________________
૨૧૨ તુતિચતુર્વિશતિક
[૧૮ શ્રીઅર- . અથાત અશ્વ-રત્ન અને કુંજર-રત્ન પૂર્વ ભવમાં સંખ્યાત વર્ષ આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્ય તેમજ સહસ્ત્રાર ક૯૫ સુધીના દેવ અને સાતે નરકે પૈકી ગમે ત્યાં હોઈ શકે.
ચક્રવતીનાં ચકાદિક એકેન્દ્રિય સાત રને પૂર્વ ભવમાં દેવ-ગતિમાં હોય છે. તેમાં પણ વળી અસુરકુમારથી તે ઈશાન ક૫સુધી જ તેને સંભવ છે, એમ નીચેની ગાથા ઉપરથી જોઈ શકાય છે. કેમકે તેમાં કહ્યું છે કે
___“एंगिदिअरयणाई, असुरकुमारेहिं जाव ईसाणो।
उववजन्ति अ नियमा, सेसठाणेहिं पडिसेहो ॥" - આ ઉપરથી એમ લાગે છે કે પૂર્વ ભવમાં એકેન્દ્રિય રત્નની ઉત્પત્તિના સંબંધમાં દેવ-ગતિ સિવાયની અન્ય ગતિ સંભવતી નથી. ચૌદ રત્નને ઉત્તર ભવ
ચકવતનાં વૈદ રત્ન પૈકી આરત્નના સંબંધમાં એમ કહેવામાં આવે છે કે તે મરીને છઠ્ઠી નરકમાં જાય છે. બાકીનાં છ પંચેન્દ્રિય-રત્નો પૈકી કઈ ઉલ્લેખ કે નિયમ જેવામાં આવતું નથી. સાત એકેન્દ્રિયરત્નના સંબંધમાં તે એ દેખીતી વાત છે કે તેમને માટે તે તેઓ એકેન્દ્રિય હોવાને લીધે દેવ-ગતિ કે નરક-ગતિ સંભવતી નથી. ચૌદ રત્નનું કાર્ય–
આપણે ચૌદ રત્નનાં નામ, માપ ઈત્યાદિ વિચારી ગયાં. હવે તેનું સ્વરૂપ વિચારી લઈએ. તેમાં સેનાપતિ રત્ન એ સિન્યને નાયક છે અને તે ગંગા, સિધુ ઈત્યાદિ સ્થલે ઉપર વિજય મેળવવામાં પરાક્રમી છે. તે હાથમાં વિષમ અને ઉન્નત ભાગને સરખા કરનારા તેમજ ૧૦૦૦ એજન જેટલું જમીનમાં ઊંડું ઉતરી જનારા “દંડ રત્નને ધારણ કરી “અશ્વ' રત્ન ઉપર આરૂઢ થઈ ચકની માફક સન્યની આગળ ચાલે છે. ઝડપતિ 'રન સૈન્યને માટે દરેક મકામે દિવ્ય ભોજન તૈયાર કરી આપે છે. પુરોહિત રત્ન શાંતિક વિધિમાં ભાગ લે છે. “કુંજર' રત્ન તેમજ “અશ્વ રત્ન અતિશય વેગવાળા અને મહાપરાક્રમી હોય છે. “વાર્ધકિ” રત્ન વિશ્વકર્મની માફક પડાવ (સ્કન્ધાવાર) કરવામાં તેમજ તમિસ્યા અને ખડપ્રપાત ગુફાઓમાં ઉન્મજ્ઞા અને નિમગ્ના નદીઓના ઉપર પૂલ બાંધવામાં કુશળ હોય છે. “શ્રી” રત્ન અદ્દભુત વૈષયિક સુખના સાધનરૂપ છે. છ ખંડ સાધવાને સારૂ જ્યારે ચક્રવર્તી પ્રયાણ કરે, ત્યારે “ચક્ર” રત્ન સૌથી આગળ ચાલે છે અને દરરોજ એક જન ચાલે છે અને તે શત્રુ ઉપર જય મેળવવામાં અનન્ય સાધન છે. “છત્રરત્ન તેમજ “ચર્મરત્ન ચકવતીના પડાવ જેટલા વિસ્તાર પામવાની શક્તિ ધરાવે છે. એટલે કે ચકવતીના હસ્તને સ્પર્શ થતાં તે બાર યેાજન જેટલાં આયામ
૧ સંસ્કૃત છાયા
___एकेन्दियरत्नानि असुरकुमारेभ्यो यावत् ऐशानात् ।
उत्पद्यन्ते च नियमात शेषस्थानेभ्यः प्रतिषेधः ॥ ૨ આ કાર્ય ગૃહપતિનું છે એમ બૃહત-સંગ્રહિણીની ટીકા ઉપરથી જોઈ શકાય છે, જયારે આવશ્યક
ને તે કાર્યવાધકિન હોવાનો ઉલ્લેખ છે. આકારની અપેક્ષાએ પ્રથમ અને ધામની અપેક્ષાએ દ્રિતીય પક્ષ છે.