SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ રસ્તુતિચતુર્વિશતિકા [ ૨૪ શ્રીવીરવીર' શબ્દને વ્યુત્પત્તિ અર્થ પણ ઉપર્યુક્ત વાતની સાક્ષી પૂરે છે, કેમકે “વિશેન ચિતિ-વેતિ જળ શુતિ વીર” અર્થાત જે વિશેષે કરીને કર્મોને પ્રેરે છે, ધક્કા મારે છે, આત્માથી અલગ પાડી તેને દેશવટો દે છે, તે “વીર” છે. આ “વીર” શબ્દની વ્યુત્પત્તિ છે. વિશેષમાં “વીર' શબ્દની વ્યુત્પત્તિ અન્ય રીતે પણ વિચારી શકાય તેમ છે. જેમકે “વિશિm -૦મી તોપ તીર્થંકરનામા વા તથા રાવતે રૂતિ વી” અર્થાત્ તપશ્ચયરૂપ અથવા તીર્થકર-નામકર્મરૂપ વિશિષ્ટ લક્ષ્મી વડે જે શોભે છે તે “વીર” છે અથવા “વિશિષ્ટ જ્ઞાનમ સ વરઃ” અર્થાત્ વિશિષ્ટ છે જ્ઞાન જેનું તે “વીર” કહેવાય; અથવા “વિશિણા પશ્ચત્રિશાલાગુimતા પૂરાવાળી ચ0 રૂતિ વારઃ અર્થાત પાંત્રીસ વાણીના ગુણે કરીને યુક્ત હોવાને લીધે વિશિષ્ટ વાણી છે જેની તે “વીર” કહેવાય. . વીર પ્રભુની વીરતા વીર પ્રભુની વીરતા તે તેમને જન્મસિદ્ધ હક હોય એમ લાગે છે. એ સંબંધમાં નિવેદન કરવાનું કે દરેક તીર્થકરને જન્મ થતાં તેમને જલાભિષેક મેરૂ પર્વત ઉપર કરવામાં આવે છે, એ નિયમાનુસાર વીર પ્રભુને પણ તથાવિધ જલાભિષેક કરતી વેળાએ સૌધર્મેન્દ્રને શંકા થઈ કે આ નાનું બાળક આ પ્રબલ જલને ધોધ કેમ સહન કરશે? આથી તે ઈન્દ્ર જલાભિષેક કરતાં અચકાયે. આ વાત અવધિજ્ઞાનથી ત્રિજ્ઞાની પ્રભુએ જાણું અને પિતાના ડાબા પગના અંગુઠાથી મેરૂ પર્વતને ચાંગે એટલે તે તરતજ કમ્પી ઉઠ્યો. આથી આખી આલમમાં ખળભળાટ થઈ રહ્યો. આ પ્રકારનું પ્રભુનું અનુપમ બળ જોઈને ઈન્દ્ર તેનું “મહાવીર' એવું નામ પાડ્યું. વિશેષમાં આમલકી કીડા કરતાં પણ તેમણે દેવને હરાવ્ય (આ સંબંધમાં જુઓ વીર-ભકતામરનું ૫૦ ૧૦). આ ઉપરાંત કર્મ-કટક ઉપર વિજય મેળવવાને તે તેમણે અનાર્ય દેશમાં પણ વિહાર કર્યો હતે એટલું જ નહિ, પરંતુ તેમણે ઘેર તપશ્ચર્યા પણ કરી હતી. આ ઉપરથી વીરમાં વિરતા હોવાનું સિદ્ધ થાય છે. અરે તેમની અપૂર્વ વિરતા વિચારતાં તેમને “મહાવીર” કહેવામાં આવે છે તે પણ કંઈ ખોટું નથી. આ વાતની ક૯પસૂત્ર (સૂ૦ ૧૦૮)ને ૧આ સંબંધમાં જુઓ વીર-ભક્તામર (પૃ. ૬૮). ૨ મહાવીર સ્વામીએ દીક્ષા ગ્રહણ કરી ત્યારથી માંડીને સાડા બાર વર્ષ અને એક પખવાડીયામાં નીચે મુજબની તપશ્ચર્યા કરેલી હોવાથી “ઘર” શબ્દ ન્યાય છે એમ સિદ્ધ થાય છે – એક છ માસિક, નવ ચતુર્માસક્ષપણ, છ દ્વિમાસિક, બાર માસિક, બેર અર્ધમાસિક, બે ત્રિમાસિક બે દાઢમાસિક, બે અઢીમાસિક, ભદ્ર, મહાભદ્ર અને સર્વતોભદ્ર એ નામની બે, ચાર અને દશ દિવસની પ્રતિમાઓ, કૌશામ્બી નગરીમાં છ માસમાં પાંચ દિવસ ઓછા સુધી અભિગ્રહપૂર્વક ઉપવાસ, બાર અછમભક્ત, છેલી રાત્રે કાયોત્સર્ગત એક રાત્રિની બાર પ્રતિમાઓ અને બસે એગણત્રીસ છઠ્ઠ, અર્થાત સાડા બાર વર્ષ અને એક પખવાડિયામાં તેમણે ફકત ત્રણસોને ઓગણપચાસ પારણુક (પારણા) કર્યા હતાં. તેમણે નિત્ય-ભકત કે ચતુર્થ-ભકત (ઉપવાસ) તે કદી કર્યો જ નથી, વિશેષમાં તેમણે કરેલ છ વિગેરે તપસ્યા નિર્જલ હતી.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy