SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ હર સ્તુતિચતુર્વંશતિકા સ્પષ્ટીકરણ [ ૫ શ્રીસુમતિ જિનેશ્વરનું લક્ષણ— જિનેશ્વરનાં કેટલાંક લક્ષણા તા આપણે જોઈ ગયા છીએ. આ લેાકદ્વારા વળી તે સંબંધમાં એક વિશેષ લક્ષણ જાણવાનું મળે છે. તે એ છે કે એક વખત મુક્તિ-૨મણીને વર્યાં પછી કાઈ પણ કારણસર તે જીવ ફરીથી સંસારરૂપી કાદવમાં નિમગ્ન થતા નથી, અર્થાત્ માક્ષે ગયેલા જીવ જન્મ-મરણને છેલ્લી સલામ ભરી દે છે. કહેવાની મંતલખ એ છે કે તીર્થંકર-પદ પ્રાપ્ત કર્યાં વિના પણ મેક્ષે ગયેલા જીવા તે બાજુએ રહ્યા; ખુદ તીર્થંકરો પણ એક વખત નિર્વાણ પ્રાપ્ત કર્યાં બાદ પોતાના તીર્થનું અસ્તિત્વ ઊડી જતુ હાય તેપણુ–પેાતાનું શાસન ચાલૂ ન રહેતું હાય તાપણુ તીર્થ-પ્રવર્તનની અભિલાષાથી પશુ સંસારમાં ફરી અવતરતા નથી. આ ઉપરથી જોઈ શકાય છે કે નિમ્નલિખિત મન્તવ્યની સાથે જૈન દર્શન મળતું આવતું નથી. '' यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ! । अभ्युत्थानाय धर्मस्य तदाऽऽत्मानं सृजाम्यहम् ॥ , -ભગવદ્ગીતા, ચતુર્થ અધ્યાય, સપ્તમ શ્ર્લોક. સુત જીવેાના પુનરાગમનના અસંભવ— જે સ્થાનમાંથી કોઈ પણ કારણસર અધ:પતન થાય, તે સ્થાન અત્યુત્તમ નજ ગણાય, તે તેને ‘માક્ષ ’ એવી સંજ્ઞા તેા કયાંથીજ અપાય ? વળી પ્રશસ્ત અભિલાષા પણુ જ્યાં સુધી બાકી રહી હોય, ત્યાં સુધી મુક્તિ કેમ સંભવે ? અને એવી અભિલાષા જ્યારે મુક્ત થયા પછી પશુ પરિપૂર્ણ કરવાની બાકી રહી જાય, તે તેવા મુક્ત જીવને ‘કૃત-કૃત્ય ’ તે કહેવાયજ કયાંથી ? આ સંબંધમાં એવી દલીલ કરવામાં આવે કે ઈશ્વર તેા નિષ્કામ વૃત્તિથી કાર્ય કરે છે અને જીવા ઉપર ઉપકાર કરવા એ તે એના મુખ્ય ઉદ્દેશ છે, તે આ દલીલ પણ પાયા વિનાની છે. કેમકે સમસ્ત જીવેાના ઉપર એકી વખતે મુક્તિ-પદ મળ્યું તેની જાણે ખુશાલી તરીકે ન હોય તેમ કેમ તેણે ઉપકાર કર્યાં નહિ કે જેથી કરીને આવી રીતે ધર્મના લાપ થવાના વારંવાર અવસર આવતાં તેને મુક્તિ-પુરીમાંથી ફરી ફરીને સ`સારમાં આવવું ન પડત ? અને વળી માની લઇએ ૧ શું ગૌતમસ્વામીને મહાવીરસ્વામી પરત્વેના પ્રશસ્ત રાગને લઈને કેવલ-જ્ઞાન મેળવવામાં ખલેલ પહેાંચ્યું હતું નહિ વારૂ ? ૨ એ વાત મારી ધ્યાન બહાર નથી કે અન્ય દનકારા ઈશ્વરને નિત્ય-મુક્ત તેમજ એકજ તથા વળા સંખ્યાપક માને છે, પરંતુ મુક્ત' શબ્દથી કોના વ્યવહાર થઈ શકે તે વિચારતાં તેમજ એકજ વ્યક્તિને ઈશ્વરપદ પ્રાપ્ત થયું અને અન્ય વ્યક્તિએ તેવું પદ કદાપિ પ્રાપ્ત નજ કરી શકે એ ઉપર ઉહાપેાહ કરવાથી આ મન્ત જ્યમાં કેટલી સત્યતા રહેલી છે તે આપોઆપ જોવાઈ જશે. જૈન દર્શન પ્રમાણે તે દરેક મુક્ત જીવ ઇશ્વર છે, અર્થાત્ ઈશ્વર એક નથી પણ અનેક છે; છતાં એ ભૂલવું ન જોઈએ કે ઈશ્વરત્વ તે એકજ છે.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy