________________
૧૧૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
સતત પ્રયત્નોથી આસને સિદ્ધ કરી શકાય છે એ ધ્યાનમાં રાખવા જેવું છે.' - બ્રહ્મની એ વાતમાં મને શંકા ન થઈ કે એકધારા અભ્યાસથી એ ક્રિયાઓ પર કઈ પણ કાબૂ મેળવી શકે છે. ફક્ત અવયવો, સાંધાઓ અને સ્નાયુઓ સાથે ધીરેધીરે અને વરસો સુધી કામ લેવું જોઈએ. એમણે વીસેક વરસની અંદર અંદર આસનોનો અભ્યાસ શરૂ કર્યો હતો. એટલા વહેલી શરૂઆતની કિંમત કાંઈ ઓછી ન આંકી શકાય. જેવી રીતે બચપણમાં તાલીમ પામેલા નટો જ સફળ ન થઈ શકે છે, તેવી રીતે શરીરસંયમની પદ્ધતિના યોગીઓએ પણ પચીસ વરસની ઉંમર પહેલાં જ એમને અભ્યાસ શરૂ કરી જોઈએ એ દેખીતું છે. મારી સમજમાં એ સાચે જ નથી આવતું કે મોટી ઉંમરના અંગ્રેજને માટે આરંભમાં એકાદ બે હાડકાં તેડયા સિવાય એ અટપટાં આસન કરવાનું કેવી રીતે શક્ય બની શકે. બ્રહ્મની સાથે મેં એ સંબંધી દલીલ કરી ત્યારે એ મારી સાથે આંશિક રીતે જ સંમત થયા અને પોતાની વાતને દૃઢતાથી વળગી રહીને કહેવા માંડ્યા કે બધા નહિ પરંતુ મોટા ભાગના માણસો લાંબા ગાળાના પ્રયત્નોથી સફળતા મેળવી શકે ખરા. તેપણ એમણે એટલું તો સ્વીકાર્યું જ કે અંગ્રેજોને માટે એ કામ ધાર્યા કરતાં વધારે કઠિન છે.
“અમને તો બાલપણથી પલાંઠી વાળીને બેસવાની ટેવ પડી છે. અંગ્રેજને માટે એવી રીતે પગ વાળીને કોઈ પણ જાતના કષ્ટ વગર બે કલાક લગી સ્થિર બેસવાનું શક્ય છે? ઘૂંટણને વાળીને એવી રીતે પલાંઠી મારીને બેસવું એ તો અમારાં કેટલાંક આસનના આરંભરૂપ છે. અમે એ આસનને સર્વોત્તમ માનીએ છીએ. તમને તે કરી બતાવું ?”
એટલું કહીને બ્રહ્મ એ આસન કરી બતાવ્યું. બુદ્ધની અનેક પ્રતિમાઓ અને છબીઓ પરથી પશ્ચિમની દુનિયા એનાથી પરિચિત