________________
અડિયાર નદીના યોગીને મેળાપ
૧૧૯
છે. ટટ્ટાર બેસીને જમણા પગને એમણે ડાબા સાથળની ઉપર મૂક્યો – સાથળ અને પગની વચ્ચેના ભાગમાં. પછી ડાબા પગને વાળીને જમણા સાથળ પર મૂક્યો ત્યારે એની પાની પેટના નીચેના ભાગને અડી રહી. પગનાં તળિયાં ઉપર ઊઠેલાં હતાં એ દેખાવ કળાત્મક અને પદ્ધતિસરને હતો. મને થયું કે આવા આકર્ષક આસનને માટે પ્રયાસ કરવા જેવો છે ખરો.
મેં એમનું અનુકરણ કરવાનો પ્રયાસ કર્યો અને બદલામાં મારે ઘૂંટણના સખત દઈને પુરસ્કાર મેળવો પડ્યો. એક ક્ષણને માટે પણ મારાથી એ સ્થિતિમાં નહિ બેસી શકાય એવી મેં ફરિયાદ કરી. ભૂતકાળમાં કઈક દુકાનની બારી પાસે મુકાયેલી આકર્ષક કાંસાની મૂર્તિમાં બુદ્ધનું એ આસન મને કેટલું બધું સુંદર અને ઉત્તમ લાગતું ? પરંતુ હવે એને જાતઅનુભવ કરવાનો વખત આવ્યા ત્યારે નીચેના અવયવોને વાળવાની ક્રિયા કેટલી બધી કઠિન લાગી ? બ્રહ્મનું મિતપૂર્વકનું ઉત્તેજન મારામાં ઉત્સાહ પેદા ન કરી શક્યું. મેં એમને જણાવ્યું કે મારે મારા પ્રયત્ન મુલતવી રાખવા પડશે.
તમારા સાંધા સખત છે. એમણે જણાવ્યું : “એ આસને ફરી વાર અભ્યાસ કરતાં પહેલાં ઘૂંટણ તથા ઘંટીઓ પર થોડું તેલ ઘસો. તમે ખુરસી પર બેસવા ટેવાયેલા હોવાથી એ આસનથી તમારાં અંગોને તકલીફ થશે. દરરોજને શેડો અભ્યાસ ધીમેધીમે મુશ્કેલી દૂર કરશે.”
હું એ આસન કદી પણ કરી શકીશ કે કેમ તેની મને શંકા છે.
એ અશક્ય છે એવું ના કહેતા. તમને તે માટે લાંબે વખત લાગશે ખરો, પરંતુ છેવટે તમે તેને સિદ્ધ કરી લેશે. સફળતા અચાનક આવે છે અને એક દિવસ તમે તેને મેળવીને નવાઈ પામશો.” (મારે એ વાત કહેવી જોઈએ માટે કહું છું કે બુદ્ધના એ આકર્ષક