SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ તુતિચતુર્વિશતિકા [ ૨ શ્રી અજિતસુકિત-માર્ગ– આ શ્લેકમાં મુક્તિ-માર્ગ તથા શિવ-પુરી વિષે ઉલ્લેખ કરવામાં આવ્યું છે, તે તેથી એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શું શિવ-પુરી, મુક્તિનગરી જેવું કંઈ સ્થલ છે કે જ્યાં સિદ્ધ (મુક્ત છ) વસે છે? અને હોય તો તે કયાં છે? આના સમાધાનમાં પ્રથમ તે એ ધ્યાનમાં રાખવું કે જૈન શાસ્ત્ર પ્રમાણે અનેક અરે અનંત જી મુક્તિ મેળવી શકે છે. અર્થાત્ જેમ અન્ય દર્શનમાં ઈશ્વરનેજ મુક્ત–નિત્ય-મુક્ત માનવામાં આવ્યા છે અને અન્ય કેઈ પણ જીવ હવે તે પદ મેળવી શકશે નહિ એ જે ઉલ્લેખ છે, તેવો ઉલ્લેખ જૈન શાસનમાં નથી. વિશેષમાં સમસ્ત જગના પાડવામાં આવેલા લેક અને અલેક રૂપી બે વિભાગમાંના કાકાશમાં અથવા લેકના અગ્ર ભાગમાં સિદ્ધ ઇવેનું નિવાસસ્થાન છે. કહેવાનો મતલબ એ છે કે મનુષ્ય-લેકના જેટલા પરિમાણવાળી અર્થાત્ ૪૫ લાખ એજનના વિસ્તારવાળી અને શ્વેત છત્રની ઉપમાવાળી, પરિમલથી પરિપૂર્ણ, પવિત્ર, દેદીપ્યમાન અને અંતમાં પાતળી એવી ઈષત પ્રશ્નારા” અથવા “સિદ્ધશિલા” નામની પૃથ્વી લેકના અગ્ર ભાગમાં આવેલી છે. આનાથી એક જન ઊંચે સિદ્ધિને છ વસે છે. ત્યાર બાદ એકાકાશ છે. વળી આ લેકમાં મુક્તિ-માર્ગને વિશાળ કહેવામાં આવે છે તે વાત બે રીતે ઘટાવી શકાય તેમ છે. ૧ અત્રે એ ધ્યાનમાં રાખવું આવશ્યક છે કે આ “સિદ્ધ” શબ્દને સંસારમાંના વિદ્યાસિદ્ધ, મંત્ર-સિદ્ધ, રસ-સિદ્ધ ઈત્યાદિ શબ્દ સાથે કંઈ લાગતું વળગતું નથી. પરંતુ આવી સંજ્ઞા તે જેણે આ હોય તેને ઉદ્દેશીને વપરાય છે. વિશેષમાં “સિદ્ધ ' શબ્દનો અર્થ, વ્યુત્પત્તિ ઉપર નીચેને શ્લેક દિવ્ય પ્રકાશ પાડે છે – "ध्मात सितं येन पुराणकर्म, यो वा गतो निर्वृतिसौधमूर्धिन । . रव्यातोऽनुशास्ता परिनिष्ठितार्थो, यः सोऽस्तु सिद्धः कृतमंगलो मे॥" અર્થાત “ જેણે પૂર્વે બાંધેલા આઠ પ્રકારનાં કમરૂપી ઈશ્વનેને જાજવલ્યમાન શુકલ ધ્યાનરૂપી અગ્નિ વડે બાળીને ભસ્મીભૂત કર્યો છે, તે “સિદ્ધ છે. અથવા નિવૃતિ-નગરીમાં જે હમેશને માટે જઈને વસ્યા છે, તે સિદ્ધ છે. અથવા ઉપલબ્ધ ગુણ-સંદેહ વડે જે જનેમાં પ્રખ્યાત-પ્રસિદ્ધ છે, તે “સિદ્ધ છે. વળી આવી સંજ્ઞા જગન્ના નિયંતાને, કૃતકૃત્યને પણ લાગુ પડે છે. આવા “સિદ્ધ” મને માંગલ્ય-કારી થાઓ.” ૨ આપણે જોઈ ગયા તેમ જગતના જેટલા ભાગમાં ધર્માસ્તિકાયાદિ છએ દ્રવ્ય છે તે લોક છે અને જ્યાં ફકત આકાશજ છે તે અલેક છે.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy