________________
જિનસ્તુતઃ]
स्तुतिचतुर्विंशतिका કે તેનામાં આવે ઉપકાર કરવાનું સામર્થ્ય પણ છે. તે પછી તે પિતાના મોક્ષ-મહેલમાં બેઠે બેઠે જ કેમ ઉપકાર કરતા નથી કે જેથી કરીને સંસારમાં ઉતરી આવવાની તેને તસ્દી લેવી ન પડે?
ટૂંકમાં, મુક્ત જીવોનું સંસારમતિ પુનરાગમન સ્વીકારવામાં અનેક દેશે ઉદભવે છે. સાંવત્સરિક દાન
દરેક તીર્થકર દીક્ષા લે તે પૂર્વે અથત ગૃહ-વાસને ત્યાગ કરે તે પહેલાં એક વર્ષ પર્યત દાન દે છે. આ દાન કરતાં એવી ઉદ્દઘોષણા કરાવવામાં આવે છે કે જે જેને અથ હોય, તેણે આવીને તે ગ્રહણ કરવું. આ પ્રમાણેની ઉદ્ઘોષણનું શ્રવણ ક્યાં બાદ યાચકે પ્રભુ પાસે દાન લેવા આવે છે. ઇન્દ્રના આદેશથી ફરે પ્રેરેલા જલ્પક દેવતાઓ ઘણા સમયથી ભ્રષ્ટ થયેલું, નષ્ટ થયેલું, સ્મશાનાદિક ગુઢ સ્થલમાં રહેલું, માલિકી વિનાનું એવું રૂણ (રૂ૫), સુવર્ણ, રત્નાદિક દ્રવ્ય અનેક સ્થલેથી લાવીને પ્રભુ સમક્ષ હાજર કરે છે. પ્રભુ બરાબર એક વર્ષ સુધી સૂર્યોદયથી માંડીને તે ભોજનના સમય સુધી દાન દે છે અને તેમાં પણ યાચકની પ્રાર્થનાનુસાર તેને દાન દેવામાં આ છે. (છતાં પણ એ ધ્યાનમાં રાખવું કે આમ હોવા છતાં પણ કેટલાક નિભાંગી જને યથેષ્ઠ દાનનો ઉપગ–ભેગી કરી શકતા નથી.) દિન-પ્રતિદિન એક કોડ અને આઠ લાખ સુવર્ણનું દાન દેવામાં આવે છે. આ પ્રમાણે ૩૬૦ દિવસ લેખે વર્ષ ગણતાં એક વર્ષમાં તીર્થકર દીક્ષા લે તે પૂર્વે તે ત્રણસે અચ્ચાસી કોડ અને એંસી લાખ (૩૮૮,૮૦૦૦૦૦૦) સુવર્ણનું દાન દે છે. ઘાતવર્જિત પાપ એટલે શું?–
જૈન શાસ્ત્રમાં આપણે જોઈ ગયા તેમ કર્મના જ્ઞાનાવરણાદિક આઠ પ્રકારે પાડવામાં આવ્યા છે. આમાંથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર કર્મને ઘાતિ-કર્મ” તરીકે અને બાકીનાં વેદનીય, નામ, ગેત્ર અને આયુષ્ય એ ચાર કર્મને અઘાતિ-કર્મ તરીકે ઓળખાવવામાં આવે છે. આત્માના મૂળ ગુણો ઉપર તરાપ મારનારાં, તેને છિન્ન-ભિન્ન કરી નાંખનારાં કર્મો “ઘાતિ-કર્મ” કહેવાય છે, જ્યારે તેના મૂળ ગુણને હાનિ નહિ પહોંચાડનારાં કર્મો “અઘાતિ-કર્મ” (ઘાત-વર્જિત પા૫) કહેવાય છે.
એ તે જાણીતી વાત છે કે ઘાતિ-કમને ક્ષય થવાથી કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે અને કેવલિ–અવસ્થા દરમ્યાન અઘાતિ-કર્મને અનુભવ કરે પડે છે. આ અઘાતિ-કમને પણ જલાંજલિ આપવાથી આત્મા પરમાત્મા બને છે, અર્થાત્ તે નિવાણ-પદને પામે છે.
૧ આ સંબંધમાં જુઓ ન્યાયકુસુમાંજલિ (પૃ. ૩૩-૩૦૮).
૨ ખરી રીતે તે કેવલ-જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ તીર્થકર -નામ ચરિતાર્થ થાય છે. છતાં પણ જેમ રાજય નહિ મળેલું હોવા છતાં પણ ભવિષ્યમાં રાજા થનાર વ્યકિતને અર્થાત “રાજકુમારને “રાજા” કહેવામાં આવે છે, તેમ તીર્થકરે પણ બાલ્યાવસ્થામાં વાસ્તવિક તીર્થકરત્વથી અલંકૃત નહિ હોવા છતાં પણ તે ભવમાં તીર્થંકર થનાર હેવાથી તેમને “તીર્થંકર' સંબોધવામાં આવે છે અને વળી ઈન્દ્રાદિક પણ તેમને જન્મ-મહત્સવ કરે છે.
૩ એની માહિતી સારૂ જુએ પંચમ શ્લોકનું સ્પષ્ટીકરણ (પૃ. ૩૨).
૪ “સુવર્ણ” એ સેનાને સિક્કો છે (જુઓ મૃચ્છકટિક), વિશેષમાં આશરે ૧૭૫ ગ્રેઈન (ટ્રાય) જેટલા સેનાના વજનનું નામ પણ “સુવર્ણ” છે. અભિધાન-ચિન્તામણિ (કા ૩, શ્લ૦ ૫૪૮) માં પણ કહ્યું છે કે
___“माषो दशार्गुञ्जः षोडशमाषो निगद्यते कर्षः।
ससुवर्णस्य सुवर्णस्तैरेव पलं चतुर्भिश्च ॥" અર્થાત ૮૦ રની યાને ૧૬માષ અથવા ૧ કર્ષ જેટલા સોનાના વજનને “સુવર્ણ” કહેવામાં આવે છે. આ ઉપરથી એમ પણ માની શકાય કે સુવર્ણ નામના સિક્કાનું વજન પણ ઉપર જણાવ્યા મુજબ હેય. વળી એચ. એચ. વિસન (H. H. Wilson ) ની ૧૧ મી કૃતિ (vol.) ને ૪૭ માં પૃષ્ટ ઉપરથી જોઈ શકાય છે તેમ આ સિક્કાની કીંમત આસરે ૮ રૂપિયા જેટલી હોવી જોઈએ.