________________
જિનતુતયા]
स्तुतिचतुर्विंशतिका
બ્લેકાર્થ શ્રીઅય્યતા દેવીની સ્તુતિ–
(હેવાવરૂપી) શબ્દ કરનારા તથા શ્યામવર્ણી તેમજ ગતિ કરવામાં અત્યંત ચતુર [ અથવા હેકારવને વિષે પ્રીતિ છે જેને એવા તેમજ ચતુર ] એવા ઉચ્ચ અશ્વરાજ ઉપર સ્વાર થયેલી, તેમજ કનકના જેવી કાનિત છે જેની એવી તથા વળી હસ્તે વડે ધારણ કર્યા છે ધનુષ્ય, ઢાલ તરવાર તેમજ બાણ જેણે એવી તથા ધ્વનિને વિષે પ્રીતિવાળી એવી) અષ્ણુતા (દેવી) સુખ અર્પે.”—૫૬
સ્પષ્ટીકરણ અય્યતા દેવીનું સ્વરૂપ
આ અય્યતા દેવીને વર્ણ સુવર્ણસમાન છે. તેના હાથમાં ધનુષ્ય, બાણ, ખર્શ અને ઢાલ એ ચાર આયુધ છે. વિશેષમાં એને અશ્વનું વાહન છે. આ દેવીનું બીજું નામ અદ્ભુમિકા (અછૂસા) હેવું જોઈએ એમ લાગે છે અને તેમ હોય તે તે પણ એક વિદ્યાદેવી છે. તેનું સ્વરૂપ આચાર-દિનકર પ્રમાણે નીચે મુજબ છે –
“ सव्यपाणिधृतकार्मुकस्फरान्यस्फुरद्विशिखखड्गधारिणी। विद्युदाभतनुरश्ववाहनाऽच्छुप्तिका भगवती ददातु शम् ॥"
-પત્રાંક ૧૬૨. નિર્વાણ-કલિકામાં પણ આ વિદ્યા દેવી વિષે ઉલ્લેખ છે. ત્યાં કહ્યું છે કે –
" तथा अच्छुप्तां तडिद्वर्णा तुरगवाहनां चतुर्भुजां खड्गबाणयुतदक्षिणकरां धनुर्खेटकान्वितवामहस्तां चेति" અર્થાત અછુપ્તા દેવીને વર્ણ વીજળીના જે છે અને ઘડે એ એનું વાહન છે. વળી તેને ચાર હાથ છે. તેમાં તે જમણુ બે હાથમાં ખડગ અને બાણ રાખે છે, જ્યારે ડાબા બે હાથમાં ધનુષ્ય અને ખેટક ધારણ કરે છે.
IIME