________________
૧૪૨ હતુતિચતુર્વિશતિકા
[ ૧૧ શ્રીશ્રેયાંસહતું. તેમજ તે ગેડીના લાંછનથી યુક્ત હતે. અન્ય તીર્થંકરની માફક ગ્રહવાસમાં અમુક સમય વ્યતીત કર્યા બાદ તેઓએ નિઃસંગ-વ્રત અંગીકાર કર્યું હતું. બહેતર (૭૨) લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં તેઓ નિર્વાણ-પદને પામ્યા. કંદર્પવિજય
દુનિયામાં બાહા શત્રુઓ ઉપર વિજય મેળવનારાની સંખ્યા તે અલબત મોટા પ્રમાણમાં મળે છે. તેથી ઉતરતી સંખ્યા ક્રોધ, માન, માયા, લેભ ઈત્યાદિ આભ્યન્તર કટ્ટા વૈરીઓ ઉપર વિજય મેળવનારની છે, જ્યારે તેમાં કંદર્પને પરાજય કરનારની સંખ્યા તે ગણી-ગાંઠી છે, અથાત તે અત્યન્ત અલ્પજ છે. આ ઉપરથી જોઈ શકાય છે કે કદના બાણથી વિંધાયા વિના રહેનારજ ખરેખર સુભટ, વીર પુરૂષ છે અને તેમની જ કીર્તિ યાવચ્ચન્દ્રદિવાકર રહેનાર છે. વળી આવી વ્યક્તિઓ જ “ધર” કરી શકાય. કહ્યું પણ છે કે – “विकारहतो सति विक्रियन्ते, येषां न चेतांसि त एव धीराः"
-કુમારસંભવ. આ કંદર્પ તે હરિ, હર, બ્રહ્મા ઈત્યાદિ મોટા મોટા દેવેની પણ ખબર લીધી છે અને આ પ્રમાણે તેમની આબરૂના કાંકરા કરવામાં, અરે તેમની કીર્તિના કેટને તેડી પાડવામાં અગ્ર ભાગ ભજ છે. અરે આ તે જૈનેતર દેવની તેમના શાસ્ત્ર પ્રમાણે વાત કરી. ખુદ જૈન શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે ચરમ તીર્થંકર મહાવીર સ્વામી સ્વયં સમવસરણમાં વિરાજમાન હતા તે સમયે પણ ત્યાં બેઠેલ સાધુ-સાધ્વીની પર્ષદાઓમાંથી અનેકનાં મને ચિલ્લણા રાણી અને શ્રેણિક રાજાને જોતાંજ ચલિત થયાં ફક્ત મુનિવરોમાં ગૌતમસ્વામી અને સાધ્વીઓમાં ચંદનબાલા એ બેજ કેરાં રહી ગયાં, અથાત્ તેમનું ચિત્ત જરા પણ ચલાયમાન થયું નહિ. આ વાત શ્રીકેસરવિમલકૃત સૂત-મુક્તાવલીમાંનાં નીચેનાં પઘો ઉપરથી પણ જોઈ શકાય છે –
ભિલી ભાવ છ મહેશ ઉમયા, જે કામ રાગે કરી, પુત્રી દેખી ચળે ચતુર્મુખ હરિ, આહેરિકા આદરી
ઇન્દ્ર ગૌતમની પ્રિયા વિલસીને, સંગ તે એળવ્યા, - કામે એમ મહંત દેવ જગ જે, તે ભેળવ્યા રેળવ્યા.”
–શાર્દૂલવિક્રીડિત “નળ નૃપ દવદતી, દેખી ચારિત્ર ચાળે, અરહન રહનેમી, તે તપસ્યા વિટાળે; ચરમ જિનમુનિ તે, ચિલ્લણ રૂપ મહે, માયણ-શર-વ્યથાના, એહ ઉન્માદ સહે.”
-માલિની પદ્ય-મીમાંસા
આ પદ્ય તેમજ ત્યાર પછીનાં બીજાં ત્રણ પદ્યો પણ હરિણીનામક સમવૃત્તમાં રચાયેલાં છે. હરિણીનું લક્ષણ એ છે કે