________________
૧૧૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
પશ્ચિમના લોકોને માફક આવે તેવી છતાં ધીરજપૂર્વકનો અભ્યાસ માગી લેનારી બ્રહ્મ કરી બતાવેલી એક બીજી ક્રિયાનો ઉલ્લેખ પણ અહીં કરું. એ આસન કરતી વખતે યોગી પગને લંબાવીને બેસે છે, બંને હાથ ઊંચા કરે છે, અને આંગળીએાના અગ્રભાગને વાળી દે છે. પછી શ્વાસ બહાર કાઢતાં કમર સુધીનું શરીર ઉપર ઉઠાવી આંગળીની મદદથી પગના અંગૂઠા પકડી રાખે છે. જમણા પગનો અંગૂઠે જમણા હાથની આંગળીથી પકડે છે ને ડાબા પગને અંગૂઠે ડાબા હાથની આંગળીથી. એ પછી ધીરેથી મસ્તક નીચે નમાવીને સાથળ કે ઘૂંટણ પર લગાડી રાખે છે. થોડા વખત સુધી એવી અનોખી અવસ્થામાં રહીને ધીમેધીમે એ પૂર્વ દશામાં પાછા ફર્યા.
આ આખુંય આસન એક સાથે ન કરતા. એમણે મને ચેતવણી આપી : “મસ્તકને ઘૂંટણ પાસે બહુ જ ધીરે ધીરે લાવવાનો પ્રયાસ કરે. આ આસન સિદ્ધ કરતાં થોડાં અઠવાડિયાં લાગે તોપણ એક વાર એને સિદ્ધ કરી લેશે એટલે વરસો સુધી કશી મુશ્કેલી નહિ લાગે.”
મને જણાયું કે આપણે આશા રાખીએ તે પ્રમાણે એ આસનથી કરોડરજજુ બળવાન બને છે, કરોડરજ્જુની નબળાઈથી પેદા થતી જ્ઞાનતંતુઓની તકલીફ મટી જાય છે, અને લેહીના ભ્રમણની દષ્ટિએ પણ ભારે ચમત્કારિક સાબિત થાય છે.
બીજા આસન દરમિયાન બ્રહ્મ જમીન પર બેસીને પિતાના પગને ઘૂંટણથી પાછળ વાળ્યા. એમના પગનાં તળિયાં ગુદાની નીચે આવી ગયાં. પછી માથું પાછળ નમાવીને ખભા જમીને લગાડા. બને હાથને માથાની નીચે રાખીને માથું ટેકવી રાખ્યું. દરેક હાથ બાજુના બીજા ખભાને વળગી રહ્યો. થોડી મિનિટ સુધી એ દશામાં રહીને, એમાંથી મુકત થઈને એમણે મને સમજાવ્યું કે જ્ઞાનતંતુનાં
જે કેન્દ્રો ગળામાં, ખભામાં, તથા પગમાં છે તેમને આ આસનથી - અનુકૂળ અસર પહોંચે છે, અને છાતીને પણ લાભ થાય છે.