________________
૨૩૪ રસ્તુતિચતુર્વિશતિકા
[ ૧૯ શ્રીમલિ
શ્લેકાર્થ શ્રીયશરાજ (કપર્દી)નું સ્મરણ–
(પિતાની સ્કૂલતા, સમર્થતા, સુન્દરતા ઇત્યાદિ ગુણએ કરીને) ભય પમાડ્યો છે ઐરાવતને જેણે એવા ગજરાજ ઉપર આરૂઢ થયેલ એવે, વળી સર્ષથી મુકત એવા વડ નામના વૃક્ષ ઉપર નિવાસ કર્યો છે જેણે એવે તેમજ વળી તેજ વડે અત્યંત શ્યામવર્ણ કરી નાખી છે દિશાઓ જેણે એ (પઈ નામને ) યક્ષરાજ ઉપશમરૂપી લક્ષ્મી વડે પ્રકાશમાન (એવા) મારા અંતઃકરણમાં રમણ કરે.”—૭૬
સ્પષ્ટીકરણ
યક્ષ-વિચાર–
દ્વિતીય દેવ-નિકાયના વ્યતર જાતિના (૧) કિન્નર, (૨) પિંપુરૂષ, (૩) મહેરગ, (૪) ગાન્ધર્વ, (૫) યક્ષ, (૬) રાક્ષસ, (૭) ભૂત અને (૮) પિશાચ એમ આઠ ભેદ પૈકી યક્ષ પણ એક ભેદ છે એ સહજ સમજી શકાય છે. યક્ષના સંબંધમાં તત્વાર્થાધિગમસૂત્ર (અ. ૪, સૂ૦૧૨)ના ભાષ્યમાં નીચે મુજબ ઉલ્લેખ છે
" यक्षाः श्यामावदाता गम्भीराः तुन्दिला वृन्दारकाः प्रियदर्शना मानोन्मानप्रमाणयुक्ता रक्तपाणिपादतलनखतालुजिह्वौष्ठा भास्वरमुकुटधरा नानारत्नविभूषणा वटवृक्षध्वजाः "
અર્થાત્ યક્ષે શ્યામ પરંતુ કાન્તિવાળા, ગંભીર, ઊચી નાભિવાળા, પ્રતિષ્ઠિત, મનહર દર્શનવાળા, માન અને ઉન્માનરૂપ પ્રમાણથી યુક્ત દેહવાળા, તથા હસ્ત અને ચરણનાં તળી, નખ, તાલુ, જીભ અને એક રાતમાં છે જેમનાં એવા, વળી દેદીપ્યમાન મુકુટને કારણ કરનારા, વિવિધ રત્નનાં વિભૂષણવાળા અને વડ વૃક્ષરૂપી દવજવાળા છે.
વિશેષમાં આ ભાષ્યમાં નિવેદન કર્યા મુજબ યક્ષેના તેર ભેદ છે-(૧) પર્ણભદ્ર, (૨) માણિભદ્ર, (૩) શ્વેત, (૪) હરિભદ્ર, (૫) સુમનભદ્ર, (૬) વ્યતિપાતિકભદ્ર, (૭) સુભદ્ર, (૮) સર્વતેભદ્ર, (૯) મનુષ્ય-ચક્ષ, (૧) વનાધિપતિ, (૧૧) વનાહાર, (૧૨) રૂપ-ચક્ષ અને (૧૩) યક્ષેત્તમ, આ તેર અવાન્તર કટિમાંથી કઈ કટિમાં ૬૪મા પદ્યમાં સ્તુતિ કરાયેલા બ્રહ્મશાનિત યક્ષને તેમજ આ પદ્યમાંના કપર્દી યક્ષને અંતભાવ થાય છે તે સમજી શકાતું નથી.