SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ કાવ્ય-સમીક્ષા (પઘાંક ૧-૧૬, ૨૧-૪૮, ૫-૮૮ અને ૯૩-૯૬)ની થવા જાય છે. તેમાં પણ વળી ૯ થી ૧૨ સુધીનાં પડ્યો છે આ ઉપરાંત લોટાનુપ્રાસ નામના અન્ય પ્રકારની ચમત્કૃતિથી ઝળકી રહ્યાં છેતેમાં એકના એક પેદને ત્રણ વાર જુદા જુદા અર્થોમાં પ્રયોગ કરવામાં આવે છે. વિશેષમાં કવિરાજે પ્રથમ અને ચતુર્થ ચરણે સમાન હેય એવાં પણ ચાર પળે (૫૩–૫૬) રચ્યાં છે. ચરણ-સમાનતાથી વિભૂષિત પદ્ય રચવામાં હજી કંઈ કચાસ રહી ગઈ હોય તે તે પૂર્ણ કરતા હોય તેમ તેમણે ૪૦ થી ૫ર સુધીનાં પદ્યમાં પ્રથમ અને તૃતીય ચરણે તેમજ દ્વિતીય અને ચતુર્થ ચરણે સમાન રચ્યાં છે. આમ કરીને તે કવિરાજ પિતાની કુશલતાની ઓરજ પ્રભા પ્રદર્શિત કરી છે, કેમકે ચાર ચરણેના પદ્ય હોવા છતાં તે જાણે બેજ ચરણનાં હેય એમ ભાસે છે. આ ઉપરાંત એક વિશિષ્ટ પ્રકારના યમથી અલંકૃત ચાર પદ્ય (૮૯-૯ર) રચીને તેમણે શબ્દાલંકાર પરત્વેનું પિતાનું પાણ્ડિત્ય સિદ્ધ કરી બતાવ્યું છે. આ અપૂર્વ કાવ્યને તેની ચમત્કૃતિમાં સર્વોગે મળતું આવતું એક કાવ્ય મારા જેવામાં આવ્યું છે અને તેના રચનારા બીજા કોઈ નહિ પણ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય યશવિજયેજી છે. આ કાવ્ય “એન્દ્ર-સ્તુતિ ના નામથી ઓળખાય છે અને તે પજ્ઞ ટીકાથી અલંકૃત છે. હાલમાં સાગરાનંદસૂરિજીએ તેની એક અવચૂરિ તૈયાર કરી છે અને તે છપાઈ ગઈ છે. ટુંક સમયમાં તે બહાર પડશે એમ લાગે છે. ઈ. સ. ૧૯૨૪ ના ઔોબર માસમાં આની એક પ્રતિ મને તેમની તરફથી જવાને મળી હતી. બે એક મહિના ઉપર મને એ કાવ્યનાં મૂળમાત્રની એક પ્રતિ વિજય મેહનસૂરિજી તરફથી મળી છે. (એ કાવ્યને પણ આ કાવ્યની માફક તૈયાર કરી પ્રસિદ્ધ કરવા મેં વિચાર રાખે છે.) ચરણની સમાનતારૂપ ચમત્કારથી ચતુરેના ચિત્તને પણ ચરી લેનારું એક બીજું કાવ્ય શ્રેષ્ઠિ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ તરફથી ઈ. સ. ૧૯૧૪ માં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ કાવ્યને “ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિ”એવા નામથી ઓળખવામાં આવે છે અને તેના કર્તા મુનિશ્રી મેરવિજયજી છે. આ સંપૂર્ણ કાવ્ય “વસંતતિલકા નામના એકજ વૃત્તિમાં રચાયેલું છે અને તેના પ્રત્યેક શ્લેકમાં દ્વિતીય અને ચતુર્થ ચરણની સમાનતા નિહાળી શકાય છે. આ કાવ્યની જેમ ચરણ-સદૃશતારૂપી યમકથી અલંકૃત અને ફક્ત એક જ જાતના છંદમાં રચાયેલું પરંતુ વીસ જિનેશ્વરોની જ સ્તુતિરૂપ અને તે પણ વળી ૨૪ પોનું એક કાવ્ય હાલમાં મારા જોવામાં આવ્યું છે. તે હજી સુધી અપ્રસિદ્ધ છે. પદ-સમાનતારૂપી યમકથી થેડે ઘણે અંશે પરિપૂર્ણ એવું એક બીજું કાવ્ય શ્રી બપ્પભસિરિએ રચેલું છે અને તે શ્રીયશવિજય જૈન સંસ્કૃત પાઠશાલા (મહેસાણા) તરફથી ૧ આ છંદનું નામ શાલવિક્રીડિત છે.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy