્પતિ-કાય એમ પાછા પાંચ પ્રકારો પડે છે. આમાંના વળી વનસ્પતિ-કાયના સાધારણ” અને પ્રત્યેક એમ બે ભેદો પડે છે. તેમાં સાધારણ વનસ્પતિકાયને “નિગોદ કહેવામાં આવે છે. વળી આ નિગેદના “સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદે છે. તેમાંના સૂક્ષ્મ–સાધારણ–વનસ્પતિકાય છે કે જે “સૂક્ષ્મ-નિગેદીને નામે પણ ઓળખાય છે, તેમાંથી જે છો આ દશામાંથી અન્ય કોઈ પણ દશામાં કદાપિ પરિત થનાર નથી, ત અવ્યવહાર રાશિમાંથી કદાપિ વ્યવહાર રાશિમાં અત્યાર સુધીમાં આવ્યા પણ નથી અને આવશે પણ નહિ જ, તે જાતિ-ભવ્ય કહેવાય છે. જે છે આ સંસારમાં આપણી નજરે પડે છે તે ક્યાં તે ભવ્ય કે અભવ્ય છે, પરંતુ જાતિ-ભવ્ય તે નહિ; કેમકે તેને તે વનસ્પતિકાયના પૂર્વોક્ત ભેદના વર્ગમાં સમાવેશ થાય છે અને આવી વનસ્પતિ આપણી દષ્ટિ-ગેચર થાય તેમ નથી,
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy