________________
જિનસ્તુતય: ]
स्तुतिचतुर्विंशतिका
૨૧૩
અને વિસ્તારવાળા બને છે. તેમાં વૈતાઢચ પર્વતના ઉત્તર વિભાગમાં વસનારા મ્લેચ્છાએ આરાધન કરેલા મેઘકુમાર દેવાની વૃષ્ટિથી સૈન્યને બચાવ કરવાનું કાર્ય ‘ છત્ર ’રત્ન કરે છે, જ્યારે સવારે વાવેલા ધાન્યને સાંજના ઉગાવી આપવાનું કાર્ય · ચર્મ ’રત્ન કરે છે. ‘ કાકિની ’ અને રમણિ એ બે રત્ના સૂર્યચન્દ્રની જેમ અંધકારનો નાશ કરવામાં અગ્ર ભાગ ભજવે છે. ‘કાકિની’ રત્ન વર્ડ ૪૯ મંડલા આલેખવામાં આવે છે અને તે માર ચેાજન સુધી પ્રકાશ પાડવામાં સમર્થ છે. ચક્રવર્તીની છ ખંડની સાધના—
ચક્રવતી છ ખંડ સાધવા નીકળે ત્યારે સૌથી આગળ · ચક્ર ’રત્ન ચાલે છે. પ્રથમ દિવસે ચાલ્યા બાદ તે રત્ન જ્યાં અટકે તેટલા માપને એક ‘ચેાજન' ગણવામાં આવે છે. આવી રીતે તે રત્ન સહિત ચાલતાં ચાલતાં ઘેાડેક દિવસે ચક્રી પૂર્વ સમુદ્રના તટ ઉપર જઇ પહેાંચે છે. ત્યાં છાવણી કરી માગધ તીર્થના અધિપતિને લક્ષ્યમાં રાખીને તે અષ્ટમ તપ કરે છે તેમજ પાષધ ગ્રહણ કરે છે. આ ક્રિયા પૂર્ણ થતાં ચક્રી રથમાં બેસીને સમુદ્રમાં રથની ધરી સુધી રથને પ્રવેશ કરાવે છે. ત્યાર બાદ પેાતાના નામથી અંકિત એક માણુ તે માગધ તીર્થના અધિપતિ ઉપર મૂકે છે, એ ખાણુ તેની સભામાં જઇ પડે છે. તે જોઈને પ્રથમ તે તે અધિપતિ કોપાયમાન થાય છે, પરંતુ તેના ઉપરના દિવ્ય અક્ષરા વાંચીને તે શાંત બની જાય છે. ત્યાર પછી તે માણુ તેમજ સારભૂત વસ્તુઓ ચઢીને અર્પણ કરે છે.
તેમ થતાં ચક્રી રથ સહિત છાવણીમાં પાછા આવે છે અને અષ્ટમનું પારણુક (પારણું ) કરે છે અને માગધ તીર્થપતિને ઉદ્દેશીને અાહ્નિકા મહોત્સવ કરે છે. આ કાર્ય સમાપ્ત થતાં પાછું ચક્ર-રત્ન આકાશમાં ચાલવા માંડે છે. ચાલતું ચાલતું તે અને તેની પછવાડે ચક્રવતી પણ
૧ આ ‘ કાકિની ’ રત્નને આકાર અધિકરણી જેવા હાય છે. વળી તે છઠ્ઠલ ( પત્ર ) વાળું, બાર હાંસવાળું, સરખા તળિયાવાળું અને આઠ કણિકાવાળુ હાય છે, આ વાત ‘ત્રિષષ્ઠિ-શલાકા-પુરૂષ-ચરિત્ર 'ના પ્રથમ પના ચેાથા સગ ઉપરથી જોઈ શકાય છે.
૨ આ રત્નને હાથે અથવા માથે ધારણ કરવાથી તે સમસ્ત ઉપદ્રવ તેમજ રાગનું નિવારણ કરે છે,
૩. આગલે દિવસે એકજ વાર ભાજન કરવું અર્થાત્ એકાસણું કરવું, ત્યાર બાદ ત્રણુ દિવસ સુધી ઉપવાસ કરી છે ભોજનને ત્યાગ કરવા અને ત્યાર પછી પાછું એકાસણું કરવું અર્થાત્ આ પ્રમાણે આઠ વારના ભાજનને ત્યાગ કરવા તે અષ્ટમ' કહેવાય છે.
૪ ‘જેવું ધન્ને કૃતિ પોષષઃ ' એ · પોષધ' શબ્દના વ્યુત્પત્તિ-અર્થ છે. કહેવાની મતલખ એ છે કે જે ધર્મની પુષ્ટિ કરે તે પોષધ ’ કહેવાય છે. આના ચાર પ્રકાર છે (૧) આહાર-પોષધ અર્થાત્ અષ્ટમી અને ચતુર્દશી જેવા પર્વને દિવસે ઉપવાસ વિગેરે તપ કરવું તે; (૨) શરીર-સત્કાર ન કરવા તે; (૩) બ્રહ્મચર્ય-પોષધ અર્થાત્ બ્રહ્મચર્યં પાળવું તે; અને (૪) અવ્યાપાર-પાષધ અર્થાત્ સાવધ વ્યાપાર (પાપમય આચરણુ)ને ત્યાગ કરવો તે, ત્રિષષ્ટિ-શલાકા-પુરૂષ-ચરિત્રમાં પણ કહ્યું છે કે—
“चतुष्पव्र्व्या चतुर्थादि - कुव्यापारनिषेधनम् । પ્રાચીયા નાના-વિત્યાયઃ ‘પૌષધ’ વ્રતમ્ ॥”
—૫૦ ૧, સ૦ ૩, શ્લો૦ ૬૪૧.
આ પાષધ વ્રત શ્રાવકાના ખાર ત્રતા પૈકી અગ્યારમું છે અને તે ટુંક સમયના ચારિત્ર (દીક્ષા)રૂપ છે.