________________
જિનરતુત ] स्तुतिचतुर्विंशतिका
૨ટ્સ તરફથી આવી વાયવ્ય કેણમાં અને ઇન્દ્ર પ્રમુખ વૈમાનિક દે, નપતિ પ્રમુખ મનુષ્ય અને તેમને સ્ત્રી-વર્ગ ઉત્તર દિશાથી આવીને ઈશાન કોણમાં ઉપસ્થિત થાય છે. એકેકી દિશામાં ત્રણ ત્રણ સંનિવિષ્ટ હોય છે, પ્રથમ અને અંતિમ દિશામાં સ્ત્રી અને પુરૂષ બંને હોય છે, જ્યારે બાકીની બે દિશાઓમાં અનુક્રમે સ્ત્રી-વર્ગ અને પુરૂષ-વર્ગ હોય છે.
ઉપર્યુક્ત બાર પર્ષદાઓમાંથી સાધુએ ઉત્કટિક આસને રહીને તીર્થંકરની દેશનાનું શ્રવણ કરે છે, જ્યારે સાધ્વીઓ અને વૈમાનિક દેવીઓ ઊભી રહીને અને બાકીની નવ પર્ષદાઓ તે બેઠા બેઠા પ્રભુની દેશનાનું શ્રવણ કરે છે, એમ આવશ્યક-ચર્ણિમાં કહેલું છે. જ્યારે સમવસરણ-પ્રકરણ અને આવશ્યક-વૃત્તિમાં તે ચારે નિકાયની દેવીઓ અને સાધ્વીઓ એ પાંચ પર્ષદાઓ ઊભી રહીને પ્રભુની દેશનાનું શ્રવણ કરે છે અને બાકીની સાત પર્ષદાઓ બેસીને તેનું શ્રવણ કરે છે, એ ઉલ્લેખ છે. જૈન દર્શનમાં વિનયનું સ્થાન–
સમવસરણની વ્યવસ્થા તરફ દષ્ટિપાત કરતાં એ જોઈ શકાય છે કે જૈન દર્શનમાં વિનયને યથાયોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. ખુદ તીર્થંકર પણ વિનય-કર્મની ખાતર તીર્થને પ્રણામ કરે છે. કહ્યું પણ છે કે
" तप्पुन्विया अरहया पूझ्यपूया उ विणयकम्मं च । कयकिञ्चोऽवि जह कहं कहए णमए तहा तित्थं ॥"
–આવશ્યક-નિયુક્તિ, ગા. પ૬૭ અથત તીર્થપૂર્વક તીર્થંકર પણ હોય છે, તેથી કૃતકૃત્ય હોવા છતાં પણ અરિહતે (તીર્થંકર) દેશના આપે છે તેમજ તેઓ પૂજિત વડે પૂજા અને વિનય-કર્મ થાયતેટલા માટે તીર્થને પ્રણામ કરે છે.
વિશેષમાં કેવલીઓ તીર્થને પ્રણામ કરે છે એટલું જ નહિ, પરંતુ જ્ઞાનની અપેક્ષાએ તે તેમનાથી અપાશે પણ ચડિયાતા નહિ એવા તીર્થકરને પણ તેઓ પ્રણામ કરે છે. આ ઉપરથી “વિઘા વાતિ વિનય' એ વાકય પૂર્ણતઃ ચરિતાર્થ થાય છે એમ જોઈ શકાય છે. વળી તીર્થકર સમવસરણમાં દેવ-રચિત સિંહાસનરૂપી ઉચ્ચ આસને બેસી દેશના આપે છે, ત્યારે કેવલીએ તેમનાથી નીચે બેસીને તીર્થ તરફની પિતાની ફરજ બજાવે છે.
આ ઉપરાંત દેવોમાં પણ અ૫ અદ્ધિવાળા દેવે પાછળથી આવતા મહદ્ધિક દેવને વન્દન કરે છે અને વળી પૂર્વ બેઠેલા મહદ્ધિક દેને પાછળથી આવતા દેવે પ્રણામ કરી આગળ જાય છે. આ ઉપરથી જોઈ શકાય છે કે વિનય એ જૈન પ્રાસાદને મુખ્ય સ્તન્સ છે. એને જૈન દર્શનનું મૂળ કહેવામાં આવે તે પણ બેટું નથી. - ૧ ભવનપતિની દેવીઓની પાછળ તિષની દેવીઓ અને તેની પાછળ થન્તરની દેવીઓ ઊભી રહે છે. દેવોના સંબંધમાં આગળ પાછળ કઈ નિકાયના દેવ હોય તેને પણ આ નિયમ હશે. ૨ સંસ્કૃત છાયા
तत्पूर्विका अर्हत्ता पूजितपूजा च विनयकर्म च । તડવિ વથા ના વાળથતિ નતિ તથા તીર્થન , “