________________
જિનસ્તુતઃ 1. स्तुतिचतुर्विशतिका
૨૮૭ નિમ્નલિખિત પાઠ સાક્ષી પૂરે છે –
"अयले भयभेरवाणं परीसहोवसग्गाणं खन्तिखमे पडिमाणं पालए धीमं अरतिरतिसहे दविए वीरियसंपन्ने देवेहिं से णाम कयं समणे भगवं महावीरे ।” ' અર્થાત્ (વીજળી પ્રમુખના અકસ્માત, ભય અને સિંહાદિક) ભૈરવને વિષે અચળ, (સુધાદિક બાવીસ) પરીષહ અને (દિવ્યાદિક સળ) ઉપસર્ગોને (છતી શક્તિએ) ક્ષમાપૂર્વક સહન કરનારા, (ભદ્રાદિક) પ્રતિમાઓના પાલક, અરતિ અને રતિમાં સમાન, રાગ-દ્વેષથી રહિત તેમજ વીર્ય-યુક્ત પ્રભુ હેવાથી દેવોએ તેમનું “શ્રમણ ભગવાન મહાવીર ” એવું નામ પાડ્યું. વીર પ્રભુનાં અન્ય નામ
વીર પ્રભુનાં મહાવીર, વર્ધમાન, દેવાર્ય અને જ્ઞાત-નન્દન એ નામાન્તરે છે. વિશેષમાં આ નામે સાર્થક છે. “મહાવીર” નામની સાર્થકતા તે ઉપર્યુક્ત હકીકત ઉપરથી જોઈ શકાતી હોવાથી બાકીનાં નામના સંબંધી વિચાર કરે બાકી રહે છે. જન્મથી માંડીને જ્ઞાનાદિકમાં ઉત્તરેત્તર વૃદ્ધિ પ્રાપ્ત કરી તે માટે અથવા પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારથી તેમના પિતાના જ્ઞાત કુલમાં ધન, ધાન્ય પ્રમુખ ઋદ્ધિની વૃદ્ધિ થઈ તેટલા માટે પ્રભુનું વર્ધમાન નામ સાર્થક થાય છે. દેવાર્યના સંબંધમાં (૧) ઈન્દ્રાદિક દેના સ્વામી તરીકે, (૨) દેવે વડે પૂજિત કે પ્રાપ્ય તરીકે તેમજ (૩) દિવ્ય આર્ય તરીકે એમ ત્રણ રીતે વિચાર થઈ શકે છે. જ્ઞાત કુલમાં ઉત્પન્ન થવાથી સિદ્ધાર્થને “જ્ઞાત” કહેવામાં આવે છે, આથી કરીને તેમના પુત્ર મહાવીર પ્રભુને જ્ઞાત-નન્દન કહેવા એ વાસ્તવિક છે. પદ્ય-વિચાર–
આ તેમજ ત્યાર પછીનાં ત્રણ પર્વો પણ કવિવર ભવભૂતિકૃત માલતી-માધવ નામના નાટકના પંચમ અંકમાં રચાયેલા એક સંગ્રામનામક મહાશ્વેકની જેમ દંડક વૃત્તમાં રચાયેલાં છે. આ દંડક નામના સમવૃત્તના અનેક પ્રકારે છે. એ વૃત્તના પ્રત્યેક ચરણમાં ર૭ અક્ષ કે તેથી વધારે છેક ૯૯ સુધી અક્ષરે હોય છે. પરંતુ આ દરેક પ્રકારના “દડકમાં પ્રથમના છ અક્ષરે હસ્વ હોય છે અર્થાત્ બે નગણ હોય છે, જ્યારે બાકીના અક્ષરે રગણ, યગણ કે સગણના હોય છે. અત્ર તે આ ચારે પદ્યો ૩૩ અક્ષરવાળાં ચાર ચરણેથી યુક્ત છે અને તેમાંના પ્રથમના છે અક્ષર નિયમાનુસાર હસ્વ યાને લઘુ છે, જ્યારે બાકીના ર૭ અક્ષરે રગણમાં રચેલા છે. આ વાત આ પઘના પ્રથમ ચરણ તરફ દષ્ટિપાત કરવાથી જોઈ શકાય છે. જેમકે –
न म द | म र शि | रो रु हस् | रस् त सा | मो द निर निद् र मन् | दा र मा|
ला र जो । रञ् जि तां । रे ध रित् । री कृ ता।
૧ છાયા–કર મયમૈયો પરષોત્તળ ક્ષતિક્ષમ ગતિમાનાં પાછો વીમાન अरतिरतिसहो द्रव्यो वीर्यसम्पन्नो देवैस्तस्य नाम कृतं श्रमणो भगवान महावीरः ।