________________
૨૪૬
હતુતિચતુર્વિશતિકા [૨૦ શ્રી મુનિસુવત(શ્રુકટી, વાંકડિયા) કેશ (ઇત્યાદિ) વડે શોભાયમાન એવા તથા (ઈ) કમલના જેવી કાન્તિવાળા અને () વળી કર્યો છે (સ્વકાન્તિના સંવિભાગાદિકે કરીને) અનુપમ ઉ૫કાર જેણે એવા [ અથવા અનુપમ છે ( હીરા, મોતી, વિગેરેના) અલંકારે જેને વિષે એવા] (અકારાદિ પંચ વિશેષણથી વિશિષ્ટ) મુખને ધારણ કરનારી, તથા વળી (૪) કમલ છે હરતમાં જેના એવી [ અથવા કમલના સમાન હરત છે જેના એવી ], અને વળી (૫) પરારત કરી છે (અર્થાત્ નિપ્રભ બનાવી છે પિતાના નેપથ્ય, સૌન્દર્ય ઇત્યાદિ વડે) સુરની સભાને જેણે એવી (પાંચ વિશેષણથી વિશિષ્ટ) ગૌરી (દેવી) (હે મુમુક્ષુ જન!) તારા વિનાશ કરનારા (અભ્યન્તર શત્રુએ)ને નાશ કરે.”—૮૦
સ્પષ્ટીકરણ ગૌરી દેવીનું સ્વરૂપ
“ગૌરવણ હોય તે ગૌરી” એમ ગૌરી શબ્દ સૂચવે છે. આ ગૌરી દેવી પણ એક વિદ્યાદેવી છે. એ ગૌરવણ છે અને ગોધિકા એ એનું વાહન છે. વિશેષમાં એ હસ્તમાં સહસંપત્રિી કમલ રાખે છે. એના સંબંધમાં કહ્યું પણ છે કે –
“गोधासनसमासीना, कुन्दकर्पूरनिर्मला। સહસ્ત્રપત્રસંયુt-Tril ડિતુ નઃ ”
-આચાર પત્રાંક ૧૬૨. આ દેવીના સ્વરૂપ ઉપર વિશિષ્ટ પ્રકાશ તે નિર્વાણ-કલિકા પાડે છે. ત્યાં કહ્યું છે કે
" तथा गौरीदेवी कनकगौरी गोधावाहनां चतुर्भुजां वरदमुशलयुतदक्षिणकरामक्षमालाकुवજાણવા મહત્ત નેતિ” અર્થાત્ ગૌરી દેવીને ચાર હાથ છે. તેના જમણા બે હાથ વરદ અને મુશલથી વિભૂષિત છે, જ્યારે તેના ડાબા બે હાથ તે જપ-માલા અને કમલથી અલંકૃત છે.