SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદુવાત –ઉપરથી જોઈ શકાય છે તેમ શ્રીશેભન મુનીશ્વર આ સ્તુતિ-ચતુર્વિશતિકા રચ્યા બાદ ટુંક સમયમાં સ્વર્ગે ગયા અને ત્યાર બાદ ધનપાલે તેની ટીકા રચી, આ વાતની શ્રીધનપાલકૃત ટીકાના અવતરણને અન્તિમ લેક પણ સાક્ષી પૂરે છે. આ ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે શેભન મુનિજીના સમય તરીકે વિક્રમની અગ્યારમી શતાબ્દીને ઉલ્લેખ કરે અસ્થાને નથી. આ કવિરાજના સંપૂર્ણ જીવન ઉપર પ્રકાશ પાડનારું કોઈ સાધન મારા જેવામાં આવ્યું નથી. આથી કરીને કવીશ્વર શેભન મુનિવર્યે કેટલાં વર્ષ પર્યત દીક્ષા પાળી, તેમજ તેમને કેટલા શિષ્ય હતા તથા વળી તેઓ કયા વર્ષમાં કેટલી ઉમરે સ્વર્ગવાસી બન્યા તે હું કંઈ કહી શકતું નથી. આથી કરીને હું છંદશાસ્ત્ર, શબ્દ-શાસ્ત્ર અને કવિ-કુશલતાથી વિભૂષિત અનેક સદ્ગુણસંપન્ન એવા આ મુનિરાજને પ્રણામ કરવા પૂર્વક આ પ્રકરણ અત્ર પૂર્ણ કરું છું. કાવ્ય–સમીક્ષા વિષય આ સ્તુતિ-ચતુર્વિશતિકા કાવ્ય ૯૬ પોથી શોભે છે અને ગ્રેવીસ જિનેશ્વરની મુખ્યતાવાળી સ્તુતિ એ આ કાવ્યને વિષય છે. “સાધારણ રીતે એક જિનેશ્વરની મુખ્યતાવાળી સંપૂર્ણ સ્તુતિ ચાર લેકની રચવામાં આવે છે અને ચાર કે દ્વારા અનુક્રમે કોઈ અમુક તીર્થંકર, સમરત તીર્થંકરો, આગમ અને શાસન-રક્ષક દેવ કે દેવીની સ્તુતિ કરવામાં આવે છે, તે પ્રમાણેની હકીકત અહીં પણ જોઈ શકાય છે. કેમકે અત્ર પ્રથમતઃ પ્રથમ જિનેશ્વર શ્રી ઋષભ પ્રભુની મુખ્યતાવાળી સ્તુતિ કરવામાં આવી છે અને અંતમાં અંતિમ જિનેશ્વર વીર પ્રભુની મુખ્યતાવાળી સ્તુતિ કરાયેલી છે. દરેક સ્તુતિના ચતુર્થ પધમાં દેવીની જ સ્તુતિ કરવામાં આવી છે એમ નથી, પરંતુ ૬૪મા અને ૭૬મા પદ્યમાં યક્ષની સ્તુતિ કરવામાં આવી છે. વિશેષમાં કવિરાજે પ્રથમ સ્તુતિના ચતુર્થ પદ્યમાં શ્રુત-દેવતાની સ્તુતિ કરી છે, જ્યારે તેમણે બાકી બધી ત્રેવીસ સ્તુતિના ચતુર્થ પઘમાં ઘણે ભાગે વિદ્યા-દેવીઓની સ્તુતિ કરેલી છે પરંતુ વિશેષતા એ છે કે તેમણે રોહિણી, કાલી અને અબિકા દેવીની બબ્બે વાર સ્તુતિ કરી છે (આનું કારણ સમજાતું નથી). ૧ કેટલીક વાર એકજ લેકના ચાર ચરણેથી પણ સ્તુતિ સંપૂર્ણ થયેલી જોવામાં આવે છે. જેમકે– “वीरं देवं नित्यं वन्दे, जैनाः पादा युष्मान् पान्तु । ___जैनं वाक्यं भूयाद् भूत्यै, सिद्धा देवी दद्यात् सौख्यम् ॥' પરંતુ આ છંદને વિધુમ્માલા ન ગણતાં તેના પ્રત્યેક ચરણને બબ્બે દીર્ધ અક્ષરના એક એક પાદવાળે સ્ત્રી ” છંદ ગણવામાં આવે તે આ પણ ચાર શ્લોક દ્વારા જ સ્તુતિ ગણાય. ૨ આ વિદ્યા દેવીઓ પૈકી અમ્યતા દેવીની શોભન મુનિજીએ રચેલી સ્તુતિ આચાર દિનકરના ૧૫૦–૧૫૧ મા પત્રાંકમાં નજરે પડે છે.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy