________________
જિનારતુતઃ ] स्तुतिचतुर्विंशतिका
૧૬૫ છે અભિમાનને જેણે એવા, તથા વળી સર્વથા મેહરહિત અને કમલના સમાન પ્રકાશમાન, તેમજ ગૃહ-વિષયક હર્ષ (તેમજ શેક)થી રહિત (અર્થાત સાંસારિક કાર્યમાં અલિપ્ત) એવા (તેરમા જિનેશ્વર ) વિમલ (નાથને, અમે નમન કરીએ છીએ.”—૪૯
સ્પષ્ટીકરણ શ્રી વિમલનાથ ચરિત્ર
કૃતવમાં રાજા અને રામા રાણીના નન્દન વિમલનાથને જન્મ કપિલપુરમાં થયે હતા. તેમને કનકસમાન દેહ શુકર (ભૂંડ)ના લાંછનથી અંકિત હતું. તેમની ઊંચાઈ સાઠ (૬૦) ધનુષ્યપ્રમાણુ હતી. યથાયોગ્ય સમયે ગૃહવાસને ત્યાગ કરી પરમ સંયમી બની આત્મકલ્યાણ સાથે વિશ્વ-કલ્યાણ પણ કરી સાઠ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં તેઓ અજરામર પદ પામ્યા. પધમીમાંસા
આની પૂર્વેનાં ઘણાં ખરાં પદ્યમાં દ્વિતીય અને ચતુર્થ ચરણે સમાન છે, તેવી જ રીતે આ તેમજ ત્યાર પછીનાં ત્રણ એમ ચારે પદ્યોમાં પણ એ ચરણે તે સમાન છેજ. પરંતુ વિશેષતા એ છે કે આ ચારે પદ્યનાં પ્રથમ અને તૃતીય ચરણે પણ સમાન છે તેમજ ચારે ચરણેના અત્યાક્ષરે અનુપ્રાસરૂપે છે. આથી કરીને ચમત્કૃતિના વિષયને વધુ પુષ્ટિ મળે છે અને તહેશે કવિરાજની પ્રતિભા પણ વિશેષતઃ ઝળકી ઊઠે છે. આ ચારે પવો પૃથ્વી નામના સમવૃત્તમાં રચવામાં આવ્યા છે. પૃથ્વીનું લક્ષણ એ છે કે
“ગૌ ગયા વઘાતિ ગુથ્વી ગુ” અથત આ વૃત્તમાં જ, સ, જ, સ અને ય એમ પાંચ ગણે છે અને ઉપાસ્ય અને અન્ય અક્ષરે અનુક્રમે હસ્વ અને દીર્ઘ છે. વિશેષમાં આ સત્તર અક્ષરના વૃત્તમાં દરેક ચરણના આઠમે અને સત્તરમે અક્ષરે “યતિ' છે. ૧ આ સંબંધમાં આ પદ્યનું પ્રથમ ચરણ વિચારીએ.
मलंघनं श मित
.
જ પ
થી ૩ મ.
= 2.
મો
(
|
A
લ
૧ સરખા કુતબોધમાં નીચે મુજબ આપેલું આ વૃત્તનું લક્ષણ
"द्वितीयमलिकुन्तले ! यदि षडष्टमं द्वादशं ।
चतुर्दशमथ प्रिये ! गुरु गभीरनामिहदे !। सपञ्चदशमान्तिकं तदनु यत्र कान्ते ! यति
गिरीन्द्रफणिभृवकुलैर्भवति सुध्रु । पृथ्वी हि सा॥" અર્થાત–હે ભ્રમરના સમાન (કૃષ્ણ ) કેશવાળી (કામિની) ! જે પધના બીજા, છઠ્ઠ, આઠમા, બારમા તેમજ ચૌદમા અક્ષર દીધું હોય તેમજ વળી હે ગંભીર નાભિરૂ૫ દદવાળી (હરિણાક્ષી)! આ ઉપરાંત પંદરમાં તેમજ છેવટના (એટલે કે સત્તરમા ) અક્ષરો પણ દીધું હોય અને વળી હે કાન્તા! જે તે પદ્યમાંના આઠમા અને સત્તરમા અક્ષરે ઉપર યતિ' હોય, તે તે પઘ હે સુનયના ! પૃથ્વી કહેવાય છે.