SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ હતુતિચતુર્વિશતિકા [૨૪ શ્રીવીરઆચારાંગની શીલાંકસૂરિકૃત વૃત્તિમાં કહ્યું પણ છે કે “विणया णाणं णाणाओ वंसणं दसणाहिं चरणं च। चरणाहिं तो मोक्खो मोक्रखं सोक्खं अणाबाहं ॥" અથ વિનયથી જ્ઞાન, જ્ઞાનથી દર્શન, દર્શનથી ચારિત્ર અને ચારિત્રથી મોક્ષ મળે છે અને અંતમાં મોક્ષમાં અવ્યાબાધ સુખ મળે છે. અંતમાં, સમવસરણના સંબંધમાં જ્યાં જ્યાં ધનુષ્ય, કેશ ઈત્યાદિ ઉલ્લેખ કર્યો છે, ત્યાં તેનું માપ વિનયથી વિભૂષિત, સર્વજ્ઞતાથી સુશોભિત અને અતિશયોથી અલંકૃત એવા અરિહંતના આત્માંશુલથી અને અરિહંતના દેહનું માપ ઉભેધાંગુલથી જાણવું એટલું નિવેદન કરી આ પ્રકરણ પૂર્ણ કરવામાં આવે છે. ૧ સંસ્કૃત છાયા विनयात् ज्ञानं ज्ञानाद् दर्शनं दर्शनात (ज्ञानदर्शनाभ्यां ) चरणं च । चरणात् (ज्ञानदर्शनचारित्रेभ्यः) मोक्षो मोक्षे सौख्यमनाबाधम् ॥ ૨ જૈન શાસ્ત્રમાં “અંગુલના (૧) આત્માગુલ, (૨) ઉત્સધાંગુલ અને (૩) પ્રમાણાગુલ એમ ત્રણ પ્રકારે પાડેલા છે (આ પ્રત્યેકના સૂચી-અંગુલ, પ્રતર-અંગુલ અને ઘન-અંગુલ એમ ત્રણ પ્રકારે પાડેલા છે). તેમાં જે કાળે જે મનુષ્ય પોતાના અંગુલથી એકસો આઠ ગણું ઉચા હોય (એકસો આઠગણું કહેવાનું કારણ એ છે કે મુખ બાર આંગળ જેટલું ઊંચું હોય છે અને મનુષ્ય નવ મુખ જેટલે ઊંચે હોય છે), તેમનું અંગુલ તે આમાંગલ’ કહેવાય. આ ઉપરથી કાલની ભિન્નતાને લઈને આમાંગુલની ભિન્નતા સમજી શકાય છે, પરંતુ પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિમાં તે જે કાલમાં જે મનુષ્ય હોય તેની ઊી ચાઈને એકસો આઠમા ભાગ તે ‘આમાંગુલ’ કહેવાય અને તે અનિયમિત છે એમ જે સૂચવ્યું છે તે ઉપરથી “આત્માંગુલ'ની વ્યાખ્યાના સંબંધમાં મત-ભેદ હોય એમ લાગે છે. (ભરત ચક્રવર્તીને આત્માગુલ તે “પ્રમાણુાંગુલ” કહેવાય. ચારસે ઉસેધાંગુલને એક “સૂચી-પ્રમાણુગુલ” થાય.) વાવ, કુવા, તળાવ, નગર, દુર્ગ, ઘર, વસ્ત્ર, પાત્ર, આભૂષણ, શમ્યા, શસ્ત્ર, ઈત્યાદિ કૃત્રિમ પદાર્થો આત્માગુલ વડે મપાય છે, ત્યારે પર્વત, પૃથ્વી ઇત્યાદિ શાશ્વત પદાર્થો પ્રમાણાંગુલ વડે મપાય છે અને જીવોનાં શરીરે ઉલ્લેધાંગુલથી મપાય છે. ઉસેધાંગુલના સંબંધમાં નીચે મુજબનું સ્વરૂપ મળી આવે છે – શાસ્ત્રકારે પરમાણુના (૧) સક્ષમ નથયિક) અને (૨) વ્યાવહારિક એમ બે પ્રકારે પાડેલા છે. વ્યાવહારિક પરમાણુ નિશ્ચય–નય પ્રમાણે પરમાણુ કહેવાય નહિ, કેમકે તે અનંત નિશ્ચયિક (સૂક્ષ્મ) પરમાણુ મળવાથી બનેલો છે, એટલે તેને “સ્કંધ' કહે એગ્ય છે. પરંતુ ગણત્રી કરવામાં આ વ્યાવહારિક પરમાણુ કામ લાગે છે અને વળી આ પરમાણુને પણ શસ્ત્ર વડે બે ભાગ નહિ થઈ શકતા હોવાથી તેમજ તે અગ્નિ વડે બળી શકે તેમ પણ નહિ હોવાથી તેમજ તેમાં છિદ્ર પણ પાડી શકાય તેમ નહિ હોવાથી વ્યવહાર-નય પ્રમાણે તેને પરમાણુ' ગણ્યો છે. આવા અનંત વ્યાવહારિક પરમાણુ એકઠા મળવાથી એક “ઉત-શ્લેણ-ટ્યુણિકા” થાય. આઠ “ઉત– ણુ-લક્ષુિકા” મળીને એક ક્ષણ-ક્લચ્છુિકા” થાય. (જીવ-સમાસમાં તે અનંત “ઉગ્લસણ-ક્ષણિક મળીને એક “લક્ષણ-શ્વર્ણિકા' થાય એમ કહ્યું છે તે વિચારણીય છે, કેમકે ઉપર્યુકત ઉલેખ ભગવતી પ્રમુખ આગમાં પણ મળી આવે છે). આઠ ક્ષણ-ક્લણિકા” મળીને એક ઊર્ધ-રેણુ', આઠ “ઊર્ધ્વરેણને એક રસ-રેણુ”, આઠ “ગસ-રેણુને એક રથ-રેણુ', આઠ “રથ
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy