________________
૨૫૫
જિનતુતયા]
स्तुतिचतुर्विंशतिका એવા વિધ વિધ તરેહના ભ્રમથી મિશ્રિત એવા ઉત્તમ કમલના ઉપર બેસનારી [અથવા બેઠેલી ] એવી, તેમજ જલથી પરિપૂર્ણ એવા મેધના જેવી ( શ્યામવર્ણ) તથા લક્ષ્મી જેવી સખીઓ છે જેને એવી કાલી (દેવી) (હે ભ) તમારા શત્રુ-સમૂહને દળી નાખે.”—૮૪
સ્પષ્ટીકરણ કાલી-કેવીનું સ્વરૂપ
જેમ બાવનમા લેકમાં રેહિણી દેવીની ફરીથી સ્તુતિ કરવામાં આવી છે, તેમ અત્ર કાલી દેવીની ફરીથી સ્તુતિ કરવામાં આવી છે. આ વિદ્યા-દેવીની સ્થલ રૂપરેખા તે આપણે વિસમા લેકમાં જોઈ ગયા છીએ, એટલે હવે અહિં કઈ વિશેષ કહેવાનું રહેતું નથી. પરંતુ આ પ્રમાણે એકજ દેવીની બીજી વાર કવીશ્વરે શા સારૂ સ્તુતિ કરી તે જાણવું બાકી રહે છે.