________________
અડિયાર નદીના ગીનો મેળાપ
૧૧૭
સામાન્ય અંગ્રેજને મન સામાન્ય ભારતવાસી દુર્બળતાના નમૂના રૂપ, તીખા તાપ તથા અધૂરા ખોરાકની નબળી ઊપજરૂ૫ હોય છે. છતાં પુરાતન કાળથી ભારતમાં શરીરસુધારણાની આવી ધ્યાનપૂર્વક તૈયાર કરેલી દેશી પદ્ધતિ અસ્તિત્વ ધરાવે છે એ જાણીને આશ્ચર્ય થયા વિના નથી રહેતું. આપણી પશ્ચિમી પદ્ધતિઓની ઉપ
ગિતા સંબંધમાં આજે પણ શંકા કરી શકાય તેમ નથી. એમની કિમત વિશે સ્વપ્નમાં પણ બે મત નથી. છતાં એનો અર્થ એવો તે નથી જ કે એ પદ્ધતિઓ સંપૂણ છે અને શારીરિક વિકાસ, સ્વાધ્યરક્ષા તથા રોગનિવારણ વિશે એમનો અભિપ્રાય આખરી છે. ઊલટું, પિતાની વૈજ્ઞાનિક સંશોધનની વિશ્વસનીય પદ્ધતિઓની સાથેસાથે પશ્ચિમની પ્રજા જે ધૂળમાં ઢંકાયેલી પરંપરાગત યોગવિદ્યાની કેટલીક ક્રિયાઓ અપનાવે તે આપણા શરીરનું સંપૂર્ણ જ્ઞાન આપણને મળી શકે એટલું જ નહિ; પરન્તુ આરોગ્યમય જીવનનું પરિપૂર્ણ રાજ્ય પણ પ્રાપ્ત થઈ શકે.
છતાં પણ મને ખબર છે કે બારેક આસન કરતાં વધારે આસનો આપણે સહેલાઈથી નહિ કરી શકીએ અને તે માટે આપણને સમય પણ નહિ મળે. બીજે સિત્તેર જેટલાં આસનો અતિશય ઉત્સાહી અભ્યાસીઓ જ કરવા પ્રેરાય તેવાં છે અને તે પણ સહેલાઈથી વળે એવા કમળ અવયવો અને અંગવાળા અભ્યાસીઓ જ.
બ્રહ્મ પોતે જ કબૂલ કર્યું?
મને નિત્ય સખત અભ્યાસ કરતાં બાર વરસ લાગ્યાં છે. એવી રીતે મેં ચોસઠ આસન સિદ્ધ કર્યા છે. મને યુવાવસ્થામાં આસનોનો અભ્યાસ કરવાનું સદ્ભાગ્ય સાંપડયું છે એ સારું થયું છે, કારણ કે પુખ્ત વયનો માણસ એ આસનો કરવાની કેશિશ કરે તોપણ ભારે વ્યથા ભોગવે. ઉંમરલાયક માણસનાં હાડકાં, સ્નાયુઓ ને ચામડી કઠોર બની જતાં હોવાથી, એમને ઇ છેડવાથી દુઃખ થાય છે; તોપણ
- ભા. આ. ૨. ખો. ૮