SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ જિનgયા ] स्तुतिचतुर्विंशतिका ૧« વિસ્તારવાળ વૈતાઢય પર્વત આવેલ છે તેમજ વળી આ ક્ષેત્રમાં ગંગા અને સિધુ એ નામની બે મહાનદીઓ આવેલી છે. આથી કરીને આ ક્ષેત્રના છ વિભાગે પડે છે. આ પ્રત્યેક વિભાગને “ખંડના નામથી ઓળખવામાં આવે છે. દક્ષિણદ્ધ ભારતમાં તેમજ ઉત્તરાદ્ધ ભારતમાં ત્રણ ત્રણ ખંડે છે. આ છએ ખંડના અધિપતિને “ચકવતી કહેવામાં આવે છે, જ્યારે આમાંના દક્ષિણાદ્ધના ત્રણ ખંડના અધિપતિને “વાસુદેવ” યાને “અર્ધચક્રવતી' કહેવામાં આવે છે (કેમકે ઉત્તરાદ્ધમાં વાસુદેવને સંભવ નથી). આ શ્લેકમાં સકલ ભરતના અધિપતિ એમ કહીને મુન્થનાથનું ચક્રવર્તિત્વ પ્રકટ કર્યું છે.' અત્રે એ નિવેદન કરવું વધારા પડતું નહિ ગણાય કે જેમ સમસ્ત ભરત ક્ષેત્રના અધિપતિને ચકવતી કહેવામાં આવે છે, તેવી જ રીતે સમસ્ત ઐરાવત ક્ષેત્ર તેમજ વળી મહાવિદેહના બત્રીસ વિજયે પૈકી ગમે તે કઈ વિજયના અધિપતિને પણ “ચક્રવતી' કહેવામાં આવે છે. આ સિવાય અન્યત્ર ચક્રવર્તીને સદુભાવ નથી, કેમકે અન્ય સ્થલે તે અકર્મભૂમિ છે. વિશેષમાં જેમ બે તીર્થકરે અરસ્પર મળે નહિ, અથૉત્ એકજ ક્ષેત્રમાં બે તીર્થકરને જેમ સભાવ હોઈ શકે નહિ, તેવી જ રીતે એક ચક્રવતી બીજા ચક્રવતીને મળી શકે નહિ. વળી જેમ તીર્થકરને જન્મ ચૌદ સ્વપ્નથી સૂચિત છે, તેમ ચક્રવતીને પણ છે. આ ઉપરાંત જેમ તીર્થંકરની પાસે ધર્મ-ચક્ર હોય છે તેમ ચક્રવતી પાસે ચક-રત્ન હોય છે. વળી જેમ તીર્થંકર શલાકા પુરૂષ ગણાય છે, તેમ ચક્રવર્તી પણ ગણાય છે, તેમજ વળી બંનેના દેહ પણ ૧૦૦૮ લક્ષણેથી લક્ષિત હોય છે. પરંતુ વિશેષતા એ છે કે તીર્થંકરે તે તદ્દભવમાં નિવણ-પદને પામે છેજ, જ્યારે ચકવતી તે પદ પામે પણ ખરા ને નહિ પણ પામે, કેમકે જે તે રાજ્યને ત્યાગ કરી દીક્ષા-ગ્રહણ કરે, તે તે દેવગતિ કે મેક્ષ પામે; બાકી તે સાતમી નરકે સિધાવે.' અત્ર ચક્રવર્તીની ફક્ત લ રૂપરેખા આલેખવામાં આવે છે. આ સંબંધમાં વાચકવર્ય શ્રીઉમાસ્વાતિકૃત તત્વાર્થધગમસૂત્રના દ્વિતીય અધ્યાયના પરમ સૂત્રનું વિવરણ કરતાં શ્રીસિદ્ધસેનગણિ કથે છે કે– - ૧ એ ધ્યાનમાં રાખવું કે આ અવસર્પિણીમાં ફક્ત કન્થનાથે જ ચક્રવર્તિપદ તેમજ તીર્થંકર-પદ પ્રાપ્ત કર્યો છે એમ નથી; પરંતુ એકજ ભવમાં શાન્તિનાથ તેમજ અરનાથ (અર્થાત્ સોળમા તેમજ અઢારમા તીર્થકરે) પણ તે પદ મેળવવા ભાગ્યશાળી થયા હતા. ૨ જાઓ જ્ઞાતાધર્મકથાગ, દ્રૌપદી-અધ્યયન. ૩ આ ઉપરથી તેનું ચક્રવર્તી એવું નામ સાર્થક છે એમ સિદ્ધ થાય છે. ૪ એકંદર શલાકા પુરૂષોની સંખ્યા પદની અપેક્ષાએ ૬૩ની છે, જોકે વ્યકિતની અપેક્ષાએ તે તે ઓછી પણ હોય અને આવી હકીક્ત કુજુનાથાદિકના દષ્ટાન્તથી આ અવસર્પિણી પરત્વે જોઈ શકાય છે. ૨૪ તીર્થકરે, ૧૨ ચક્રવર્તાઓ, ૮ વાસુદેવ, ૮ પ્રતિવાસુદેવ અને ૮ બલદેવ (વાસુદેવના સાવકા વડીલ ભાઈ ) એ ઉપર્યુક્ત ૬૭ શલાકાપુરૂષો છે. આ પુરૂષોને શલાકા” એવું વિશેષણ લગાડવાનું કારણ એ છે કે એ તેમની ઉત્તમતા સૂચવે છે. કેમકે અભિધાન-ચિન્તામણિ ( વતીય કાષ્ઠ, બ્લેક ૩૬૩)ની ટીકામાં કહ્યું છે કે – “રાજાપુરના પુણg નાણાં પ્રત્યર્થ” ૫ “રાજને અંતે નરક" એ વાતની આ સાક્ષી પુરે છે.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy