________________
જિનતુતયઃ] ' स्तुतिचतुर्विंशतिका
૭૯ લાગતી નથી, આથી કરીને ક્રોધાદિક ચાર કષાનું સ્વરૂપ ધ્યાનમાં રાખીને એટલે કે તે કક્ષાનું સામ્રાજ્ય સ્થપાતાં આત્મિક લક્ષમી પલાયન કરી જાય છે અર્થાત તે ચાર ચંડાળની ચોકડીની ગુલામગીરી કરવાથી આત્માને અનેક પ્રકારના કટુ વિપાકે ભોગવવા પડે છે એ વાતને સંપૂર્ણ લક્ષ્યમાં રાખીને જેમ બને તેમ આ ચંડાળેથી દૂર રહેવા પ્રયત્ન કરે; અને તેમ છતાં પણ કેઈક કારણસર આવા ચંડાળને સ્પર્શ થઈ જાય, તે તે સ્પર્શના પ્રાયશ્ચિત્ત તરીકે સભાવનારૂપી જલથી આત્માનું પ્રક્ષાલન કરવું. કષાય વિનાની શાંત વૃત્તિ યાને ઉપશમ એ અનેક હિતના કારણરૂપ છે. રાગ-દ્વેષાદિકથી ઉદ્ભવતા વિકલ્પને શમાવી દઈને-વિભાવને યાને પરભાવને તિલાંજલિ આપીને, ટુંક સમય માટે પણ સ્વ-ભાવમાં વર્તવામાં આવે અર્થાત્ આત્મ-રમણ થઈ શકે, તે તે દ્વારા જે સુખ-આનંદ આત્મા અનુભવી શકે છે, તે સુખની આગળ ઇંદ્રાદિકનાં પણ સુખ-આનંદ કંઈ ગણત્રીમાં નથી.
વિશેષમાં શાન્ત–ઉપશાન્ત-પ્રશાન્ત વૃત્તિ વગરનાં અર્થાત્ સમતા રસનું પાન કર્યા વિના કરાતાં શુભ અનુષ્ઠાને પણ લેખે થતાં નથી. અર્થાત પ્રભુ-પૂજા, જપ, તપ, ચારિત્ર ઈત્યાદિ ઉપશમ-રહિત હોય, તે તે અંક વિનાનાં મીડાં જેવાં છે. શાસ્ત્રમાં કહ્યું પણ છે કે “૩વરમ સાર તુ સામ” અર્થાત્ ઉપશમપૂર્વકનું જ ચારિત્ર પ્રશંસનીય છે.
છેવટમાં ગજસુકુમાર, મેતાર્ય મુનિ, બંધક સાધુ ઈત્યાદિ મહાત્માઓએ કેવી રીતે ઉપશમ-રસનું સેવન કર્યું અને તેથી શું લાભ મેળવ્યા, તે તરફ પૂરતું ધ્યાન આપવાની સૂચના કરી આ વિષયને અત્ર સમાપ્ત કરવામાં આવે છે. ભય અને તેના પ્રકારે
શાસ્ત્રમાં ભયના સાત, આઠ તેમજ સેળ પ્રકારે વર્ણવ્યા છે. તેમાં સાત ભલે તે નીચે મુજબ છે –(1) ઈહલેક-ભય (સજાતીયથી ભય, જેમ મનુષ્યને મનુષ્યથી), (૨) પરલેક–ભય (વિજાતીયથી ભય, જેમ મનુષ્યને સિંહાદિકથી), (૩) અકરમાદુ-ભય (વિજલી આદિથી), (૪) આજીવિકા–ભય (ઉદર-પૂરણને ભય), (૫) આદાન-ભય (ચરને ભય), (૬) મરણ–ભય અને (૭) અપકીર્તિ–ભય..
ભયના આઠ પ્રકારે તે રોગ, જલ, દાવાનલ, સર્ષ, ચેર, સિંહ, હાથી અને સંગ્રામ છે. એ વાત તેમજ આ અષ્ટ પ્રકારના ભયનું વર્ણન માનતુંગસૂરિએ રચેલા નમિણ સ્તોત્ર ઉપરથી દષ્ટિગોચર થાય છે. વિશેષમાં ચેરને બદલે કારાગૃહ (બંધન) ને ભય તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે, એ વાત તેમજ આઠે ભયનું વર્ણન આ સૂરિજીના રચેલા ભક્તામર સ્તોત્રના ૩૪-૪૨ કે ઉપરથી પણ જોઈ શકાય છે.
હવે જે ભયના સોળ પ્રકારે પાડવામાં આવે છે, તેનાં નામે બનતા સુધી તે અધ્યાત્મક૫મની ટીકામાંથી મળી શકશે. પદ્ય-ચમત્કાર
અત્યાર સુધીનાં આ સેળ (૧૬) પદ્યમાં જે ચમત્કૃતિ નજરે પડતી હતી, તે ચમત્કૃતિને બદલે હવે અન્ય પ્રકારની ચમત્કૃતિ આમાં તેમજ ત્યાર પછીનાં ત્રણે પદ્યમાં પણ દષ્ટિ–ગોચર