SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ઉદ્દઘાત. - એક દિવસ વિહાર કરતા કરતા ચાન્દ્રગથ્વીય શ્રી મહેન્દ્રસૂરિ ભેજ રાજાના નગરમાં આવી ચડ્યા. તેમની પ્રશંસા સાંભળીને સર્વદેવ તેમની પાસે ગયે. તે ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ સમાધિપૂર્વક ત્યાં રહ્યો. સૂરિજીએ તેને પૂછ્યું કે શું તું મારી પરીક્ષા કરવા અહીં રહ્યો છે કે તારે કંઈ કામ છે? મારે ખાનગી કામ છે એમ એ બ્રાહ્મણે જવાબ આપે એટલે સૂરિજી તેને એકાંતમાં લઈ ગયા અને પિતાનું કાર્યો નિવેદન કરવા કહ્યું. તે બ્રાહ્મણે કહ્યું કે મારા પિતાને રાજ્ય તરફથી ઘણું દ્રવ્ય મળ્યું હતું અને તે તેમણે કોઈ સ્થલે દાટ્યું હોય એમ મને લાગે છે, વાતે તે સ્થાન બતાવો. આ સાંભળીને સૂરિજીએ તેની પાસેથી ઉત્તમ શિષ્યને લાભ થશે એમ જોઇને તે વાત અંગીકાર કરી. આ વખતે સર્વસ્વને અડધો ભાગ આપવાની આ બ્રાહ્મણે પ્રતિજ્ઞા લીધી અને તે બદલ ત્યાં બેઠેલા જનને સાક્ષી રાખ્યા. શુભ દિવસે એ બ્રાહ્મણ સૂરિજીને પિતાને ઘેર લઈ ગયે અને તેમણે બતાવેલ સ્થલે ખાડે ખેડ્યો. તેમ કરતાં તેને સુવર્ણના ચાળીસ લાખ ટંક મળ્યા. આ દ્રવ્ય જેવા છતાં પણ સૂરિજી તે ઉપાશ્રયે પાછા ફર્યા. સર્વદેવ બ્રાહ્મણ અને મહેન્દ્ર સૂરિજી વચ્ચે દાન-ગ્રહણની બાબતમાં એક વર્ષ સુધી વાદ ચાલ્ય. સુરિજીએ કહ્યું કે જે તે પ્રતિજ્ઞા પાળવા માંગતો હોય, તો તારા બે પુત્રોમાંથી એક પુત્ર મને આપ, નહિ તો તું તારે ઘેર જા. કર્તવ્યમૂઢ બનેલા તે બ્રાહ્મણે મહાક તે વાત સ્વીકારી અને પોતે ઘેર આવ્યું અને ખાટલા ઉપર નિદ્રા લીધા વિના સૂતે. એટલામાં રાજ્ય-મહેલમાંથી ધનપાલ આવ્યો અને પિતાના પિતાને શોકનું કારણ પૂછવા લાગ્યો અને કહ્યું કે આપને મારા જેવા બે પુત્ર છે તે પછી શેક શાને સાફ કરે પડે છે? તમે જે કહેશે તે હું કરીશ. આથી સર્વદેવે તેને સર્વ વૃત્તાન્ત નિવેદન કર્યું અને કહ્યું કે મને ત્રણમાંથી મુક્ત કરવાને માટે તું તે સૂરિજીને શિષ્ય થા. આ સાંભળીને ક્રોધાતુર બનેલે ધનપાલ કહેવા લાગે કે આવી અનુચિત વાત કઈ ન કરે તે તમે કેમ કરે છે? આપણે વર્ણમાં સર્વોત્તમ, ચાર વેદના જાણકાર અને સર્વદા ચાંગ અને પારાયણને ધારણ કરનારા છીએ. વળી હું મુંજ રાજાના પ્રતિપન્ન પુત્ર ભેજરાજાને મિત્ર છું, તેથી જે હું દીક્ષા લઉં તે તેના પૂર્વજોનું શું થાય ત્યારૂ? શું આપને એકલાને જણ–મુક્ત કરવાની ખાતર આ સમત પૂર્વજોનું પતન કરવું? આવું અનુચિત કાર્ય હું તે નહિ કરું એમ કહી તે ચાલતો થયે. આથી સર્વદેવના નેત્રમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. તેવામાં તેને બીજો પુત્ર શોભન ત્યાં આવી ચડે. તેણે પિતાની આ દશા જોઈ તેનું કારણ પૂછ્યું એટલે તેણે. કહ્યું કે ધનપાલે મારું કહ્યું માન્યું નહિ તેથી હું દુઃખી થયે છું. આ સાંભળીને શોભને તેમને કહ્યું કે ભલે વેદાદિકમાં નિપુણ એવા મારા મોટા ભાઈએ આપને યથારૂચિ ઉત્તર આપે, પરંતુ હું તે સરલ હેવાને લીધે પિતાની આજ્ઞાથી અધિક કઈ ધર્મ નથી
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy