________________
શ્રીશૈભન મુનિજીનું જીવન-ચરિત્ર આ ઉપરથી મારું મન કવિરાજની અને તેમ ન હોય તે પણ ખાસ કરીને તેના વડીલેની જન્મભૂમિ તરીકે સંકાશ્ય નગરની સમીપને ભાગ માનવા અને કવિરાજની નિવાસ-ભૂમિ તરીકે ધાર નગરી માનવા વધારે લલચાય છે. અન્ય જે નગરને અન્ય ગ્રન્થોમાં ઉલ્લેખ કરવામાં આવે છે, તેમાંથી કેટલાંક તો નામાન્તરે હોય એમ લાગે છે. કેમકે અભિધાન-ચિન્તામણિ (કા. ૪, શ્લ૦ ૪૨)માંના નીચે મુજબના–
“લુઝાયની સ્થા વિરાછા-ડરતી પુewafaની” –ઉલેખ ઉપરથી જોઈ શકાય છે તેમ ઉજજ્યની, વિશાલા અને અવન્તી એ નામાન્તરો છે. આથી કરીને શેભન મુનિરાજની જન્મભૂમિ ઉજયની, ધારા કે સંકાશ્ય ગણવી તેને નિર્ણય કર બાકી રહે છે. આ કાર્ય ઈતિહાસત્તાઓનું હેવાથી એ વાત હું આટલેથી પડતી મૂકું છું. શ્રીશોભન મુનિવરને વિદ્યાભ્યાસ
નામથીજ શોભન (સુશોભિત) એમ નહિ, પરંતુ દેહ-લાવણ્યથી તેમજ ગુણથી પણ શોભન એવા શ્રીશેભન મુનિના વિદ્યાભ્યાસના સંબંધમાં શ્રીધનપાલકૃત ટીકા (લે. ૪) ઉપરથી જોઈ શકાય છે તેમ તેઓ સાહિત્ય-સમુદ્રના પારગામી હતા એટલુંજ નહિ, પરંતુ તેઓ કવિઓમાં આદર્શરૂપ હતા. વિશેષમાં તેમણે કાતન્ન તથા ચન્દ્ર વ્યાકરણને પણ રૂડી રીતે અભ્યાસ કર્યો હતો. તેઓ બ્રાહ્મણ ધર્મનાં તત્ત્વથી પરિચિત હતા એમાં તે કહેવું જ શું? વળી દીક્ષા લીધા પછી જૈન ધર્મનાં તનું તેમણે વિશેષ જ્ઞાન મેળવ્યું એ તે સ્વાભાવિક વાત છે. આશ્ચર્ય પામવા જેવી વાત તે એ છે કે સમસ્ત દર્શનેને અભ્યાસ કરવાને જાણે તેમને લેભ ન લાગ્યું હોય તેમ તેમણે બૌદ્ધ દર્શનને પણ યથેષ્ટ રીતે અભ્યાસ કર્યો હતે. ( આ પણ જૈન સાધુની અને તદંશે જૈન દર્શનની ઉદાર–દૃષ્ટિ સૂચવે છે.) આ પ્રમાણે અનેક શાસ્ત્રનું સારી રીતે અધ્યયન કરીને તેઓ વિદ્વાન બન્યા. શ્રીભને લીધેલી દીક્ષા
શ્રીશેભન બ્રાહ્મણ હોવા છતાં તેમણે જૈન દીક્ષા કેમ અંગીકાર કરી તે હવે વિચારી લઈએ. આ હકીકતના સંબંધમાં પણ કેટલેક મત-ભેદ હેવાથી પ્રથમ તે પ્રભાવક-ચરિત્ર પ્રમાણે તેને ઉલ્લેખ કરવામાં આવે છે.
૧ બ્રાહ્મણ જૈન બને એમાં કંઈ ખાસ નવાઈ જેવું નથી, કેમકે મહાવીર પરમાત્માના અગ્યારે ગણધરે શું બ્રાહ્મણ ન હતા કે? વળી વાચકવર્ય શ્રીઉમાસ્વાતિ તથા શ્રીહરિભદ્રસૂરિ જેવા ધુરંધર આચાર્યો પણ જન્મથી તે બ્રાહ્મણ હાઈ કરીને જૈન બન્યા હતા. અરે હમણું થોડાં વર્ષોની જ વાત વિચારતાં શું એ નથી જોઈ શકાતું કે સ્વર્ગસ્થ પ્રભાવશાળી મુનિરાજશ્રી મેહનલાલજી કે જેઓ સુરતમાં વિ. સં. ૧૮૬૩ માં કાળ કરી ગયા તેઓ પણ બ્રાહ્મણ હતા ?