________________
૪૩
જિનતુતયઃ]
स्तुतिचतुर्विंशतिका (૧) જૈન શાસ્ત્રકારનું એમ માનવું છે કે પંદર કર્મભૂમિમાંની કેઈપણ કર્મભૂમિમાં જન્મેલ મનુષ્ય મુક્તિ મેળવી શકે છે. પરંતુ હરણને ધ્યાનમાં લેતાં તે, આખા મનુષ્યક્ષેત્રમાંથી કેઈ પણ સ્થલેથી મુક્તિ-પુરી તરફ પ્રયાણ થઈ શકે છે. આ પ્રમાણે મુક્તિ-પુરી તરફ ઉપડી જવાનાં અનેક સ્ટેશને-નહિ કે એકજ સ્ટેશન હેવાને લીધે મુક્તિ માર્ગને વિશાળ કહે તે ખરેખર ન્યાચ્ય છે.
(૨) વળી જૈન સાધુનેજ વેશ ગ્રહણ કરવાથી જ સિદ્ધ થવાય છે એવું કંઈ નથી. અર્થાત્ પારિભાષિક શબ્દોમાં કહીએ તે પંદર પ્રકારે સિદ્ધ સંભવે છે. ટૂંકમાં કહીએ તે યથાર્થ શ્રદ્ધાન, જ્ઞાન અને ચારિત્રને આરાધક જરૂરજ શિવ-પુરી સીધાવે છે.
હવે આ મુક્તિ-માર્ગ તરફ પ્રયાણ કેવી રીતે કરવામાં આવે છે તે તરફ ઉડતી નજર ફેંકી આ વિષયને સમાપ્ત કરીએ. જે જીવ જે સ્થલમાં અષ્ટ કર્મને અંત આણે છે તે જીવ તે સ્થળેથી સમશ્રેણિપૂર્વક ઊર્વિ-ગમન કરે છે અને એક સમયમાં લેકાતે જઈને વસે છે.
૧ મનુષ્ય-ભવમાંથી જ, અર્થાત મનુષ્ય તરીકેના અવતાર દરમ્યાન, નહિ કે દેવ-ગતિમાંથી કે અન્ય કેઈ ગતિમાંથી, પ્રાણી તદમંતર મુક્તિ-ભાજન બની શકે. આ ઉપરથી મનુષ્ય-જન્મની કીંમત જોઈ શકાય છે, મનુષ્ય-જન્મ એ નિર્વાણરૂપી નગરમાં પ્રવેશ કરાવનારું અંતિમ અને અનુપમ પગથિયું છે. આ પગથિયા ઉપર સમ્મચારિત્રરૂપી ચરણ મૂક્યા બાદ મુકિત-મહેલમાં જવાય છે.
૨ અષ્ટ કર્મને અંત લાવી તે ભવમાં સિદ્ધ થનારા જીવને કવચિત્ દેવતાઓ કર્મભૂમિમાંથી ઉપાડીને મનુષ્યલકમાં અકર્મભૂમિ વિગેરે ક્ષેત્રમાં લઈ જાય, તે તે ત્યાંથી પણ મુકિત-રમણીને વરે છે. ૩ આ સંબંધમાં નીચેની ગાથા ધ્યાનમાં લેવા જેવી છે –
“વિળ ના તિસ્થતિસ્થા, શિહિ અન્ન સર્જિાથી નરપુરા
पत्तेय सयंबुद्धा, बुद्धबोहिक्कणिक्का य ॥" અર્થાત (૧) જિન-સિદ્ધ, (૨) અજિન-સિદ્ધ, (૩) તીર્થ-સિદ્ધ, (૪) અતીર્થ-સિદ્ધ, (૫) હિલિંગ-સિદ્ધ, (૬) અન્યલિંગ-સિદ્ધ, (૭) સ્વલિંગ-સિદ્ધ, (૮) સ્ત્રીલિંગ-સિદ્ધ, (૮) પુરૂષલિંગ-સિદ્ધ, (૧૦) નપુંસકલિંગ-સિદ્ધ, (૧૧) પ્રત્યેકબુદ્ધ-સિદ્ધ, (૧૨) સ્વયંબુદ્ધ-સિદ્ધ, (૧૩) બધ-બધિત-સિદ્ધ, (૧૪) એક-સિદ્ધ અને (૧૫) અનેક-સિદ્ધ એમ સિદ્ધના પંદર ભેટે છે. આના સ્વરૂપ સારૂ જુએ નંદીસૂત્ર, પાવણ વિગેરે ગ્રન્થો. ૪ સરખા" सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः।”
–તવાથધિગમસૂત્ર, પ્રથમસત્ર. ૫ સમશ્રેણિ-ઊર્ધ્વગમન એટલે તિર્યંમ્ (તિરછી) કે અન્ય દિશા સિવાયનું ગમન.
૬ કાલના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગને જૈન દર્શનમાં “સમય” એવું નામ આપવામાં આવ્યું છે, એ વાત આપણે અંતર્મુહૂર્તની વ્યાખ્યા વિચારતી વેળાએ જોઈ ગયા છીએ,