________________
સ્તુતિચતુર્વિંશતિકા
[ ૧૮ શ્રીઅર
૮ નૈસર્પ * નિધિથી શહેર, ગામ, ખાણ, છાવણી ઇત્યાદિ સ્થાનનું નિર્માણ થાય છે. ‘પાણ્ડક’ નામના નિધિથી માન, ઉન્માન, પ્રમાણ ઇત્યાદિનું ગણિત અને ધાન્ય અને બીજા સંભવ છે. ‘ પિ’ગલ ' નિધિ નર, નારી, હાથી અને ઘેાડાઓનાં આભૂષણા ઉપર પ્રકાશ પાડે છે. ‘સર્વરત્ન’નિધિ એ ચક્રવર્તીનાં ચૌદ રત્નાનું ઉત્પત્તિ-સ્થાન છે. 6 મહાપદ્મ '.નિધિ શુદ્ધ અને રંગીન વો પૂરાં પાડે છે. ‘ કાલ ' નિધિથી ત્રણ કાળનું, ખેતી વિગેરે કર્મનું અને શિલ્પાદિકનું જ્ઞાન થાય છે. ‘ મહાકાલ ' નિધિથી પરવાળા, લેહું, રૂપું, સાનું ઇત્યાદિની ખાણેા ઉત્પન્ન થાય છે. ‘ માણુવક ' નિધિથી સુભટા, આયુધો, અને કવચાની સંપત્તિ તથા સર્વે જાતની યુદ્ધ-નીતિ અને દણ્ડ–નીતિ પ્રકટ થાય છે. શંખ ' નિધિથી ચાર પ્રકારના કાવ્યની સિદ્ધિ, નાટ્યની તેમજ નાટકની વિધિ અને સર્વ પ્રકારનાં વાદ્ઘિત્રો ઉત્પન્ન થાય છે.
ગંગા નદીના મુખ આગળ આવેલા માગધ તીર્થમાંથી ચક્રવતીને પ્રાપ્ત થતાં આ નવ નિધિનું સ્વરૂપ જમ્મૂદ્રીપ-પ્રજ્ઞપ્તિના ૬૬મા સૂત્રમાં આલેખવામાં આવ્યું છે એટલું નિવેદન કરી આ પ્રકરણ અત્ર પૂર્ણ કરવામાં આવે છે.
ચૌદ રત્નાનાં નામ તથા માપ—
ચક્રવર્તી પાસે જે ચૌદ રત્નો હોય છે, તેનાં નામેાના સંબંધમાં બૃહત્-સંગ્રહિણીની ૩૦૩ મી ગાથા પ્રકાશ પાડે છે. ત્યાં કહ્યું છે કે—
૮૨શેળાવદ્ ગદાવર, જુìધિ નય તુલ્ય વર્ગ થી
ચન્ને છત્ત ચશ્મ, મળિ બ્રાનિળી લગ્ન વૃંઢો ય ૫” —આ
અર્થાત્ (૧) સેનાપતિ, (૨) ગૃહપતિ, (૩) પુરોહિત, (૪) કુંજર, (૫) અશ્વ, (૬) વાર્ષિક, (૭) ી, (૮) ચક્ર, (૯) છત્ર, (૧૦) ચર્મ (૧૧) મિણ, (૧૨) કાકિની, (૧૩) ખડ્ગ અને (૧૪) દંડ એ ઉપર્યુક્ત ચૌદ રત્ના છે.
આ રત્નામાંનાં પ્રથમનાં સાત રત્ના પંચેન્દ્રિય છે, જ્યારે બાકીનાં સાત રત્ના એકેન્દ્રિય છે. આ પ્રત્યેક રત્નના નવ નિધિની જેમ હજાર હજાર દેવે અધિષ્ઠાયક છે. આામાંનાં સાત એકેન્દ્રિય રત્નાનું પ્રમાણુ નીચે મુજબ છેઃ
૧ ધમ, અથ, કામ અને મેક્ષ એ ચાર પુરૂષાનું વિવરણવાળું હેાવાથી, સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને સંણું એમ ચાર પ્રકારની ભાષામાં રચાયેલું હેાવાથી અથવા ગદ્ય, પદ્ય, ગેય અને ચૌણું સ્વરૂપવાળું હાવાથી કાવ્યના ચાર પ્રકારા સંભવે છે.
૨ સંસ્કૃત છાયા——
सेनापतिः गृहपतिः पुरोहितः गजः तुरगः वार्धकिः स्त्री । चक्रं छत्रं चर्म मणिः काकिनी खड्गः दण्डश्च ॥
૩ સ્ત્રી-રત્નની યાનિ શંખાવર્ત હોય છે અને વળી તે ગર્ભ-વર્જિત છે અર્થાત્ સ્ત્રી-રત્નને સંતાન ઉત્પન્ન થતુ નથી, આ વાતની પ્રજ્ઞાપના-સૂત્રના નવમા પદ્મનું અંતિમ સૂત્ર સાક્ષી પૂરે છે, કેમકે ત્યાં કહ્યું છે કે—
"संखावत्ताणं जोणी इत्थिरयणस्स, संखावत्साए जोणीए बहवे जीवा य पोग्गला य वक्कमंति विउक्कमंति चति उवचयंति, नो चेव णं णिष्फज्जति । "