________________
ઉદઘાત ૯ પુષિતાગા
૫-૮ (૪) . ૧૦ પૃથ્વી
૪૯-૫૨ (૪) ૧૧ મન્દાક્રાન્તા
ર૯-૩૨ (૪) ૧૨ માલિની
૨૫-૨૮, ૬૫-૬૮ (૮) ૧૩ રૂચિરા
૭૩–૭૬ (૪) ૧૪ વસંતતિલકા ૨૧-૨૪ (૪) ૧૫ શાર્દૂલવિક્રીડિત ૧-૪,૬૧-૬૪, ૮૫-૮૮ (૧૨) - ૧૬ શિખરિણી
૮૧-૮૪ (૪) ૧૭ સ્ત્રગ્ધરા
૪૫–૪૮, ૮૯-૯ર (૮) ૧૮ હરિણી
૪૧-૪૪ (૪) વ્યાકરણ-વિચાર–
આ સંપૂર્ણ કાવ્યમાં કોઈ પણ સ્થળે વ્યાકરણના નિયમને ભંગ થયેલું જોવામાં આવતું નથી એ કવિરાજની નિપુણતા સૂચવે છે. વિશેષમાં મહુમ ડૉ. ભાગ્ડારકરકૃત માર્ગો પદેશિકમાં આવતા વ્યાકરણના નિયમો ઉપરાંત વધારે વ્યાકરણથી અપરિચિત જનેને આશ્ચર્યાંકિત કરે તેવી બે સંધિઓ છઠ્ઠા તેમજ અગ્યારમાં પદ્યમાં જોઈ શકાય છે. આની વાસ્તવિકતાના સંબંધમાં સિદ્ધાન્ત-કૌમુદી તેમજ સિદ્ધહેમ એ બંને વ્યાકરણે સાક્ષી પૂરે છે. શબ્દ-કેશ
કવિરાજે જેમ બને તેમ પ્રચલિત શબ્દોને ઉપગ કર્યો છે. એકાક્ષરી કેશ જાણવાની ખાસ જરૂર ન પડે એવી તેમની શબ્દ-રચના છે. આ વાતની અંતમાં આપેલ શબ્દકોશ સાક્ષી પૂરે છે. કાવ્ય-ચમત્કૃતિ–
આ સ્તુતિ-ચતુર્વિશતિકા નામનું કાવ્ય અનેક પ્રકારના શબ્દાલંકારથી વિભૂષિત છે. તેમાં ખાસ કરીને ચરણની સમાનતારૂપી યમક અત્ર વિશેષતઃ દૃષ્ટિગોચર થાય છે. આ કાવ્યના પ્રથમ પદ્ધ તરફ દૃષ્ટિ–પાત કરતાં જોઈ શકાય છે કે તેનું દ્વિતીય ચરણ તેના ચતુર્થ ચરણને તદ્દન મળતું આવે છે, આથી કરીને સંરકૃતના અનભિજ્ઞ જને તે તે બન્ને ચરણેને સરખાં જઈને તેને અર્થ પણ એકજ હશે એમ ધારે, પરંતુ અર્થતક તે બંને જૂદ છે. આવી ચમત્કૃતિથી અલંકૃત એવા અનેક પધો આ કાવ્યમાં નજરે પડે છે અને તેની સંખ્યા ૮૦ - ૧ પદ્દમાંના જેવી સંધિનું દષ્ટાંત શ્રીબપ્પભદિસરિત ચતુર્લંશતિકાના પ૮ મા પધમાં પણ દષ્ટિગોચર થાય છે,